જૂનામા જૂનો સાંધાનો દુખાવા અથવા તો હોય ગઠીયા વાં ની તકલીફ, આ અસરકારક ઉપચાર થી ટૂંક સમય મા જ મેળવો રાહત, જાણો તમે પણ…

Spread the love

ગઠીયો એ એક એવો રોગ છે, જેમાં આપણા હાડકામાં કોઈ અલગ જ દર્દ જોવા મળે છે. અને તે ભાગમાં સોજો ચડે છે. આ રોગ વધુ પડતો વૃદ્ધ લોકોમાં જોવા મળે છે. તે બીમારી લાંબા સમય સુધી ચાલે છે. તો આજે આપણે આ રોગ માંથી કેવી રીતે રાહત મેળવશું તેના વિષે જાણીએ. ગઠીયા દુર કરવાનો જો કોઈ સરળ ઉપાય હોય તો તે છે ઉપવાસ. જેને આ સમસ્યા હોય તેણે પાંચ થી સાત દિવસ સુધી સંતરાનો રસ પીને ઉપવાસ કરવો જોઈએ. ક્યારેક ઉપવાસ કરતી વખતે યુરિક એસીડ ઓગળવાથી તે લોહીના પ્રવાહમાં પસાર થાય છે. ત્યારે આ સ્થિતિ ખરાબ થઈ જાય છે.

પરંતુ ઉપવાસ દ્વારા તે સારી પણ બની જાય છે. આવી સ્થિતિમાં ઉપવાસ કરતી વખતે ગરમ પાણી પીવું જોઈએ. જેથી આપણા ગઠીયા રોગમાં રાહત મળે છે. નિયમિત ફણસીનો દસ મિલી લિટર જેટલો રસ પીવો જોઈએ. કાચા બટાકાનો રસ અને અનાનસનો રસ પણ ગઠીયાની બીમારીને દુર કરે છે. અને આપણને ફાયદો થાય છે. એકવાર આ રોગ થોડો ઓછો થતો જોવા મળે ત્યાર બાદ તેના દર્દીએ ચાર થી પાંચ દિવસ ફળનું સેવન કરવું. આ સમય દરમિયાન રસદાર ફળનો જ ઉપયોગ કરવો. જેવા કે દ્રાક્ષ, સફરજન, નાશપતી, નારંગી, અનાનસ જેવા ફળનો ઉપયોગ કરવો.

ત્યાર બાદ ધીમે ધીમે નીચે આપેલા ફળો ખાવા જોઈએ. સવારમાં નાસ્તામાં કોઈ પણ ફળ જેવા કે નારંગી, સફરજન, અંજીર, કેરી, ઘઉંના લોટની રોટલી અને દૂધ અથવા છાશ જેવા આહારને સવારના નાસ્તામાં ઉપયોગ કરવો. બોપરના ભોજનમાં બાફેલી શાકભાજી જેમ કે પાલક, બીટ, ગાજર, ટમેટા, કોબી, બટાટા, રોટલી વગેરે શાક્ભાજીનું સેવન કરવું જોઈએ. આ રોગથી પીડાતા લોકોએ એસીડ ઉત્પન કરતા ખોરાકનું સેવન ન કરવું. જેમ કે માછલી, ઈંડા, માંસ વગેરે. જે વ્યક્તિ દારૂ પીતા હોય તેણે પણ તેનાથી દુર રહેવું.

ચા, કોફી, મેંદો અને તેના ઉત્પાદનો, બધા તૈયાર ખોરાક ન ખાવો જોઇએ. મસાલા અને મીઠું ઓછા પ્રમાણમાં લેવું એ ગઠિયાના રોગમાં વધુ સારું માનવામાં આવે છે. ગઠીયા રોગથી પીડાતા વ્યક્તિએ દિવસમાં દસ ચેરીનું સેવન કરવું જોઈએ. આ પ્રયોગ કરવાથી અમુક દિવસમાં આ રોગ દુર થાય છે. મીઠી અને ખાટી ચેરી ગઠીયાના રોગ માટે ખુબ ફાયદાકારક દવા માનવામાં આવે છે. બટાકા, કેળા, પાંદડાવાળા લીલા શાકભાજી, લીંબુ અને કાચા શાકભાજીનો રસ વગેરે તેમાં ભરપુર પ્રમાણમાં પોટેશિયમ હોય છે.

જે ગઠિયાના દર્દીને રાહત આપે છે. બીટમાં કાકડીનો રસ અને ગાજરનો રસ મિક્સ કરી પીવાથી તે આપણા આ રોગ માટે ફાયદાકારક છે. તુલસીનું સેવન કરવાથી પણ ગઠિયાની બીમારીમાં ચોવીસ કલાકમાં ફાયદો થતો જોવા મળે છે. તેના દર્દીએ દિવસમાં નિયમિત ચાર પાંચ તુલસીના પાન ખાવા જોઈએ. તુલસી માંથી બનાવેલી ચા પણ ફાયદો આપે છે. ગઠિયાના દર્દીને સોજા પર આદુની પેસ્ટ લાગવાથી ફાયદો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *