ખરતા વાળ તેમજ ખોડાની તકલીફ ને ટૂંક સમય મા જ કરશે દુર, અજમાવી જુઓ આ કારગર ઉપાય…
વાળનો વિકાસ વધારવા માટે ખોરાકમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવું જોઈએ.વાળ પ્રોટીનથી બનેલા હોય છે. તેના માટે વાળમાં પુરતું પ્રોટીન મળવું ખુબ જરૂરી છે. સ્ત્રીઓને 70 ગ્રામ, પુરુષો 80 થી 90 ગ્રામ અને છોકરાઓ અને છોકરીઓને 80 થી 100 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. આપણને પ્રોટીન દુષ, છાસ, દહીં, સોયાબીન, ચીઝ માંથી મળે છે. વિટામીન એ ના ઉણપથી વાળ સુકા અને ખરાબ થઈ જાય છે. વિટામિન, આયર્ન, તાંબુ અને આયોડિનની ઉણપથી નાની ઉંમરે આપણા વાળ ખરવા લાગે છે અને વાળ સફેદ થવા માંડે છે.
જો કોઈ સ્ત્રીને વાળ વધારે ખરવાની સમસ્યા હોય તો ઇનોસિટોલથી ભરપુર ખોરાક ખાવો જોઈએ. વિટામીન સ્ત્રીના વાળના ગ્રોથમાં વધારો કરે છે. વાળ ખરવાની સમસ્યાને દુર કરવા માટે ઘણા ધરેલું ઉપાય છે.તેમા જો સૌથી સરળ ઉપાય એ છે કે વાળને ઠંડા પાણીથી ધોવા અને આંગળીની મદદથી તેને ઘસવું. જ્યાં સુધી ગરમી ન જતી રહે ત્યાં સુધી વાળને ઘસવા. આ પ્રયોગ કરવાથી તે વાળની ગ્રંથીને સક્રિય બનાવે અને વાળને મજબુત બનાવે છે. ટોપરાના તેલમાં આંબળાના સુકા કટકાને નાખીને ઉકાળવું, આ તેલનો ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યા દુર થાય છે.
તાજા આંબળાનું તેલ અને લીબું બંને વસ્તુને સરખા પ્રમાણમાં લઈ તેનું શેમ્પુ તરીકે ઉપયોગ કરવાથી વાળનો વિકાસ થાય છે, અને વાળ ખરતા અટકાવે છે. ટોપરાના તેલમાં લીબુનો રસ અને ચૂનાનું પાણી મિક્સ કરી વાળમાં લાગવાથી વાળ ખરતા અટકે છે. અને તેની લંબાઈ પણ વધે છે. ઘાણાનો રસ વાળમાં લાગવાથી પણ ફાયદો થાય છે. ચૌલાઇના તાજા પાનનો વાળમાં લગાવાથી વાળની લંબાઈ વધે છે. ત્રણ ચાર લીબુને ચાર થી પાંચ કપ પાણીમાં પંદર થી વીસ મિનીટ સુધી ઉકાળવું. ત્યારબાદ ઠંડું થાય પછી તેનાથી વાળ ધોઈ લો. આ પ્રયોગ અઠવાડિયામાં એક વખત જરૂર કરવો.
સરસવના તેલમાં મેંદીના પાન ઉકાળી તે તેલની માથામાં માલિશ કરવાથી વાળની વૃદ્ધિ થાય છે. લોખંડની પેનમાં 250 ગ્રામ સરસવનું તેલ ઉકાળો. તેમાં થોડી મહેંદી પાંદડા પણ ધીરે ધીરે નાખતા જવા , અને સાઠ ગ્રામ પાંદડા કાળા થાય ત્યાં સુધી તેને ઉકાળવું. ત્યાર બાદ આ તેલને કોઈ કાપડથી ગળી લેવું અને બોટલમાં ભરી દેવું જોઈએ. આ તેલની નિયમિત માલિશ કરવાથી વાળનો વિકાસ થાય છે. અને ખરતા વાળ અટકે છે. દહીંમાં લેક્ટ્ટોબેસિલસ પેરાંસેસી નામ ના બેક્ટેરિયા હોય છે. જે વાળ માં ખોડા ને જલ્દી થી થવા દેતા નથી અથવા તો કહી શકાય કે અટકાવે છે.
આનો તમારે દર પંદર દિવસે ઉપયોગ કરી શકો છો. એક કપ દહીં ને અથવા તો તમારા વાળ ના ગ્રોથ મુજબ શેમ્પૂ કરેલા વાળ માં પંદર થી વીસ મિનીટ દહીં લગાવી રાખવું. ત્યારબાદ ફરી વાળ ને શેમ્પૂ વડે ધોઈ નાખવા.આ પ્રયોગ કરવાથી વાળનો ખોડો દુર થાય છે. બે થી ત્રણ ચમચી મેથી ના દાણા ને રાત્રે પલાળી લો. સવારે તેની ફાઈન પેસ્ટ બનાવી ને તેને દહીં અથવા નારિયેળ ના તેલ સાથે મિક્ષ કરી ને અડધા કલાક સુધી વાળમાં રહેવા દો. ત્યાર બાદ શેમ્પૂ વડે વાળ ને ધોઈ નાખો, આ ઉપાય પંદર વીસ દિવસે કરવો. જેનાથી ખરતા વાળ, ખોડો દુર થાય છે.