જો તમને દાંત મા સડો થઇ ગયો હોય અથવા તો કાયમી માટે દુખાવો રહેતો હોય તો કરીલો આ કામ, ખુબજ અગત્ય નો છે આ ઉપાય…

Spread the love

આજે આપણે દાંતના રોગ વિશે જાણશુ. પાયોરિયાને પેઢાના રોગ તરીકે પણ ઓળખાય છે. પેઢામા ચેપ, લોહી નીકળવુ અને તેમાથી રસી નિકળતા રહે છે. મોં માથી વાસ આવે છે. પેઢા નબળા પડે છે દાંત હલવા લાગે છે. દુખાવો પણ થાય છે. આ દાંતની બધી બીમારી કરતા ખરાબ છે. આના જંતુઓ ધીમે ધીમે પેટમા જાય છે. આના બેક્ટેરિયા આખા શરીરમા મળે છે અને તે ઝેર છોડવા લાગે છે. આના જલન અને સડો મડે છે. થોડા જ સમયમા દાંત પણ સડવા લાગે છે.

આમા ખુબ જ વધારે દાંતને નુકશાન થાય છે. આ બીજી બીમારીનુ પણ કારણ હોઇ શકે છે. આમ મધુપ્રમેહથી પણ થાય છે. નેક્રોટાઇઝિંગ પીરીયોડેંટલ જેવી પણ ગંભીર બીમારી હોય શકે છે. આમા દાંત અને પેઢાની પેશીઓનો નાશ થાય છે. આ કુપોષિત અને એઇડ્સ વાળા લોકોમા વધારે ફેલાય છે.

આ થાય ત્યારે મોં માથી વાસ આવે છે. દાંત માથી લોહી નીકળે છે. તે લાલ રંગના થાય છે. પેઢા અને દાંત માથી દુખાવો થાય છે. સોજો આવે છે. દાંત પરનુ પળ અલગ થાય છે. દાંતમા અને તેની પેશીઓમા આનો ચેપ ફેલાય છે. આનાથી દાંત પેઢા માથી અલગ પડવા લાગે છે. તેમા કચરો ફસાય છે. આનાથી દાંતને લગતી બીમારીઓ પણ વધવા લાગે છે.

દાંતની સારી સફાઇ ન થાય ત્યારે અને અનિયમિત આહાર લેવાથી, ખોરાક ન પચવાથી, લીવર ખરાબ હોવાથી, વ્યસનથી, ખરાબ લોહીથી અને વિટામિંસની અછત હોવાથી થાય છે. આના માટે કેટલાક આયુર્વેદિક ઉપાયો કરવા જોઇએ. આના માટે નિમક અસરકારક છે. તેમા એંટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે બેક્ટેરિયાને વધવા દેતો નથી. આના ઉપયોગ સોજો, દુખાવો અને લોહી નિકળતુ બંધ થાય છે.

આને પાણીમા નાખીને એક દિવસમા ત્રણ થી ચાર વાર કોગળા કરવા જોઇએ. હળદરનો ઉપયોગ પણ કરી શકો છો. તમારે તેનાથી દાંત ઘસવા જોઇએ. આમ આનો ઉપયોગ એક સપ્તાહ સુધી કરવાથી આ સમસ્યા દુર થાય છે. વડના પાન ખુબ જ ગુણકારી હોય છે. આના ઘણા ફાયદાઓ આપણા શરીરને થાય છે.

આ પાનને ચાવવા જોઇએ અને આને આખા મોંમા ફેરવવા જોઇએ. આમ કરીને પાણીથી કોગળા કરવા જોઇએ. આમ કરવાથી ફાયદો થાય છે. લીમડો પણ આયુર્વેદિક વનસ્પતિ છે. આ અનેક રોગોને દુર કરે છે. આનો રસ કાઢીને તેને દાંત અને પેઢા પર લગાવો જોઇએ. દસ મિનિટ રાખ્યાબાદ ગરમ પાણીથી કોગળા કરવા જોઇએ. એક દિવસમા આમ બે વાર કરવુ જોઇએ.

લીંબુ પણ આ સમસ્યા માટે ખુબ જ અસરકારક છે. આમા એંટીબેક્ટેરિયલ અને એંટીફ્લેમેંટરી જેવા ગુણો ખુબ વધારે પ્રમાણમા હોય છે. તેથી આ ચેપને વધતો અટકાવે છે. ડુંગળીને શેકીને દાંતની નીચે દબાવી રાખવી જોઇએ. આને દસ થી બાર મિનિટ સુધી રાખવી. આમાથી લાળ ઉત્પન્ન થાય છે. આને દિવસમા ત્રણથી ચાર વાર કરવુ જોઇએ. આમ બે અઠવાડીયા સુધી કરવુ જોઇએ. આમ કરવાથી આ સમસ્યા દુર થાય છે.

ફટકડી, કોલસો, બાવળના લાકડા અને હળદર ભેળવીને પાવડર બનાવી લેવો જોઇએ. આનાથી બ્રશ કરવુ જોઇએ. આમા લવિંગનુ તેલ પણ ઉમેરી શકો છો. આને દાંતની વચ્ચે રહેલ જગ્યામા ભરી દેવુ જોઇએ. લવિંગના તેલથી દાતણ કરવુ જોઇએ. આ ચેપને દુર કરે છે. આ તેલને દબાવીને લગાવવુ જોઇએ. આ તેલથી મસાજ કરવી જોઇએ. એરંડીયુ, મધ નએ કપુર મિકસ કરીને લેપ બનાવવો જોઇએ. આને ખાવાથી દાંત મજબુત બને છે.

લસણ બેક્ટેરિયાને મારે છે. આનો રસ ચેપને દુર કરે છે. દાંતમા દુખાવો થતો હોય તો આનો ઉપઓગ કરવો જોઇએ. લસણને પીસીને તેનો રસ કાઢવો જોઇએ. જ્યા ચેપ હોય તે જગ્યા પર આને લગાવો જોઇએ. જીરુ, શિન્ધાલુ, હરડે, તજ અને સોપારીને એક વાસણમા બાળીને તેનો પાવડર બનાવવો જોઇએ. આનાથી દાતણ કરવુ જોઇએ. આમ આ સમસ્યા માતે આ ખુબ જ અસરકારક ઇલાજ સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *