કાળા, ઘાટા અને લાંબા વાળ તમે પણ મેળવો ઘરેબેઠા, આજે જ કરો કેરીના પાનથી આ હેર માસ્ક તૈયાર અને વાળ પર લગાવી મેળવો તેના ફાયદા…

Spread the love

કેરી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. કેરી બધાનું મનપસંદ ફળ છે, તેથી જ તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. ઉનાળામાં લોકો કેરી ખૂબ ખાય છે. કેરીની માફક તેના પાન પણ ખૂબ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દી માટે આંબા ના પાન ખૂબ ફાયદાકારક છે. તે બ્લડ ગ્લુકોઝ નું લેવલ ઓછું કરે છે.

આ ઉપરાંત કેરી ના પાન વાળને કાળા, ઘાટા અને મુલાયમ બનાવે છે. કેરી ના પાન નુ હેર માસ્ક લગાવવાથી વાળ મૂળમાંથી મજબૂત થાય છે. તમારા વાળ કાળા અને ઘાટા નથી, તો તમે આ માસ્ક નો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત વાળની કોઈ પણ સમસ્યા જેવી કે વાળ ખરતા અટકાવવા, સફેદ વાળ ન થાય, ખોડો દૂર કરવા માટે પણ આ માસ્ક ખૂબ ઉપયોગી છે.

આંબાના પાન નું હેર માસ્ક બનાવવાની રીત :

૧૦-૧૫ તાજા કેરીનાં પાન લો. તેને પાણીથી ધોઈ બરાબર રીતે સાફ કરી મિક્સરમા નાખો. તેમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં લીંબુ નો રસ, મહેંદી પાવડર, આમળાનો પાવડર તેમજ દહીં ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો. લીંબુ ખોડો દૂર કરે છે, આમળા વાળ ને મજબૂત બનાવે છે, દહીં પણ ખોડો અને ફોડલીઓ દૂર કરે છે. આ પેસ્ટ વાળના મૂળ સુધી લગાવી ૩૦ મિનિટ સુકાવા દો. ત્યારબાદ વાળ ધોઈ નાખો. આ પ્રયોગ અઠવાડિયામાં એક વખત જરૂર કરવો.

આ હેર માસ્ક ના ફાયદા :

આ માસ્ક વાળ ને કાળા બનાવે છે. જો તમારા વાળ સફેદ થઈ રહ્યા છે તો આ મસ્ત નો ઉપયોગ કરી શકો છો. આંબા ના પાન માં ફ્લેવોનોઇડસ હોય છે, જે વાળને કાળા બનાવવામાં મદદ કરે છે. જો તમારા વાળ સૂકા, નિસ્તેજ, દ્વિમુખી હોય તો આ પેસ્ટ લગાવવાથી તે દૂર થશે. ખોડા થી પરેશાન હોય તો પણ તમે આ પેસ્ટ થી રાહત મેળવી શકશો. આ માસ્ક ના અઠવાડિયામાં ૨ વાર ઉપયોગ કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. તમારા વાળ ઘાટા, કાળા, સુંવાળા અને જડ થી મજબૂત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *