કેમ એકાએક વધવા લાગે છે સુગર લેવલ? આજે જ જાણીલો તેને નિયંત્રિત કરવાના આ પાંચ કારગર આયુર્વેદિક ઉપાયો…

Spread the love

ડાયાબીટીસની બીમારીથી પીડાતા લોકોને તેમનું સ્વાસ્થ્ય અને શુગરને જાળવી રાખવું ખૂબ જરૂરી છે.શુગરનું પ્રમાણ વધવાથી શરીરનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. તેથી શુગરને નિયંત્રિત રાખવી ખૂબ જરૂરી છે. તેના માટે પાણી પીવું ખૂબ જરૂરી છે. ખાવાપીવાની વસ્તુઓ પર ધ્યાન રાખવું જોઈએ. તેનાથી શરીરનું સ્વાસ્થ્ય અને શુગરને નિયંત્રિત રાખી શકાય છે.

જંકફૂડ ન ખાવા જોઈએ:

અત્યારના લોકો બહાર જમે છે. તેમાં ખૂબ મસાલાઑ નાખેલા હોય છે. તેનાથી શરીરના સ્વાસ્થ્યને ખૂબ નુકસાન પહોચે છે. ડાયાબિટીસ ધરાવતા લોકોને પીઝા, આઇસ્ક્રીમ જેવી અનેક વસ્તુઓ ન ખાવી જોઈએ. તેનાથી શુગરનું પ્રમાણ વધે છે. તેથી આવી વસ્તુઓ ન ખાવી જોઈએ. કેટલાક ઘરેલુ ઉપાય કરવાથી શુગરને નિયંત્રિત કરી શકાય છે.

કારેલા:

ડાયાબિટીસના દર્દી માટે કારેલાં ખૂબ ઉપયોગી છે. તેનો રસ કાઢીને પીવાથી બલ્ડ શુગરનું પ્રમાણ ઘટાડી શકાય છે. તેનું નિયમિત સેવન કરવાથી આ સમસ્યામાથી બચી શકાય છે. તેમાં રહેલી કડવાશથી લોહીનું શુદ્ધિકરણ બરાબર થાય છે.

આંબળા:

આંબળા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તેનો રસ કાઢીને પીવાથી ડાયાબિટીસના દર્દીને શુગરમાં ઘટાડો કરી શકાય છે. તેના રસમાં કારેલાંનો રસ મિક્સ કરીને પીવાથી અનેક ઘણો ફાયદો થાય છે. શુગરને નિયંત્રિત કરી શકાય છે.

મેથી:

મેથી શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરના અનેક રોગોથી બચી શકાય છે. મેથીના દાણા પલાળીને પીવાથી શરીરમાં કોઈ બીમારી થતી નથી. તેનું પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે. ડાયાબીટીસ હોય તે લોકો માટે આ ખૂબ ઉપયોગી છે.

જાંબુ:

ડાયાબિટીસમાં શુગરને ઘટાડવા માટે જાંબુ, પાન અને તેમના બીજ ખૂબ ઉપયોગી છે. તેનાથી શુગરને ઘટાડી શકાય છે. તેના બીજનો પાવડર બનાવીને નિયમિત પીવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. તેનાથી શરીરનું સ્વાસ્થ્ય જળવાય રહે છે.

એલોવેરા:

કૂવારપાઠું ચામડીના અને વાળની અનેક સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેનાથી ડાયાબિટીસની બીમારી દૂર કરી શકાય છે. તેના પાનને પલાળીને તે પાણીને પીવાથી શુગરને ઘટાડી શકાય છે. તેનાથી શરીરનું સ્વાસ્થ્ય જળવાય રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *