કબ્જ, સ્નાયુ નો દુખાવા, પેટ તેમજ સાથળની ચરબી ને ઘટાડવા જરૂરથી કરી લો આ ઉપાય, જાણો તમે પણ…

Spread the love

ઉત્તાનપાદાસનનો એટલે ઉત્તાન અને પાદનો સંયુકત શબ્દ થાય છે. ઉત્તાનનો અર્થ એમ થાય છે કે ઉઠાવવુ ત્યારે પાદનો અર્થ એમ થાય છે કે પગ થાય છે. આ આસનમા પગ ઉઠાવાનો હોય છે. તે પરથી આ આસનનુ નામ ઉત્તાનપાદાસન કહેવામા આવે છે. આને બીજા દ્વીપાદાસન તરીકે ઓળખવામા આવે છે.

પહેલા તમારે એક સ્વચ્છ જગ્યા પર આસન પાથરીને સીધુ સુઇ જાવુ જોઇએ. હાથે શરીર પાસે સીધા રાખવા જોઇએ. હથેળીને જમીનને અડાળીને રાખવુ જોઇએ. એડી અને પંજાને જોડીને રાકહ્વુ જોઇએ. ધીમેથી શ્વાસ લેવો અને ગોઠણને વાળીને ઉપાર તરફ ઉઠાવવુ જોઇએ. તમારી ક્ષમતા મુજબ પગને વાળવા જોઇએ. આને ૧૫ સેકંડથી લઇને ત્રણ મિનિટ સુધી આ કરી શકાય છે. ત્યારબાદ ધીમેથી પહેલાની સ્થિતિમા આવી જાવુ જોઇએ.

પગને ગોઠણથી વાળવા ન જોઇએ. પગને ઉપર લઇ જતી વખતે સ્વાસને રોકી રાખવો જોઇએ. તમે જ્યારે આ આસન કરવાનુ ચાલુ કરો ત્યારે થોડો સમય સુધી કરવુ જોઇએ. મનને કેન્દ્રીત કરવુ જોઇએ. આ આસન કરવાથી શરીરની વધારી ચરબી દુર થાય છે. પેટ અને સાથળ ની ચરબી દુર થાય છે. આનાથી લોહીનુ પરીભ્રમણ વધવા લાગે છે. આંતરડા, જઠર અને સ્વાદુ પિંડ જેવા અંગો મજબુત બને છે. કબજિઆત, અપચો અને ગેસની સમસ્યા પણ આનાથી દુર થાય છે.

આ કરવાથી હરસ અને મશાની સમસ્યા પણ દુર થાય છે. પાચન શક્તિ મજબુત બનાવે છે. કમરનો દુખાવો પણ દુર થાય છે. ભુજંગાસન કરવાથી પેટની બધી જ સમસ્યાઓ દુર થાય છે. આ આસનબે થી ત્રણ વખત કરવી જોઇએ.

આ આસનનો ફાયદો :

આ કરવાથી કરોડરજ્જુ મજબુત બને છે. કમર અને સાંધાનો દુખાવો દુર થાય છે. આ સ્લિપ ડીસ્ક, સર્વાઇકલ, સ્પોંડિલાઇટીસ, ઓસ્ટિયોપોરોસિસ અને દુખાવામા ફાયદો કરે છે. આ લિવર, કિડની, ફેફશા, આંતરડા અને થાઇરોઇડની ગ્રંથિને મજબુત બનાવે છે. હર્નિયા અને અલ્સાર્ની સમસ્યા હોય તે લોકોએ આ કરતા સમયે સાવધાની રાખવી જોઇએ.

કરોડરજ્જુના મણકા વળે છે ત્યારે શ્વાસ વધારે લેતા રહેવુ જોઇએ. પીઠને સીધી રાખવી જોઇએ. ખંભાને કાનથી છેટો રાખવો જોઇએ. ખંભાને આરામની સ્થિતિમા રાખવો જોઇએ. કોણીને વાળીને વળાંક ઊંડો કરી શકાય છે. એક વાતનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ કે પગના પંજા એજબીજાને અડેલા રાખવા જોઇએ.

શ્વાસ લેવાનુ ચાલુ રાખવુ જોઇએ. વધારે મહેનત ન કરવી જોઇએ. શ્વાસ બહાર કાઢો ત્યારે પેટ અને છાતીને જમીનમા અડાડીને રાખવુ જોઇએ.પેટના સ્નાયુ ખેંચાય છે એટલે તે જગ્યા પરના અવયવો વધારે મજબુત બને છે અને કામ વધારે કરે છે. આનાથી પેટમા વાયુ અને ગેસની સમસ્યાઓ દુર થાય છે. માસપેશીઓનો વિકાસ થાય છે. શ્વસનતંત્ર મજબુત બને છે. હદય રોગનો ખતરો દુર થાય છે.

પીરીયડસ દરમિયાન થતી સમસ્યામા રાહત થાય છે. ગર્ભાશય અને બીજાશયને મજબુત બનાવે છે. કફ અને પિત્તની સમસ્યા દુર થાય છે. મગજના જ્ઞાનતંતુનો વિકાસ થાય છે. ગર્ભવતી સ્ત્રીઓએ, ફ્રેકચર કરાવેલ હોય, હર્નિયા અને ઓપરેસન કરાવેલ હોય તે લોકોએ આ આસન ન કરવુ જોઇએ. હાડકા અથવા તો સાંધાના દુખાવા વાળા લોકોએ આ આસન કરતા પહેલા અનુભવી ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઇએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *