કેન્દ્ર ની ગાઈડલાઈન્સ મુજબ આવા સામાન્ય લક્ષણ ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દી ની ઘરે જ કરો આ રીતે સારવાર

Spread the love

મિત્રો, હાલ કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસથી પીડાતા દર્દીઓના નિદાન અને સારસંભાળ ઘર પર જ કરવા અંગે તેમની જૂની ગાઈડલાઈન્સ અપડેટ કરી છે. કોરોના પર પ્રેસ બ્રિફિંગ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, ખૂબ જ નજીવા લક્ષણ ધરાવતા લોકોને ઘરમા જ આઈસોલેશન પર રાખવા જોઈએ. તેમણે જણાવ્યુ કે આવા દર્દીઓની ઘરમા સારસંભાળ લેનાર વ્યક્તિએ પણ વિશેષ સાવચેતી રાખવાની આવશ્યકતા છે.

જેમા માસ્કથી માંડીને હાથની સફાઈ, હાથમોજા સુધી વિસ્તૃત માહિતી આપવામા આવી છે. તેમણે જણાવ્યુ કે, અત્યંત મામૂલી લક્ષણ ધરાવતા આ દર્દીઓને હોસ્પિટલ ની જગ્યાએ ઘરમા જ કવોરોન્ટાઈન રાખવા વધુ સુરક્ષિત છે. જેના કારણે આ વ્યવસ્થા આપવામા આવી છે. આ ગાઇડલાઇન્સમા દર્દી અને તેની નિયમિત સારસંભાળ રાખતા વ્યક્તિ માટે વિશેષ સુરક્ષાના ઉપાય આપવામા આવ્યા છે. આ ગાઈડલાઇન્સ ગત દિવસોમા શંકાસ્પદ દર્દીઓને આઈસોલેશનમા રાખવા અંગે જાહેર કરાયેલ દિશાનિર્દેશોનુ વિસ્તરણ છે.

માસ્ક :

કોઈપણ કોરોના પીડિત દર્દીના રૂમમા પ્રવેશતા પહેલા ત્રણ લેયરનુ મેડિકલ માસ્ક પહેરો. આ માસ્ક પહેરતા સમયે તેનો આગળનો ભાગ સ્પર્શ ના કરવો. જો માસ્ક ભીનુ થાય અથવા તો ગંદુ થાય તો તેને તુરંત જ બદલો અથવા તો ફેંકી દો અને ફેંક્યા બાદ યોગ્ય રીતે અને હેન્ડ સેનિટાઈઝરની મદદથી હાથની સાફ સફાઈ કરો.

શુ ના કરવુ ?

કોરોનાની સમસ્યાથી પીડાતા વ્યક્તિ ની દેખરેખ રાખનાર વ્યક્તિએ પોતાનુ મોઢુ અથવા નાકને સ્પર્શ કરવુ નહી.

હાથની સફાઈ :

દર્દીને સ્પર્શ કર્યા બાદ અથવા સ્પર્શ કર્યા વિના, ભોજન બનાવ્યા પહેલા અને બનાવ્યા બાદ, જમ્યા પહેલા અને જમ્યા બાદ, શૌચાલય નો ઉપયોગ કરતા પહેલા અને ત્યારબાદ હાથ જ્યારે પણ ગંદા દેખાય એટલે સાબુ અને પાણીથી હાથ યોગ્ય રીતે ૪૦ સેકન્ડ સુધી રગડવા જોઈએ. જો હાથ ગંદો ના લાગતો હોય તો પણ સેનિટાઈઝરથી હાથ સાફ કરવા જોઈએ.

સાબુ અને પાણીથી હાથ ધોયા બાદ ડિસ્પોઝેબલ પેપરથી હાથ લૂછી નાખવા જોઈએ. જો પેપર નથી તો કપડાના ટૂવાલ નો ઉપયોગ કરવો. જ્યારે તે ભીનો થાય ત્યારે તેને બદલી નાખવો પરંતુ, ધ્યાન રહે કે તમે જે ટૂવાલનો ઉપયોગ કરો છો તેનો ઉપયોગ અન્ય કોઈ વ્યક્તિ ના કરે.

દર્દીની સારસંભાળ :

દર્દીના શરીરમાંથી નીકળતા કોઈપણ પ્રવાહીને સીધુ જ સ્પર્શ ના કરવુ. વિશેષ તો થૂંક, લાળ, છીંક, ઉધરસ વગેરેના સીધા સંપર્કમા ના આવવુ. દર્દીની સારસંભાળ રાખતા સમયે ડિસ્પોઝેબલ હાથના મોજા પહેરો. હાથના મોજા પહેર્યા બાદ અને પહેલા હાથ ને યોગ્ય રીતે સાફ કરવા.

દર્દીએ ઉપયોગમા લીધેલી વસ્તુઓનો ઉપયોગ આપણે ક્યારેય ના કરવો :

બને ત્યા સુધી કોરોનાથી પીડાતા વ્યક્તિને તેના રૂમમા જ ભોજન આપવુ. ત્યારબાદ આ વાસણોને હાથ મોજા પહેરીને જ યોગ્ય રીતે સાફ કરવા. આ સાફ કરેલા વાસણમા જ દર્દીને બીજીવાર ભોજન આપવુ. આ કોરોના થી પીડિત વ્યક્તિના રૂમમા જઈને કપડા અથવા તેની ઉપયોગમા લીધેલી કોઈ જ વસ્તુ સાફ કરતા સમયે ટ્રિપલ લેયર મેડિકલ માસ્ક અને ડિસ્પોઝેબલ હાથમોજા પહેરો. એ વાત નિશ્ચિત કરો કે ગાઇડલાઇન્સ નુ યોગ્ય રીતે પાલન થાય છે. આ સિવાય દર્દીના શરીરનુ તાપમાન નિયમિત માપો અને જો લક્ષણ વધુ જણાય તો તુરંત જ આરોગ્ય વિભાગને સૂચિત કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *