કબજિયાત જેવી બીમારીનો અચુક ઈલાજ છે આ ૭ ઘરગથ્થુ ઉપાય, એકવાર અવશ્ય અજમાવી જુઓ, પેટ થઈ જશે હળવુંફૂલ…

Spread the love

અત્યારે ભાગદોડ ભર્યા જીવનમાં લોકો તેના શરીરનું સારી રીતે ધ્યાન નથી રાખી શકતા. અત્યારે વ્યસ્ત જીવનને કારણે લોકો પાસે એટલો સમય નથી કે તેના માટે અને તેના પરિવાર માટે સારી રીતે ધ્યાન રાખી શકે. એકલા લેતા લોકો અત્યારે તેના શરીરનું ખાસ ધ્યાન રાખતા નથી. તેની પાસે અત્યારે એટલો સમય નથી કે પૌષ્ટિક અને સારો આહાર લઈ શકે. તેનાથી તે બહારનું વધારે ખાય છે. પરંતુ તેને જાણ હોતી નથી કે આનાથી તેમના શરીરને ઘણું નુકશાન થઈ શકે છે.

આપની ખરાબ ખાવા પીવાની આદતને કારણે તેની અસર આપના શરીર પર પડે છે. તેના કારણે અનેક પ્રકારની બીમારી આપના શરીરમાં ઘર કરી જાય છે. તેનાથી તમને ઘણી મુશ્કેલી ઉત્પન્ન થાય છે, તેના લીધે સૌથી વધારે કબજિયાતની સમસ્યા થાય છે. ત્યારે તમારું પેટ સારી રીતે સાફ થઈ શકતું નથી. તેનાથી તમારું ધ્યાન કામમાં રહેતું નથી. પેટ સરખી રીતે સાફ ન થવાથી એટમાં દુખાવો, અપચો, ચીડિયાપણું અને હરસ જેવી ઘણી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે.

તમને પણ આવી સમસ્યા થતી હોય ત્યારે તમારું પેટ સારી રીતે સાફ થઈ શકતું નથી. તેના માટે તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. તેના માટે તમારે કેટલાક ઘરેલુ ઉપાય કરવા જોઈએ. તેનાથી તમારા પેટને સરળતાથી સાફ કરવામાં મદદ કરે છે. તેનાથી તમને કબજિયાત ની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. તેના માટે કોઈ દવા લેવાની જરૂર નથી.

પાણી :

તમારે દિવસ દરમિયાન ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું જોઈએ. તમારે એક દિવસમાં બને એટલું વધારે પાણી પીવું જોઈએ તેનાથી તમને ઘણા લાભ મળી શકે છે તેનાથી તમને આ સમસ્યા થશે નહીં. તમારે રોજે સવારે ઊઠીને ખાલી પેટ બે ગ્લાસ હુંફાળું પાણી પીવું જોઈએ. તેનાથી પેટ સારી રીતે સાફ થઈ શકે છે. તેનાથી શરીરમાં વધારાનો કચરો દૂર થાય છે.

લસણ :

તમારે રોજે લસણ ખાવું જોઈએ. જો શક્ય હોય તો તમારે રોજે ૨ કળી કાચા લસણની ખાવી જોઈએ આની તમારે આદત પાડવી જોઈએ. લસણ ખાવાથી સ્ટૂલ નરમ થાય છે. તે તમારા આંતરડા માથી કચરાને સરલાથી બહાર કાઢે છે. તેમાં એન્ટી ઇંફેલેમેશન જેવા ગુણ રહેલા હોવાથી તે પેટનું ફૂલવું જેવી સમસ્યા દૂર કરે છે.

મેથી :

મેથી કબજિયાતની તકલીફ દૂર કરે છે. તેના માટે તમારે રોજે સૂતા પહેલા એક ચમચી મેથીના પાઉડરને હૂંફાળા પાણી સાથે ભેળવીને તેને લેવું જોઈએ. સવારે પેટ સાફ કરવામાં તેનાથી મદદ મળશે. આ સિવાય તમારે રોજે દહી ખાવું જોઈએ તેનાથી પણ પેટ સારી રીતે સાફ થઇ શકે છે. તે પેટ માટે લાભદાયી છે.

કિસમિસ :

આનાથી તમને કબજિયાતની સમસ્યા માથી રાહત મળે છે. તેના માટે તમારે થોડી કિસમિસને પાણીમાં પલાળીને રાખવી અને થોડા સમય પછી તમારે તેનું સેવન કરવું જોઈએ. આનાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે. આ સિવાય તમે અંજીર અને લઈ શકો છો. તેને પાણીમાં પલાળીને તમારે તેનું સેવન કરવું જોઈએ.

પાલક :

પાલક આપના માટે ખૂબ લાભદાયી છે. તેનાથી કબજિયાતથી રાહત મળે છે. રોજે તમારે આહારમાં આનો રસ લેવો જોઈએ તેનાથી આ તકલીફ માથી તમને હમેશા માટે છૂટકારો મળી શકે છે. પાલક પથરી માટે પણ લાભદાયી છે.

ફળ :

તમારે કેટલાક ફળ કબજિયાતમાં ફાયદો કરે છે. તેના માટે જામફળ અને પપૈયાને ખાવા જોઈએ તેનાથી તમને કબજિયાત માથી રાહત મળશે. તેના માટે તમારે રોજે ફળ ખાવા જોઈએ તેનાથી તમને ઘણા લાભ થઈ શકે છે.

ઇસાબગોલ ભૂસ :

આ કબજિયાત માટે રામબાણ ઈલાજ છે. આનો ઉપયોગ તમારે રાતે સૂતી વખતે પાણી અથવા દૂધ સાથે કરવો જોઈએ. આનાથી કબજિયાતની સમસ્યા હમેશા માટે દૂર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *