કફ, અપચો, અનિંદ્રા,સરદર્દ કરી ચુક્યા છે શરીરમા ઘર, તો તુરંત અજમાવો આ ઘરેલુ ઔષધી, જાણો તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ…

Spread the love

જાયફળનો ઉપયોગ આપણે રસોડામાં કરતાં હોઇએ છીએ. તે રસોઈમાં સ્વાદ સારો બનાવે છે. એટલુ જ નહીં તે કેટલીક ઔષધીય દવા તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ કેટલીક મીઠાઇ બનાવવામાં આપણે કરીએ છીએ. તેમાં વિટામિન, એંટીઓક્સિડંટ, ફાઈબર જેવા તત્વો રહેલા હોય છે. તે કેટલાક રોગો દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. તેમાં અંદર એક બીજ નીકળે તેનથી શરીરના અનેક રોગો દૂર કરી શકાય છે.

શરીરનું બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરવા માટે જાયફળ ખૂબ જરૂરી છે. તેમાં એંટીકોન્વ્લ્સેટ નામનો ગુણ રહેલો હોય છે. એકાગ્રતામાં વધારો કરવામાં તેનો ઉપયોગ કરી શકાય છે. કેટલાક ઊંઘ ન આવતી હોય તેથી કેટલીક સમસ્યાઓ શરીરમાં થાય છે. ત્યારે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. શરદી,ઉધરસ તાવ જેવી બીમારીઓ દૂર કરવા માટે તે ખૂબ જરૂરી છે. તેમાં મધ નાખીને પીવાથી આવી સમસ્યાઓ દૂર થાય છે.

માથાનો દુખાવો થવો એ આજના લોકોની એક સમસ્યા થઈ ગઈ છે. તે દુખાવાને દૂર કરવા માટે કેટલાક લોકો બહારથી દવા લેતા હોય છે. તેનાથી શરીરમાં કેટલીક આડઅસર થાય છે. તેથી ઘરમાં રહેલું જાયફળને દૂધમાં મિક્સ કરીને માથામાં લગાવવું જોઈએ. તેથી તે દુખાવો દૂર થાય છે.

અત્યારના લોકોને તેમના જીવનમાં પોતાના સ્વાસ્થ્ય માટે સમય હોતો નથી. જીવનમાં પૈસા કમાવવા માટે તે વ્યસત રહે છે. તેથી બહારનું ભોજન કરી લે છે. દરરોજ મસાલાવાળું જમવાનું રાખવાથી પેટની તકલીફ થાય છે. પાચનશક્તિ મંદ પડી જાય છે. ઝાડા, એસિડિટી, ગેસ વગેરે જેવી અનેક સમસ્યાઓ દૂર કરવા માટે જાયફળનો ઉપયોગો કરવો ખૂબ જરૂરી છે. તેમાં એંટીબાયોટીક ગુણ રહેલા હોય છે.

જાયફળનો ઉપયોગ કરવાથી શરીરનું પાચન ખૂબ સારું રહે છે. તેનાથી શરીરનું વજન નિયંત્રિત કરી શકાય છે. નાના બાળકોને કબજિયાત થાય ત્યારે થોડું જાયફળમાં ઘી નાખીને પીવાથી તે બીમારી દૂર થાય છે. દૂધમાં નાખીને પણ પી શકાય છે. ઘણી વાર પેટમાં બળતરા થતી હોય છે. ત્યારે એસિડનું પ્રમાણ વધી ગયું હોય છે. તે સમસ્યા દૂર કરવા માટે સૂંઠ, જીરું અને જાયફળને મિક્સ કરીને તેનો પાવડર બનાવીને પીવાથી તે સમસ્યા દૂર થાય છે.

ગેસ, અપચો જેવી અનેક બીમારીઓ દૂર કરવા માટે જાયફળને શેકીને તેનો પાવડરને મધ સાથે લેવું જોઈએ. તેનાથી ગેસ જેવી અનેક સમસ્યાઓ દૂર થાય છે. કેટલાક લોકોના મોઢામાં વાસ આવતી હોય છે. તે લોકોને તેની ટૂથપેસ્ટથી બ્રશ કરવાથી ફાયદો થાય છે. તેમાં એંટીબેક્ટેરિયલ ગુણધર્મ રહેલા હોય છે. શરીરના અનેક રોગો સામે તે રક્ષણ આપે છે.

પેટમાં દુખાવો, મરડો, સાંધાના દુખાવા વગેરે જેવા અનેક દુખાવા દૂર કરવા માટે જાયફળનું ચૂર્ણ ખૂબ જરૂરી છે. તેમાં એંટીઓક્સિડંટ, એંટી ઇન્ફ્લેમેટરી વગેરે જેવા પોષક તત્વો ખૂબ પ્રમાણમા રહેલા હોય છે. કેન્સર જેવી બીમારીઓમાં તે મહાવનો ભાગ ભજવે છે. તેમાં ઓઇલનું પ્રમાણ રહેલું હોય છે. તેથી તે સમસ્યા સામે તે લડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *