ખાવાના સોડા નો કરો આ રીતે ઉપયોગ, ત્વચા એવી કરશે સાફ કે બ્યુટી પાર્લરના મોંઘા ફેસિયલ ના ખર્ચા બચી જશે…

Spread the love

નમસ્કાર મારા વ્હાલા મિત્રો, આજના આ લેખમા તમારુ સ્વાગત છે. આજે આપણે વાત કરીશું બેંકિગ સોડા વિષે. આશરે તમામ ઘરના રસોડામા આ સોડા આસાનીથી મળી રહે છે. કોઈ પણ મેદાની વસ્તુઓ બનાવવા માટે આપણે તેનો ઉપયોગ થતો હોય છે. પણ શુ તમને એ ખ્યાલ છે કે તેની સહાયતાથી તમે સૌંદર્યમા પણ વધારો કરી શકો. આપણે સુંદર દેખાવા ઘણી બધી વસ્તુઓ વાપરતા હોઈએ છીએ. જે આપણી સ્કિનને હાનિ પણ પહોચાડે છે. તો આપણે આ સોડાના વપરાશ અંગે માહિતી મેળવીએ.

મોઢાની ચમક વધારવા માટે:

મોઢા પર બ્લેકહેડ્સથી માંડીને ખીલ અને ડાઘ જેવી તકલીફમા બેકિંગ સોડાએ સૌથી શ્રેષ્ઠ નૂસ્ખો છે. તેના માટે તમારે એક ચમ્મચ બેકિંગ સોડામા એક ચમ્મચ પાણી નાખી બંનેને સારી રીતે મિક્ષ કરીને એક મિશ્રણ બનાવી લો. હવે તે મિશ્રણને મોઢા પર લગાવી હળવા હાથે ઘસવુ. આ નૂસ્ખાથી સ્કિન પર મૃત કોષ દૂર થશે તથા નવા કોષનું નિર્માણ થશે જેનાથી મોઢાનો નિખાર વધી જશે. એ વાતનુ ખાસ ધ્યાન રાખવુ કે આ નૂસ્ખો તમારે કાયમ નથી અપનાવાનો. તમારે સપ્તાહમા માત્ર બે વાર જ આ નૂસ્ખો કરવાનો છે.

કાળા હોઠને ગુલાબી કરવામા સહાયક :

ગુલાબી હોઠ હોય તો મો વધારે સુંદર તેમજ દેખાવડુ લાગે છે. પણ મોઢા પરના કાળા હોઠ હોય તો મોઢાનો દેખાવ ખરાબ લાગે છે. પણ કાળા હોઠને તમે બેકિંગ સોડાની સહાયથી ગુલાબી કરી શકો છો. તેના માટે અડધી ચમ્મચ બેકિંગ સોડામા થોડુક મધ નાખવુ. ત્યાર પછી તે મિશ્રણને હાથમા લઈ હોઠ પર લગાવીને હળવુ માલીશ કરવુ. આ નૂસ્ખો કરતા જ તમને બદલાવ દેખાશે.

ખીલ તથા મસાની સમસ્યા :

જો તમે ખીલ તથા મસાથી હેરાન હોવ તો બેકિંગ સોડા તેના માટે આશિર્વાદ સમાન છે. તેના માટે બેકિંગ સોડામા પાણી નાખીને તેને જે જગ્યાએ ખીલ તથા મસા હોય છે તે સ્થાને લગાવવુ. ત્યાર પછી બે થી ત્રણ મિનીટ સુધી એમને એમ રાખી મુકવુ ત્યાર પછી મોઢાને થોડા હુંફાળા પાણીથી ધોઈ નાખવુ. સપ્તાહમા આ નૂસ્ખો બે વાર અવશ્ય કરવાથી લાભ મળે છે.

દાંતમા ચમક લાવવા માટે :

મિત્રો એક દેખાવડી હસીથી મો ખુબ જ સુંદર નજરે પડે છે અને એવામા જો દાંત પીડા હોય તો મોઢાની હસી ખુબ જ ફીકી નજરે પડે છે. બેકિંગ સોડા દાંત માટે માઈલ્ડ બ્લીચનુ કાર્ય કરે છે. બેકિંગ સોડા દાંતમા લગાવવાથી દાંત એકદમ ચોખ્ખા થઈ જાય છે. આ સિવાય મોઢામા રહેલી એસીડીટીનો નાશ કરે છે અને દાંતની કેવીટીનો નાશ કરે છે.

બ્લેકહેડ્સને કરે દૂર:

જો તમારી ત્વચા તૈલી હોય તો બ્લેકહેડ્સ હોવા એ ખુબ જ સામાન્ય બાબત છે. બ્લેકહેડ્સએ મોઢા પર જરાય સારા નથી દેખાતા. બ્લેકહેડ્સને કાઢવા માટે બેકિંગ સોડાને પાણીમા ઉમેરી તેને બ્લેકહેડ્સ પર ચોપડવાથી બ્લેકહેડ્સની સમસ્યાથી છુટકારો મળી જાય છે.

તૈલી ત્વચામાં આપે છે રાહત:

શિયાળો હોય કે ઉનાળો તૈલી ત્વચા હેરાન કરતી જ હોય છે. તેનાથી આરામ મેળવવા માટે બેકિંગ સોડા અક્સિર ઈલાજ સાબિત થાય છે. તેના માટે બેકિંગ સોડા મોઢા પર લગાવવી. તેના માટે એક ચમ્મચ બેકિંગ સોડામા એક ચમ્મચ પાણી નાખી તેની મિશ્રણ બનાવી લેવી. ત્યાર પછી તે મિશ્રણને મોઢા પર લગાવી દો અને બે ત્રણ સેકન્ડ સુધી મસાજ કરો. ત્યાર પછી તે મિશ્રણને દસ મિનીટ સુધી મોઢા પર રહેવા દો અને પછી મોને ધોઈ નાખો.

દાઘ તથા નિશાનો દુર કરે :

દાઘ તથા નિશાનો મોઢાને કુરૂપ બનાવે છે. તેના માટે અડધો કપ આ સોડા લઈ તેમા એક લીંબુનો રસ નાખો. બંનેને સારી રીતે હલાવી મિશ્રણ બનાવો. ત્યાર પછી તેને મોઢા પર લગાવો અને સુકાઈ જાય ત્યાર પછી ચોખ્ખા પાણીથી મો ધોઈ નાખો. તમે ઈચ્છો તો લીંબુને બદલે મધને પણ વાપરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *