ખાલી આ એક ઔષધી ખરતા તેમજ અકાળે સફેદ થતા વાળ અને ખોડા ની સમસ્યા ને કરશે દુર, જાણો તમે પણ…
અરીઠામા એક ઔષધિય ગુણ હોય છે. ભારતીય આયુર્વેદમા તેના વિશે ઉલ્લેખ કરવામા આવ્યો છે. આમા આર્યન અને એંટીઓક્સિડંટ ખુબ વધારે માત્રમા હોય છે. આ તત્વો વાળ માટે ખુબ જ સારા છે. આ વાળને મજબુત બનાવે છે. આ વાળને સારી રીતે સાફ કરે છે. આના વાળમા કોઇ પણ જાતનો ચેપ લાગતો નથી. તે તેમા રહેલ બેક્ટેરીયા અને ફુગને મારે છે. આ આપણા વાળ માટે ખુબ જ સારુ છે.
આ વાળને ખરતા અટકાવે છે. વાળને લાંબા અને મજબુત બનાવામા મદદ કરે છે. નાના બાળકોને વાળમા જુ થતા હોય છે. તેને દુર કરવા માટે આનાથી વાળ ધોવા જોઇએ. આ તેને કાળા કરવામા પણ મદદ કરે છે. સફેદ વાળની સમસ્યા છે તો આનો વધારે ઉપયોગ કરવો જોઇએ. આ તેને ચમકિલા અને મુલાયમ બનાવે છે. આનાથી આપણા વાળ અનેક ફાયદા થાય છે. તો ચાલો જાણીએ તેના ફાયદા વિશે.
તમારા વાળ સુકા અને બેજાન હોય તો તેના માટે આ ખુબ જ સારા છે. આનો લેપ બનાવીને વાળમા લગાવો જોઇએ. આનાથી વાળની પહેલા જેવી ચમક અને મુલાયમતા પાછી આવે છે. આ ખોળા માટે પણ સારુ છે. આને પાણીમા પલાળીને પીસીને તેનો લેપ બનાવીને કાયમી વાળ પર લગાવાથી ખોળો દુર થાય છે. આનાથી તમારા હેયરમા કોઇ જાતની આડઅસર પણ નથી થતી. આ વાળ માટે ખુબ જ સારુ છે.
તમને વધારે વાળ ખરવાની સમસ્યા છે તો વાળને ધોતા પહેલા આના પાણીથી સારી રીતે સાફ કરવા જોઇએ. આમ નિયમિત રીતે કરવાથી વાળ ખરવાનુ અટકે છે. ધીરે ધીરે આ સમસ્યા હમેશા માટે દુર થશે. આ સમસ્યા તમને ખુબ વધુ થતી હોય તો તમારે આનો લેપ બનાવીને વાળમા નિયમિત લગાવો જોઇએ.
આનો લેપ બનાવવા માટે તમારે એક ઇંડુ અને તેમા એક ચમચી આમળાની ભુક્કી ભેળવવી. તેને સારી રીતે હલાવી લેવુ જોઇએ. ત્યારબાદ તેમા સુકેલા અરીઠા અને શિકાકાઇનો ભુક્કો ભેળવવો. ત્યાર પછી આ બધી વસ્તુને સારી રીતે ભેળવી લેવી જોઇએ. આને વાળમા મસાજ કરવી. આને અડધી કલાક સુધી લગાવીને રાખવી જોઇએ. ત્યારબાદ આને શેમ્પુથી સાફ કરવા જોઇએ. એક સપ્તાહમા બે વાર આનો ઉપયોગ કરવો જોઇએ.
આનુ શેમ્પુ પણ બને છે. તેને બનાવા માટે આમળા, સુકાયેલ અરીઠા, શિકાકાઇ અને પાણીની જરૂર પડે છે. આ બધી વસ્તુને લિટર એક પાણીમા ઉકાળવુ જોઇએ. આ પાણી અડધુ થાય ત્યા સુધી ઉકાળવુ જોઇએ. ત્યારબાદ જે પાણી વધે છે તેને એક શીશામા ભરીને રાખવુ જોઇએ. આનો ઉપયોગ તમે બે થી અઢી મહિના સુધી કરી શકો છો. આના ઉપયોગથી ખુબ સારુ પરીણામ જોવા મળે છે. આનાથી ખોળો, સફેદ વાળ અને ખરતા વાળની સમસ્યા દુર થાય છે. આનાથી વાળ મજબુત, લાંબા અને ચમકિલા બનાવે છે.