જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આજે જાણીલો કયાં દિવસે પહેરવા જોઈએ કેવા રંગના કપડા, થાય છે આવા લાભ…

Spread the love

શાસ્ત્ર પ્રમાણે બધા જ દિવસનું ખાસ મહત્વ રહેલું હોય છે. બધા જ દિવસ શુભ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સપ્તાહના સાત દિવસના બધા જ દિવસનું ખાસ મહત્વ રહેલું છે. તેથી બધા દિવસ માટે કેટલાક ખાસ ઉપાય દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાયનું પાલન કરવાથે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. તેથી તમારે આ ઉપાય કરવો જોઈએ.

સોમવારના દિવસે આ ઉપાય કરવો :

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સોમવારના દિવસને ભગવાન શિવના દિવસ તરીકે માનવમાં આવે છે. ભગવાન શિવને સફેદ વસ્ત્ર ખૂબ પ્રિય છે. તેથી આ દિવસે સફેદ વસ્ત્ર પહેરીને ભગવાન શિવની પુજા કરવાથી તમારા જીવનમાં આવનારી બધી સમસ્યા દૂર થઈ જશે.

મંગળવારના દિવસે આ ઉપાય કરવો :

મંગળવારના દિવસે જે લોકો લાલ અથવા કેસરી વસ્ત્ર પહેરીને હનુમાનજીને ભોગ ધરાવવો જોઈએ. તેનાથી તમને તમારા જીવનમાં રહેલા બધા કામમાં ઘણી સફળતા મળી શકે છે.

બુધવારના દિવસે આ ઉપાય કરવો :

આ દિવસ ભગવાન ગણેશને અર્પણ કરવામાં આવે છે. તેથી બુધવારના દિવસે લીલા વસ્ત્ર પહેરીને તમારે ભગવાન ગણેશના મંદિરે જવું આ કરવું ખૂબ શુભ માનવમાં આવે છે. આ દિવસે લીલા વસ્ત્ર પહેરીને મંદિરે જવાથી તમારી બધી મનોકામના પૂરી થશે. આ દિવસે તમારે લીલા કલરના કપડાં ગરીબ લોકોને તમારે દાન કરવું જોઈએ.

ગુરુવારના દિવસે આ ઉપાય કરવો :

ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને સાઈબાબાને અર્પણ કરવામાં આવે છે. આ દિવસે તમારે પીળા કાલારા વસ્ત્ર પહેરવા ખૂબ શુભ માનવમાં આવે છે. પીળો કલર બુધ ગ્રહ ખૂબ પ્રિય છે. તેથી જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહ પ્રબળ હોય તેની બધી મનોકામના પૂરી થઈ શકે છે.

શુક્રવારના દિવસે આ ઉપાય કરવા :

શુક્રવારનો માતા લક્ષ્મીનો દિવસ માનવમાં આવે છે. તેથી તમારે શુક્રવારના દિવસે લાલ કલરના કપડાં પહેરીને માતા લક્ષ્મીને ભોગ ચડાવવો જોઈએ. તેનાથે તમારા પર માતા લક્ષ્મીની કૃપા બની રહેશે. આ દિવસે તમારે કોઈ ગરીબ બાળકને લાલ કલરના કપડાનું દાન કરવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મીની કૃપા હમેશા તમારા પર બની રહેશે.

શનિવારના દિવસે આ ઉપાય કરવા :

શનિવાર શનિદેવને અર્પણ કરવામાં આવે છે તેથી આ દિવસ શનિદેવનો દિવસ કહેવાય છે. શનિ મહારાજને કાળો અને વાદળી કલર ખૂબ પ્રિય છે. તેથી તમારે આ દિવસે કાળા અને વાદળી કલરના કપડાં પહેરવા જોઈએ તેનાથી તમારા પર શનિદેવની કૃપા હમેશા બની રહેશે. તેનાથી તમને બધા કામમાં સફળતા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *