જૂનામા જૂની કબજિયાત ને નાબુદ કરવા માટે અસરકારક છે આ ઉપાય, ટૂંક સમય મા જ મળશે રાહત…

Spread the love

આપણા જીવનમાં થતા ઘણા બદલાવને અને કામના વધતા બોજને લીધે બધા વ્યક્તિને કબજિયાતની સમસ્યા રહે છે. કબજિયાતની સમસ્યા આજે બધા લોકોમાં ખુબ સમાન્ય બની ગઈ છે. પણ તમે એ જાણો છો કે કબજીયાતને દુર કરવાના ઉપાય આપણને ઘરમાંથી જ મળી રહે છે. આજે આપણે એવા ઉપાયો વિષે વાત કરીશું જે વસ્તુ તમને તમારા રસોડામાં જ મળી રહેશે. જેનો ઉપયોગ કરવાથી કબજિયાત માંથી રાહત મળે છે.

લીંબુ

લીંબુનો રસ પીવાથી તે પાચન તંત્રને મટાડે છે અને આપણા શરીરમાં રહેલા ઝેરી કણોને દુર કરે છે. નિયમિત સવારમાં લીબુનો રસ પીવાથી કબજિયાત થતી નથી. જો તમને મન થાય તો લીબુની ચા બનાવીને પણ તેમનું સેવન કરી શકાય છે.

મરી અને આદુનો ઉપયોગ

મરી અને આદુ આ બંને વસ્તુઓ મિક્સ કરી બનાવેલી ચા પીવાથી કબજિયાતમાં ફાયદો થાય છે. આદુની ચા પીવાથી કબજિયાત મટાડવાનો સૌથી બેસ્ટ ઘરેલું ઉપાય છે.

ગોળ

જે વ્યક્તિને કબજિયાતની સમસ્યા રહેતી હોય તે વ્યક્તિએ સાંજે સુતા પહેલા નિયમિત ગોળ ખાવાથી તે દુર થાય છે. ગોળ વિટામીન અને ખનીજોથી ભરપુર હોય છે.તેથી તેનું સેવન કરવાથી કબજિયાત મટે છે.

કોફી

કોફી પીવાથી જલ્દી કબજિયાતમાં ફેર પડે છે. અને કોઈ પણની રાહ જોયા વિના બાથરૂમમાં સારી રીતે તમે કાર્ય કરી શકો છે. કોફી પીવાથી જલ્દીથી દબાણ લાગે છે.

પ્લમ

પ્લમનું સેવન કરવાથી પેટને લગતી બધી સમસ્યામાં રાહત મળે છે. નિયમિત ત્રણ ગ્રામ પ્લમનું સેવન કરવાથી કબજિયાત આસાનીથી દુર થાય છે. પ્લમમાં ખુબ વધારે પ્રમાણમાં રેસા હોય છે, જે આપણી કબજીયાતને દુર કરવામાં ખુબ ઉપયોગી બને છે.

નિયમિત ચાલવું

આપણે નિયમિત પંદર મિનીટ ચાલવું જોઈએ. ચાલવાથી આપણા શરીરની ઘણી બધી સમસ્યામાં ચાલવાથી ફાયદો થાય છે. જે વ્યક્તિને જમ્યા પછી નિદર આવતી હોય તે લોકે નિયમિત દસ થી પંદર મિનીટ ચાલવું જોઈએ. ચાલવાથી જે લોકોનો વજન વધુ તે પણ ધટે છે.

મેથીનું પીણું પીવો

એક ચમચી મેથી ના દાણા ને બે ગ્લાસ પાણી મા સારી રીતે ઉકાળો. જ્યારે આ પાણી અડધુ થઈ જાય છે, ત્યારે મેથી ના દાણા ને ગાળી ને એક બાજુ મૂકી દો. હવે આ પાણી નુ સેવન કરો, અડધા કલાક પછી તમે જાતે જ કબજિયાતમા લાભ મેળવશો.

પુષ્કળ પાણી પીવું

જો તમે જમ્યાના 1 કલાક પછી પાણી ન પીધું હોય, તો તેના કારણે પણ કબજિયાત થઈ શકે છે. તેથી, ખોરાક ખાધા પછી અડધા કલાક પછી પાણી પીવું જોઈએ, જે કબજિયાતને દૂર કરવા માટે તમે પીતા પાણીની માત્રામાં પણ વધારો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *