કાન, નાક, ગળાથી લગતી કોઇપણ બીમારીઓ માટે રામબાણ ઔષધી છે આ વૃક્ષ ના દરેક અંગો, જાણો તેના ઉપયોગની રીત…

Spread the love

દેવદારનું વૃક્ષ આર્યુવેદ ઔષધી માટે ખુબ ઉપયોગી છે. દેવદારના વૃક્ષને ખુબ મહત્વનું સ્થાન આપ્યું છે. આ વૃક્ષનું આયુષ્ય ૧૦૦ થી ૨૦૦ વર્ષે સુધી તે જીવંત રહે છે. આ વૃક્ષ જેટલી જગ્યા મળે તેટલું જ વધે છે. દેવદારના વૃક્ષનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે. દેવદારના વૃક્ષ ઘણા પ્રકારના હોય છે અને તેનો ઉપયોગ વિવિધ રોગ માટે છે. માથા, કાન, ગળા અને સાંઘાના દુખાવા માટે આ વૃક્ષ ખુબ ઉપયોગી બને છે.

દેવદાર, પીપળી, કાયફલ, નાગમોથા, કુટીર, ધાણા, હરીતાકી, ધમસા, ગોરખું આ બધી વસ્તુ નો ઉકાળો બનાવીને પ્રેગ્નેટ સ્ત્રીને ૧૦-૨૦ મિલીલિટર જેટલું પીવાથી ગર્ભાશયમા થતો દુખાવો, ઉધરસ, તાવ, શરદી, માથામાં થતો દુખાવો બધામાં રાહત મળે છે. તો ચાલો હવે દેવદાર વૃક્ષથી થતા ફાયદા વિશે જાણીએ. દેવદાર, તરહ અને ખસખસ આ બધું સરખા પ્રમાણમાં લઈ તેને પીસવું ત્યારબાદ તેમાં એરંડાનું તેલ મિક્સ કરી કપાળ પર લાગવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.

દેવદારના વૃક્ષનું લાકડું ઘસીને માથા પર લગાવાથી માથાના દુખાવામાં ફાયદો થાય છે. દેવદાર ઔષધીય ગુણધર્મ હોવાથી તે ખીલને પણ મટાડે છે. દેવદારના પાવડરને બકરીના મૂત્રમાં મિક્સ કરી આંખની નીચે લાગવાથી આંખની દરેક સમસ્યા દુર થશે. જે લોકોને બધી ઋતુમાં નાકની સમસ્યા હોય છે જેવી કે નાક બંધ થઈ જવા, નસકોરી ફૂટવી જેવી સમસ્યામાં દેવદારનો ધુમાડો કરવાથી નાકની બધી સમસ્યા દુર થશે. કોઈ રોગની આડઅસરથી શરદી, ઉધરસ અને કાનમાં દુખાવો થતો હોય ત્યારે આ દેવદાર ખુબ ઉપયોગી બને છે.

દેવદારના લાકડાથી મળતા તેલના ૧-૨ ટીપા કાનમાં નાખવાથી દુખાવામાં રાહત થશે. દેવદારના તેલના ટીપા અને તેમાં સુંઠ, મરી, પીપળ આ બધી વસ્તુને મિક્સ કરી પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે. આજની આ દોડધામની જિંદગીમાં ન તો ખાવાનો કોઈ પાસે સમય છે કે ન તો સુવાનો સમય છે. જેના લીધે લોકોને ઘણી બધી બીમારીનો સામનો કરવો પડે છે. ૧૦-૨૦ મિલી દેવદારનો ઉકાળો પીવાથી ડાયાબીટીસ, સાંધાના દુખાવા અને બીજા ઘણા રોગ માટે ફાયદાકારક છે.

સુંઠ અને દેવદારનો પાવડર આ બંને વસ્તુ ૧-૨ ગ્રામ ખાવાથી હાથીપગા જેવા રોગોમાં રાહત થાય છે. તે ઉપરાંત દેવદારના પાવડર અને સરસવના તેલમાં મિક્સ કરી તેને હાથીપગામાં લાગવાથી ફાયદો થશે. રાળ, સરસવની છાલ અને દેવદારનો લેપ લાગવાથી ઘા જડપથી રુજાય છે. બહારનું ચટપટુ ખાવાથી પેટમાં દુખાવો થાય છે આ દુખવાને દુર કરવા માટે દેવદાર, મદારાના મૂળ, સરગવાની છાલ અને અશ્વગંધા નો લેપ બનાવી લાગવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.

દેવદારના વૃક્ષમાં બનાવેલું ઘરેલું ઉપાય ફાયદાકારક સાબિત થાય છે. દેવદાર અને સુંઠ મિક્સ કરી દૂધ સાથે પીવાથી રાહત થાય છે. દેવદાર, હરતાકી, સુંઠ અને આંબળાનો રસ આ બધી વસ્તુ મિક્સ કરી તેનો ઉકાળો બનવો ત્યાર પછી તેમાં મધ મિક્સ કરી પીવાથી શ્વાસ, ઉધરસ અને શરદીમાં રાહત થાય છે. સાંધાના દુખાવા પર દેવદારના તેલની માલીસ કરવાથી ફાયદો થાય છે. દેવદારના તેલની ચહેરા પર માલીસ કરવાથી ખીલમાં રાહત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *