કાયમ માટે મળશે સાંધા અને ગોઠણના દર્દમાંથી મુક્તિ બસ તમારે કરવુ પડશે નિયમિત આ લાડુનુ સેવન…

Spread the love

આજના આ બદલાતા જીવનમાં અનેક તકલીફો થાય છે. આ બધી તકલીફોને કારણે આપણે વધુ પડતા આપણા પૈસા દવાખાનામાં જ ખર્ચ કરી નાખીએ છીએ. તેથી દવા કરવા કરતા કોઈ આર્યુવેદિકને એક વખત જરૂર અપનાવો જોઈએ. તે આપણા શરીરમાં રહેલી બીમારીને જડમૂળ માંથી કાઢી નાખે છે. આજે બધા ના ઘરમાં ગોઠણ દુખાવાની સમસ્યા હોય જ છે. આજે આપણે એક ઘરેલું ઉપાય બતાવીશું.

અત્યારે હાડકાની સમસ્યા કેલ્શિયમના ઉણપને લીધે જ થાય છે. તેમાં પણ ગોઠણનો દુખાવો સાઠ વર્ષથી ઉપરના લોકોમાં વધુ જોવા મળે છે. આ બીમારી આજના રસાયણ યુક્ત ખોરાકને લીધે થાય છે. અત્યારે તો આ ગોઠણ દુખવાની સમસ્યા નાના વ્યક્તિને પણ જોવા મળે છે.

ગોઠણ દુખવાનુ કારણ :

ગોઠણ અને સાંધાની વચ્ચેના લુબેરિકેન નામનું રસાયણ ઘટવાને લીધે આ સમસ્યા થાય છે. તે ઉપરાંત સાંધા દુખાવાની સમસ્યા કેલ્શિયમની ઉણપને લીધે પણ થાય છે. લાંબા સમય સુધી ઉભા રહેવાથી પણ આ સમસ્યા થઈ શકે છે. જેને લીધે લુબેરિકેન બળી જાય છે. વાયુના પ્રમાણમાં વધારો થવાથી પણ આ સમસ્યા થાય છે.

લક્ષણો :

આ સમસ્યામાં આપણા સાંધામાં ઘસારો થાય છે, અને ખુબ જ દુખાવો થાય છે, જેને લીધે આપણને ઊંધ પણ નથી આવતી. યોગ્ય રીતે બેસી કે ઉભી શકતા નથી.

સાંધાના દુઃખાવાનો ઉપચાર :

સાંધાના દુખાવાને દુર કરવા માટે આ આર્યુવેદિક લાડુનું સેવન કરવાથી આ સમસ્યા દુર થાય છે. તેને બનાવવા માટે પાનસો ગ્રામ સફેદ તલ, સો ગ્રામ સિંગદાણા, સો ગ્રામ કોપરાનો ભુક્કો, પચાસ ગ્રામ બદામ, ત્રીસ ગ્રામ સુંઠનો પાવડર, સાત સો ગ્રામ ગોળ, બસો ગ્રામ અખરોટ. આ બધી વસ્તુઓ લઈ તેના લાડુ બનાવવા, અને તેનું સેવન કરવાથી ગોઠણના દુ:ખાવાને તે દુર કરે છે.

લાડુ બનવાની રીત :

આ લાડુને બનાવવા માટે સૌ પ્રથમ ગોળ ગરમ કરવો, તે એકદમ ગરમ થાય, ત્યાર બાદ તેમાં અખરોટનો પાવડર મિક્સ કરો. આ પાવડર નાખ્યા પછી તેને લાપસીની જેમ પાકી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું. તે પછી તેમાં બધી વસ્તુને મિક્સ કરી તેના લાડુવાળી લો.

આ લાડુમાં નાખવામાં આવતા તલ, સુંઠ, અખરોટ, તેમજ ગોળ આ બધી વસ્તુમાં પૂરતા પ્રમાણમાં બધા તત્વો રહેલા છે. જે આપણા ગોઠણના દુખાવાને દુર કરે છે. તે લાડુ બનાવીને ખાવાથી મીઠાઈ ખાધનો અહેશાસ થાય છે. તે આપણા ગોઠણના દુખાવાને કોઈ દવા વગર જ મટાડે છે.

લાડુનો ઉપયોગ કરવાની રીત :

આ લાડુનો ઉપયોગ સવારે ભૂખ્યા પેટે કરવાથી વધુ ફાયદો થાય છે. આ ઉપાય નિયમિત એકવીસ દિવસ સુધી કરવાનો રહેશે. તેનાથી ગોઠણ દુખવાની સમસ્યા દુર થાય છે. તે આપણા શરીરમાં થતા બીજા અનેક દુખાવાને દુર કરે છે. સાંધાના દુખાવા સિવાય તે બીજા ઘણા રોગને પણ દુર કરે છે. જેમ કે ડાયાબીટીસ, પાચનક્રિયા, કેન્સર, તણાવ, સોજો, હદય જેવી અનેક સમસ્યાને પણ તે દુર કરે છે.

બળતરાની સમસ્યા દૂર થાય :

આ લાડુ શરીરના સ્ટેમિના વધારવા માટે ઉપયોગી બને છે. આ લાડુમાં ઔષધિઓ ઉમેરવાથી અનેક તત્વો ભેગા થાય છે, તેથી તેના ગુણો પણ વધે છે. તેની અંદર વિટામીન ઈ, ઓમેગા 3 ફેટી એસીડ, એન્ટી ઓક્સીડેન્ટ જેવા તત્વો રહેલા છે. જે શરીરમાં થતા બળતરાને દુર કરે છે અને આપણા મગજને શાંતિ આપે છે.

હ્રદયને સ્વસ્થ અને તંદુરસ્ત રહે :

આ લાડુ હ્રદય રોગના દર્દીઓ માટે ખુબ ઉપયોગી છે. આ લાડુમાં હ્રદય, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેસર જેવી સમસ્યાથી જે લોકો પરેશાન છે, તેમના માટે આ લાડુ ઉપયોગી બને છે. હ્રદયમાં ચરબી અને જરૂરી કોલેસ્ટ્રોલની જાળવણી રાખે છે. તેથી આ લાડુ ખાવાથી હાર્ટએટેક જેવી સમસ્યા પણ દુર થાય છે.

કોલેસ્ટ્રોલની સમસ્યા ઓછી થાય :

આ લાડુ સેવન કરવાથી શરીરમાં જરૂરી તેવા શ્રેષ્ઠ કોલેસ્ટ્રોલ જળવાઈ રહે છે. જયારે નુકશાન કારક કોલેસ્ટ્રોલના સ્તરને આ લાડુ ઓછું કરે છે. આ લાડુમાં ઓમેગા ૩ ની હાજરી હોય છે. જેથી કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે. તે ઉપરાંત પીતાશયમાં પણ યોગ્ય રીતે રહીને કાર્ય કરે છે.

ડાયાબીટીસની સમસ્યા દૂર થાય :

ડાયાબીટીસની સમસ્યા જે લોકોને હોય તેના માટે આ લાડુ રામબાણ ઈલાજ છે. આ લાડુના ગુણોને લીધે લોહીમાં તેનું સુગરનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે છે. આ લાડુના સેવનથી વજન ઘટે છે, અને આપણા શરીરનું સ્વાસ્થ્ય તે જાળવી રાખે છે. જેથી તે આપણી ડાયાબીટીસને પણ કાબુમાં રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *