કેવળ નવ મહિનામા આ ૭ વર્ષના બાળકની માતાએ ઘટાડયું ૩૫ કિલો વજન, તમે પણ એકવાર અજમાવી જુઓ આ ઉપાય…

Spread the love

વજન વધવાની સમસ્યાથી આજે દરેક માણસ પરેશાન છે. લોકોના બેઠાડુ જીવનના કારણે વજન વધે છે. આજે અમે તમને જણાવશુ કે જીમમા ભારે કસરત કર્યા વગર તમારુ વજન ઓછુ થઇ શકે છે. તમે કોઇ પણ જાતના ટ્રેનર અથવા જીમ વગાર તમારા શરીરને તંદુરસ્ત બનાવી શકો છો. આપણે જેના વિશે વાત કરીએ છીએ તેમણે નવ મહિનામા જ ૩૫ કિલો વજન ઓછુ કર્યુ છે. આપણે જેમની વાત કરીએ છીએ તે એક અનુભવી કાઉન્સિલર છે.

તેમનુ નામ તુલિકા સિંહ છે. આ જે લોકો ડીપ્રેશનમા છે અને જે લોકોને વજન ઓછુ કરવુ છે તે લોકોનુ કાઉન્સિલ કરે છે. આ યુટ્યુબના માધ્યમથી બધા લોકોને વજન ઓછુ કરવા માટે તંદુરસ્ત સ્વાસ્થ્ય માટેની સલાહ આપે છે. આની વજન ઉતારવાની કહાની એટલા માટે વધારે પ્રખ્યાત છે કારણ કે તેણે પોતાના જીવનના મુશ્કેલ સમયમા આ કર્યુ હતુ. તેણીનો સાત વર્ષનો બાળક હોવા છતા આ કર્યુ હતુ. તે એમ કહે છે કે આમ કરવુ મારા માટે સહેલુ ન હતુ.

આ મારી ખુબ વધારે મહેનતથી આ શક્ય બન્યુ છે. એક સમય એવો હતો જ્યારે આ બીજી બધી મહિલાઓની જેમ જાડી અને અસ્વસ્થ રહેતી હતી. તેમના શરીરમા ખુબ જ ચરબી હતી. તે ગમે તેવા કપડા પહેરે તો પણ તે જાડી લાગતી હતી. ત્યારે તેણીએ પોતાના સોશિયલ મિડિયા પર સાલ ૨૦૦૮નો ફોટો શેર કર્યો હતો. તે ફોતામા તે જાડી લાગતી હતી. તે બીજી બધી સ્ત્રીઓને વજન ઉતારવા માટેની સલાહ આપતી રહે છે.

તે એમ ખએ છે કે મારી પાસે ઘણા બધા લોકો છે જે મારી કાઉંસિલિંગની મદદથી વજન ઓછુ કરવા ઇચ્છે છે. તો ચાલો જાણીએ તેણીના ડાયેટ વિશે. તેણે બધુ જ ડાયટ દેશી કર્યુ છે. તેણીના દિઅવસની શરૂઆત વરીયાળીનુ પાણી પી ને કરે છે.

ડાયેટ પ્લાન :

તેણી સવારમા એક પ્યાલો વરીયાળીવાળુ પાણીમા મધ ભેળવીને પીતી હતી. અડધો કલાકબાદ પલાળેલી ચાર થી પાંચ બદામ અને બ્રેક ફાસ્ટમા તે ઓટ્સ અને દુધ લેતી હતી. ત્યારબાદ જો તેને ભુખ લાગે તો થોડાક ફળો ખાતી હતી. બપોરે તે મલ્ટી ગ્રઇન સાથે શાક ખાતી હતી. તેના અડધો કલાકબાદ ચાર અખરોટ.

સાંજના નાસ્તામા તે દારીયા અને ગ્રી ટી લેતી હતી. તેણી રાતના ભોજનમા તે એપલની સ્મુધી અથવા પાઇનેપલની સ્મુધી લેતી. તેની સાથે તે બાફેલ અથવા સેકેલા શાકભાજીઓ લેતી હતી. ક્યારેક તે સેકેલુ પનીર પણ ખાતી હતી. રાત્રે સુતા પહેલા તે હળવા ગરમ પાણીમા મધ અને લીંબુ નાખીને પીતી હતી.

ડાયેટ પ્લાનની ખાસ વાતો :

સાદા નિમકની જગ્યાએ સિંધાલુ નિમક નાખવુ. ખાંડ અને સાકરની જગ્યાએ મધનો ઉપયોગ કરવો. મગફળીના તેલ જેવા રીફાઇંડ તેલની જગ્યાએ જૈતુનનુ તેલ વાપરવુ. એક ચમચી જેટલુ ઘી અને ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી લેવુ જોઇએ. ફ્રીજનુ અને વાસી ખોરાક ન લેવો જોઇએ.

વર્કઆઉટ પ્લાન :

તેણી દરરોજ કેવી કસરત કરતી હતી. શરૂઆતમા તે સાત કિલોમિટર જેટલુ ચાલતી હતી. અઠવાડીયામ ત્રણ વાર ડાંસ ક્લાસમા જતી હતી. આમ તે પોતાના સ્ટેમિના વધારવા માટે કરતી હતી. આની સાથે સાથે તે સીડીઓને પણ ઉતરતી અને ચડતી હતી. આ બધુ કરવાથી તેણીનો વજન ૧૫ કિલો જેટલો ઓછો થયો હતો. ત્યારબાદ તેણીનો વજન ઓછો નથતો હતો. એટલા માટે તેણીએ જીમ જાવાનુ ચાલુ કર્યુ.

જીમમા પણ તે કાર્ડીયો, ક્રોસફિટ અને જમીન પર કસરત કરતી હતી. આમ કરવાથી તેણીનુ વજન ઝડપથી ઓછુ થવા લાગ્યુ હતુ. તે શરૂઆત બહુ ઓછી કસરત કરતી હતી. જ્યારે તેણીનુ વજન દસ કિલો ઓછુ થયુ ત્યારે તેણે વધારે કસરત કરવાનુ ચાલુ કર્યુ હતુ. સ્ટેમિના વધારવા માટે તેણીએ વેઇટ લિફ્ટીંગ ચાલુ કર્યુ હતુ. તે એક અઠવાડીયામા જીમમા છ અલગ અલગ કસરતો કરતી હતી. બે દિવસ તે પગ માટે અને બે દિવસ હાતહ, પગ અને ખંભા માટેની કસરતો કરતી હતી.

એક દિવસ કિક અને બોક્સિંગ જેવી નવી કસરતો કરતી હતી અને એક દિવસ પેટના ભાગની ચરબી ઓછી કરવા માટે કસરત કરતી હતી. તે જ્યારે કસરત કરે છે ત્યારે લિટર એક પાણીમા બે લીંબુ નાખીને પીતી હતી. તે કસરત કરતા પહેલા બ્લેક કોફી લેતી હતી તેનાથી તેણીનુ સ્ટેમિના વધારે રહે છે. કસરત કરીને તે ગ્રીન ટી પીવે છે. અત્યારે પણ તે વજનને કાબુમા રાખવા માટે નિયમિત કસરત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *