જો તારે પૈસો, પ્રસિદ્ધિ અને ગિનીસ બુકમા નામ કરવુ હોય તો હુ કવ એમ કરવુ પડશે, આટલુ કહી યુવતીને મોકલી બાથરૂમમા…
વિદેશ જઈને કોલેજમા વધુ અભ્યાસ કરવા સાથે માર્શલ આર્ટમાં કારકિર્દી બનાવવાનુ સ્વપ્ન સાકાર કરવા ગુજરાત રાજ્યના વડોદરા શહેરના ગોત્રીના મીકસ માર્શલ આર્ટ એસોસીએશન ઓફ ગુજરાતમા માર્શલ આર્ટ શીખવા માટે જતી ૧૮ વર્ષીય વિર્દ્યાથિની સાથે કોચ દ્વારા શારીરિક છેડતી કરાઈ હોવાનો કિસ્સો વડોદરા શહેરના લક્ષ્મીપુરા સ્થાનિક પોલીસ સ્ટેશનમા નોંધાયો છે.
વિદ્યાર્થીનીએ ફરીયાદમા આક્ષેપ કર્યો છે કે તેનો કોચ બબલુ સાવંતે મને કહ્યું હતુ કે, જો તારે તારી કારકિર્દીમાં આગળ વધવુ હોય તો હુ કવ તેમ તારે કરવુ પડશે. મારે બહુ મોટા લોકો સાથે પણ ઓળખાણ છે. તને સરકારી નોકરી અપાવીશ, માત્ર ૩ મહિનામા તો તને ટોપ પર લઈ આવીશ, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા તારુ નામ પણ નોંધાવી આપીશ અને સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો છે તેમા પણ તારુ નામ નોંધાવી આપીશ, આટલુ કહીને શારીરિક છેડતી કરી હતી.
ગભરાઈ ગયેલી યુવતી ક્લાસમાંથી ઘરે દોડી જઈ માતાને લઈને ફરીયાદ નોંધાવવા લક્ષ્મીપુરા સ્થાનિક પોલીસ સ્ટેશને દોડી ગઈ હતી. વિદ્યાર્થીની એસસી-એસટી જ્ઞાતીની હોવાથી કેસની તપાસ એસસી એસટી સેલના એસી.પી. રાઠોડ સાહેબે સંભાળી લીધી છે.
વાસણા રોડની શાળામાં ધો.૧૨ સુધી અભ્યાસ કરેલી ૧૮ વર્ષની યુવતીએ જણાવ્યું હતુ કે, ગોત્રી કુણાલ ચાર રસ્તા પાસેના ફેલીકસ કોમ્પલેકસમા મીકસ માર્શલ આર્ટ એસોસીએશન ઓફ ગુજરાતના કલાસીસ ચાલે છે. વધુ અભ્યાસ અર્થે વિદેશ જવાની યોજના છે અને માર્શલ આર્ટમા કારકિર્દી બનાવવાનુ સ્વપ્ન સાકાર કરવા છેલ્લા ૬ મહિનાથી આ કલાસીસ શરુ કર્યાં હતા.
તા. ૮ નવેમ્બરના રોજ સાંજે ૭ વાગે બનેલી ઘટનાનુ વર્ણન કરતા પોલીસને કહ્યુ હતુ કે, કોચે મને મીકસ માર્શલ આર્ટમા ટોપ પર લઈ જઈને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા નામ કરાવાની લાલચ આપી હતી અને મને તેમની બાજુમા બેસાડી શારીરીક છેડતી કરી હતી. હુ ખુબ જ ગભરાઈ ગઈ હતી અને તરત જ ઘરે જતી રહી હતી.
બીજા દિવસે જયારે માતાએ કલાસમા જવા માટે કહયુ તો તબીયત સારી નથી તેમ જણાવીને વાત ટાળી હતી. પરંતુ માતાએ દબાણ કરતા કોચની આવીઅશ્લીલ કરતૂતો અંગે ખામોશી તોડી હતી. લક્ષ્મીપુરા પોલીસે આઈ.પી.સી. ૩૫૪ (ક) અને એટ્રોસીટી એકટ મુજબ કોચ બબલુ સાવંત સામે એફ.આઈ.આર.(FIR) નોંધી છે.
કોચને ફોન આવતા બાથરૂમમા જવા માટે કહ્યુ
ફરીયાદમા કરેલા આક્ષેપ મુજબ ૮ નવેમ્બરે સાંજે ૭ વાગે કલાસમા આ ઘટના બની હતી. ત્યારે કોચને ફોન આવતા તેણે યુવતીને બાથરૂમમા જવા માટે કહ્યુ હતુ અને હુ બોલાવુ ત્યારે જ બહાર આવજે તેમ પણ કહ્યુ હતુ. પરંતુ ભયભીત થયેલી યુવતીએ બાથરુમમા જવાના બદલે કલાસમાંથી જ બહાર દોડી ગઈ હતી.
કલાસ વહેલો બંધ કરવાનુ બહાનુ કાઢીને યુવકને મોકલી દીધો ઘરે
આમ તો ક્લાસ સાંજે ૬ થી ૮ નો હોય છે પરંતુ તે દિવસે સાંજે ૭ વાગે કોચ બબલુ સાવંતે કહ્યુ હતુ કે મારે બહાર જવાનુ છે માટે ક્લાસ વહેલો બંધ કરુ છુ. એટલે માર્શલ આર્ટ શીખવા માટે આવતો યુવક ક્લાસમાંથી વહેલો ચાલ્યો ગયો હતો.