કાલસર્પ દોષ માથી મુક્તિ મેળવવા કરવા જોઈએ આ ખાસ ઉપાય, દુર થશે તમામ બાધાઓ, આજે જ જાણો આ ઉપાય…
જે લોકોની કુંડળીમાં કાળસર્પ દોષ રહેલો હોય તે લોકોની દશા ખૂબ દયનીય હોય છે. ઘણા લોકોની કુંડળીમાં આ દોષ હોવાથી તે કરોડપતિ માથી રોડપતિ બની ગયા છે. આજે આપણે આ દોષથી મુક્તિ મેળવવા માટે કેટલાક ઉપાય વિષે જાણીએ. જન્મ કુંડળીમાં રાહુ અને કેતુની વચ્ચે સાત દોષ રહેલા હોય છે. તે કુંડલીના લોકોને કાળસર્પ દોષથી પીડિત છે તેમ કહેવામા આવે છે. આવા લોકોના જીવનમાં ઘણી સમસ્યાઓ આવ્યા કરે છે.
ત્યારે તેની સ્થિતિ ખૂબ ખરાબ થઈ જાય છે. ત્યારે તે કોઈને કહી પણ નથી શકતા અને તે મુશ્કેલીનો સામનો પણ નથી કરી શકતા. ત્યારે તેની સ્થિતિ દિવસેને દિવસે ખૂબ ખરાબ બનતી જાય છે. ત્યારે આ દોષથી બચવા માટે તમારે એક ખાસ ઉપાય કરવો જોઈએ તેના વિષે આજે આપણે જાણીએ.
આ દોષ લાગે ત્યારે વ્યક્તિનું જીવન ખૂબ ખરાબ હાલતમાં થઈ જાય છે. તેના જીવનમાં એટલી મુશ્કેલી આવે છે કે તેનાથી તેને ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ત્યારે તેનું જીવન પહેલા જેવુ બની જાય છે અને ત્યારે તેની સ્થિતિ વધારે નબળી પડી જાય છે. જે લોકો આ દોષથી પીડાય રહ્યા હોય તેવા લોકોનો આત્મવિશ્વાસ પણ નબડો હોય છે. આ સિવાય તે કોઈ પણ કામ કરે છે તેમાં તેને સફળતા મળી શકતી નથી. તેના સ્વભાવમાં ચિંતા, ઉદાસી અને હતાશા જોવા મળે છે.
તેવા લોકોએ આ દોષથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ માસ શ્રેષ્ઠ સેમી રહેશે. આ મહિનામાં પંચમીના દિવસે કેટલાક ઉપાય કરવાથી તમને આ દોષ માથી હમેશા માટે મુક્તિ મળે છે. તમારા ઘરમાં આ દોષને લીધે કોઈ નકારાત્મક વાતાવરણ સર્જાતું હોય ત્યારે તમારે આ ખાસ ઉપાય કરવો. આ ઉપાયને તમારે ખૂબ ધ્યાન પૂર્વક અને કાળજીથી કરવાના રહેશે.
તેના માટે તમારે નાગ પંચમીના દિવસે કોઈ પણ ભગવાન શિવના મંદિરમાં અથવા નાગદેવતાના મંદિરમાં જઈને તમારે નાગ નાગણી ની જોડી ચડાવવી. આ જોડી જો ચાંદીની હશે તો વધારે સારું રહેશે નહીંતર તમારે આને પંચધાતુ, તાંબા અથવા અષ્ટ ધાતુની બનાવીને પણ તમે ચડાવી શકો છો. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં રહેલું બધુ દુખ દૂર થઈ જશે. આની સાથે તમને બીજા પણ ઘણા લાભ મળી શકે છે.
તેના માટે બીજો ઉપાય પણ છે જે તમને આ સમસ્યા માથી હમેશા માટે મુક્તિ અપાવશે. તેના વિષે જાણીએ. તમારે નાગપંચમીના દિવસે શિવમંદિરમાં જઈને ૧ માળા શિવ ગાયત્રીના મંત્રનો જપ કરવો જોઈએ. તે મંત્ર “ॐ તત્પુરુષાય વિદ્મહે, મહાદેવાય ધીમહિ તન્નોરૂદ્ર પ્રચોદયાત્” છે.
આ ઉપાય તમારે શ્રાવણ મહિનામાં સોમવારના દિવસે કરવો જોઈએ. આ દિવસે ચંદનની અગરબત્તી અને ઘીનો દીવો શિવ મંદિરમાં કરવો જોઈએ અને તમારે ભોળાનાથને આ દોષ માથી મુક્તિ માટેની પ્રાર્થના કરવી જોઈએ. આ ઉપાય કરવાથી તમારો આ દોષ દૂર થશે અને તેનાથી તમારા જીવનમાં રહેલા દુખ પણ દૂર થશે.