ખાધેલા ખોરાકને પચાવવા માટે ભૂલથી પણ ન ખાઓ હાજમાં ની ગોળીઓ, અપનાવો આ ચાર માંથી કોઇપણ એક આયુર્વેદિક ઉપાય, પાચન ની સાથોસાથ મળશે આવા અન્ય લાભ…

Spread the love

બધા લોકો ખોરાકને પચાવા માટે હાજમાની ગોળીઓ ના ખાવી જોઇએ. કેટલાક આયુર્વેદિક ઉપાયો કરવા જોઇએ. આનાથી કોઇપણ જાતની આડઅસર પણ થતી નથી. આજના વ્યસ્ત જીવનમા અપચાની સમસ્યા દરેક લોકોને જોવા મળે છે. એટલા માટે બધા હાજમાની ગોળીઓ વધારે પ્રમાણમા ખાય છે. તો તેના માટે આયુર્વેદિક ઉપાયો કરવા જોઇએ. તો ચાલો જાણીએ તેના વિશે.

ઠંડીની મોસમમા બધા લોકો થોડા સમયે જ ખાતા રહેતા હોય છે. કોઇપણ તહેવાર અને પ્રસંગમા બધા ભરપેટ ખાય છે. આ ખોરાક પચાવવા માટે બધા હાજમાની ગોળીઓ ખાય છે. આ ગોળીનુ વધારે સેવન કરવાથી શરીરમા નુકશાન થાય છે. આ મોસમમા બધા રોજ અવનવી વાનગીઓ બનાવીને ખાય છે. તે સમયે બધાને બહુ જ આળસ આવે છે એટલે લોકો ચાલતા નથી. તેનાથી પેટમા અપચો થાય છે. આનાથી ગેસ, કબજીયાત, ઉલ્ટી અને ઝાડાની સમસ્યા વધારે થાય છે.

હિંગ :

આ એક એવી વસ્તુ છે જે પેટને લગતી બધી જ સમસ્યાને દુર કરવામા મદદ કરે છે. આ બધી સમસ્યાઓ માટે આ રામબાણ ઇલાજ સાબિત થાય છે. આમા એંટીઓક્સિડંટ અને એંટીઇંફ્લેમેટરી ગુણો વધારે માત્રામા હોય છે. તે અપચો, ગેસ અને પેટમા દુ:ખાવાને દુર કરે છે. તમારા શાક અને દાળને દરરોજ હિંગમા વઘારવુ જોઇએ. આનાથી ખોરાક સ્વાદિષ્ટ પણ બને છે અને તેને જલ્દીથી પચવામા મદદ કરે છે.

દહિં :

દહિં શરીરના અનેક રોગો માટે રામબાણ ઇલાજ સાબિત થયુ છે. આને અમૃત ગણવામા આવે છે. આ પેટની અનેક બીમારીઓ માટે પણ ખુબ જ ફાયદાકરક સાબિત થયુ છે. પેટમા એસીડીટી અને બળતરા થતી હોય તો આને ખાવુ જોઇએ. આની બનેલ લસ્સી પણ આપણા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. દરરોજ આમાથી બનેલ છાશ પીવાથી ખોરાક ઝડપથી પચે છે. આમા રહેલ બેક્ટેરિયાથી પાચનતંત્ર મજબુત બને છે. આ પેટને સાફ પણ કરે છે.

આદુ :

ભારતીય મસાલા માથી બધાથી વધારે અસરકારાક આદુ સાબિત થાય છે. આમા વધારે પ્રમાણમા એંટીઓક્સિડંટ રહેલ હોય છે. આમા અનેક જાતન ઓક્સિડંટો મળી આવે છે. આની ખુબ વધારે વિશેષતાઓ રહેલી છે. આ શરીરના અનેક રોગો માટે ખુબ જ અસરકારક છે. તમે આને રોજિંદા આહારમા સામેલ કરી શકો છો. આને ખોરાકમા નાખવાથી તેનો સ્વાદ પણ વધી જાય છે. આ આપણા આરોગ્ય માટે ખુબ જ સારુ છે.

વરીયાળી અને અજમા ચુર્ણ :

બધા લોકો જમ્યાબાદ આ ચુર્ણ ખાય શકે છે. આને ખાવાથી ખોરાક જલ્દીથી પચી જાય છે. પેટમા અપચો થવાની સમસ્યા દુર થાય છે. આને બનાવા માટે આ બન્ને વસ્તુને એક સરખા માપમા લેવી જોઇએ. ત્યારબાદ તેને ગેસ પર સેકવા માટે મુકવી જોઇએ. આને તમે પાંચ થી દસ મિનિટ સુધી શેકવી જોઇએ. આમા તમે સ્વાદ મુજબ નિમક અથવા સિંધાલુ નાખી શકો છો. આને મિક્સરમા પીસી લેવુ જોઇએ. તો તૈયાર છે આ ચુર્ણ. આને તમે જમ્યાબાદ દરરોજ ખાય શકો છો. આનાથી પેટની દરેક સમસ્યા દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *