ખાલી દસ રૂપિયામાં મળતી આ વસ્તુથી શરદી-ઉધરસ, પેટથી લગતી કોઇપણ સમસ્યા માથી ટૂંક સમય મા જ મેળવો રાહત, આજે જ આ રીતે ઘરે બનાવો આ ગોળી…

Spread the love

સૂંઠ એ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તેનો પાવડર શરીર માટે એક મહત્વનો ભાગ ભજવે છે. તેને એક ઔષધિ તરીકે જરૂરી છે. ગર્ભવતી મહિલાઓને ડિલિવરી પછી તેનો ઉપયોગ કરવાથી તેમનું બાળક શક્તિશાળી બને છે. તેનું સેવન કરવાથી શરીરની પાચનક્રિયા મજબૂત બને છે. આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે ખૂબ ફાયદો કરે છે.

કેટલાક લોકોને ભૂખ ન લાગતી હોય, કબજિયાત થતું હોય, પેટમાં આફરો ચડતો હોય, વગેરે જેવી અનેક સમસ્યાઓ દૂર કરવા માટે સૂંઠની ગોળી લેવી ખૂબ ઉપયોગી છે. તેનાથી પાચનક્રિયા મજબૂત બને છે. તેનાથી શરીરનું પાચન જળવાય રહે છે. તેથી શરીરના રોગો દૂર થાય છે.

એક વાસણમાં ઘી મૂકીને તેને ગરમ કરવું તેમાં થોડો ગોળ નાખીને તે ઓગળવા દેવો જોઈએ. તેમાં થોડી હળદર નાખવી. ત્યારબાદ ગેસ બંધ કરીને તેમાં સૂંઠનો પાવડર નાખી દેવો પછી તેની ગોળી વાળીને નિયમિત ખાવાથી ફાયદો થાય છે. કેટલાક લોકોને કાનમાં અવાજ આવતો હોય, ચક્કર આવવા, શરીરના હાથ પગ જકડાઈ જવા, વગેરે જેવા અનેક રોગો દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે.

કેટલાક લોકોને માથામાં દુખાવો થતો હોય, બળતરા થતી હોય તે માટે દવાનો ઉપયોગ ન કરવો જોઈએ. તેના માટે સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ. તેની ગોળી અથવા પાવડરનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. કફ અને વાયુ જેવા રોગો દૂર કરવા માટે તે ખૂબ જરૂરી છે. કેટલાક સાંધાના દુખાવા દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. મેથી અને દિવેલને એક ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે.

ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભ વખતે કેટલીક વાર ઉલ્ટી થતી હોય તે સમસ્યા દૂર કરવા માટે સૂંઠઑ ઉપયોગ થાય છે. જૂના સમયથી આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તેને પાણી સાથે પીવાથી ખૂબ ફાયદો થાય છે. તેનાથી સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે. તાવ જેવી અનેક સમસ્યાઓ દૂર કરવા માટે તે ખૂબ ફાયદો કરે છે. તેને મધ સાથે લેવાથી શરીરનું તાપમાન યોગ્ય રીતે જળવાય રહે છે. તે ગરમ હોય છે તેના લીધે તાવનું તાપમાન નીચું કરે છે.

કોલેરા, ઝાડા ઉલ્ટી વગેરે જેવી સમસ્યાઑ દૂર કરવા માટે સૂંઠનો ઉપયોગ થાય છે. વાયુ કે ગેસ જેવી સમસ્યા દૂર કરવા માટે તેને ઘી સાથે પીવાથી ખૂબ ફાયદો થાય છે. તેને દૂધમાં નાખીને પીવામાં આવે તો ઓડકાર જેવી સમસ્યાઓ દૂર થાય છે. ગરમ પાણીમાં તે નાખીને ઉકાળીને પીવામાં આવે તો કેટલાક શરીરના દુખાવા બંધ થાય છે.

શરીરના કેટલાક દુખાવા દૂર કરવા માટે સૂંઠ અને હિંગનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેનાથી શરીરનું પાચન બરાબર થાય છે. વજનને નિયંત્રિત રાખવા માટે તે ખૂબ ફાયદો આપે છે. કોલેસ્ટ્રોલ અને લોહીને શુદ્ધ રાખવા માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેના નિયમિત સેવનથી હદયની અનેક સમસ્યાઓ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *