જો તમને પણ તમારા ઘરમા દેખાવા લાગે આવા ચાર મોટા સંકેત, તો સમજી લેવું કે માતા લક્ષ્મી થઇ ગયા છે તમારાથી નારાજ, જાણો તમે પણ…

Spread the love

મિત્રો, ઘણીવાર લોકોના જીવનમા અમુક એવી ઘટનાઓ બનતી હોય છે કે, જેના કારણે તમામ વસ્તુઓ ઉલટી થવા લાગતી હોય છે અને જે કામ સફળતાપૂર્વક પૂર્ણ થતા હોય તે પણ એકાએક બગડવા લાગતા હોય છે. આનો અર્થ એવો થાય છે કે, માતા લક્ષ્મી તમારા પર ક્રોધિત થઇ શકે છે. જો તમને પણ આવા અમુક સંકેતો દેખાતા હોય છે તો સમજી જવુ કે, માતા લક્ષ્મી તમારા પર કોપાયમાન થઇ શકે છે. તો ચાલો જાણીએ ક્યા છે આ લક્ષણો જે દેખાડે છે લક્ષ્મી માતા તમારા પર છે કુપિત.

જો કોઈ ઘરમા અવારનવાર પતિ-પત્ની, પિતા-પુત્ર વચ્ચે ઝઘડા થતા રહેતા હોય છે તો તેવા ઘરમા માતા લક્ષ્મી ક્રોધિત થઈને ચાલી જાય છે. આ માટે જો તમે તમારા ઘરમા સુખ, શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખવા ઈચ્છતા હોવ તો ઘરમા ઝઘડાઓને ટાળો. જો તમારા ઘરનુ વાતાવરણ શાંત હશે તો જ તમારા ઘરમા માતા લક્ષ્મી વાસ કરશે અને તમારા ઘરમા સુખ-સમૃદ્ધિનો વાસ થશે.

આ સિવાય જો તામારા ઘરમા આવનાર સમયમા કોઇપણ અતિથિને, કોઈ વડીલને કે વૃદ્ધનુ અપમાન થતુ હોય તો માતા લક્ષ્મી આવા ઘરેથી તુરંત ચાલ્યા જાય છે. આ સિવાય આપણા શાસ્ત્રોમા પણ એવુ જણાવવામાં આવ્યું છે કે, જે ઘરમા અન્નનુ અપમાન થાય છે અથવા તો પછી જે ઘરમા ભોજન એઠવાડ તરીકે રાખવામા આવે છે અને ફેંકી દેવામાં આવે છે. તેવા ઘરમા માતા લક્ષ્મી એક મિનિટ પણ નથી રોકાતા.

આ સિવાય જો તમારા ઘરમા કોઈ દિવ્યાંગ વ્યક્તિ કે અશક્ત ભિક્ષા માંગવા આવે તો તમારે તેને ચોક્કસ કંઈક દાન આપવુ જોઈએ. જો તમે તેને તેને દાન ના આપો તો માતા લક્ષ્મીનો તમારા ઘરમાંથી ટૂંક સમયમાં જ ચાલ્યા જવાનો સંકેત આપે છે. માટે ભૂલથી પણ આ કાર્ય ક્યારેય ના કરવુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *