જો તમે પણ કરી રહ્યા છો નવા ઘરમા ગૃહપ્રવેશ, તો અવશ્ય જાણી લેજો આ વીસ બાબતો વિશે, નહીતર…

Spread the love

આપણે નવું ઘર ખરીદ્યું હોય. કેટલાક લોકો ભાડાના મકાનમાં રહેવા જતાં હોય ત્યારે તે લોકોની નવી ઈચ્છાઓ અને ખુશી તે લોકોમાં જોવા મળે છે. તે આપના માટે શુભ રહે તે માટે કેટલાક ઉપાય કરવા જોઈએ. તેથી ઘરમાં ક્યારેય કોઈ મુશ્કેલીઓ અને દુખ આવશે નહીં. જીવનમાં તમે ખૂબ પ્રગતિશીલ અને સુખમય બની શકો છો.

કેટલીક મહત્વની બાબતો છે તેને તમારે નવા મકાનમાં પ્રવેશતી વખતે યાદ રાખવું જોઈએ

નવું અથવા ભાડાનું મકાન ખરીદતી વખતે ગ્રહ પ્રવેશની તિથી અને દિવસ નક્ષત્ર મુજબ નક્કી કરવામાં આવે છે. ત્યારે શુભ નક્ષત્રને ધ્યાનમાં રાખવું જોઈએ. બ્રાહ્મણને બોલાવીને મંત્રોનો જાપ અને ભગવાનની પૂજા કરવી જોઈએ. કેટલાક શુભ દિવસે ઘરમાં પ્રવેશ કરવા માટેનો ખૂબ સારો સમય ગણાય છે. અષાઢ, શ્રાવણ, પોષ એ મહિનાઓને શુભ કહેવામા આવતા નથી.

કેટલાક વારના દિવસે ઘરમાં પ્રવેશ કરવાનું શુભ માનવામાં આવતા નથી. મંગળવાર, રવિવાર, શનિવાર જેવા દિવસોએ જ્વું જોઈએ નહીં. કેટલીક તિથીને સારી માનવામાં આવે છે. નાળિયેર, ઘીનો દીવો, ફૂલ, કંકુ, ચોખા, ગુલાલ, અબીલ, કેરીના પાન, હળદર, ગોળ, ચોખા, દૂધ જેવી વસ્તુઓ પૂજા કરવા માટે લેવી જોઈએ.

કળશ લઈને ઘરમા પ્રવેશવું જોઈએ. ઘરમાં રંગોળી અને ફૂલથી સુશોભન કરવું જોઈએ. કળશમાં કેરીનાં પાન મૂકીને તેમની વચ્ચે શ્રીફળ મૂકવું જોઈએ. તેમાં કંકુ નાખવું જોઈએ. ત્યારે ઘરમાં જતી વખતે બંને નવદંપતીએ તે બધુ લઈને ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. ગણેશદાદાની સ્થાપના કરવી જોઈએ.ભગવાનની આરતી અને માંગલિક ગીત સાથે વગાડવા જોઈએ.

પુરુષે તેમનો જમણો પગ અને મહિલાએ તેમનો ડાબો પગ મૂકીને અંદર જ્વું જોઈએ. ગણેશની સ્થાપના યોગ્ય દિશામાં કરવી જોઈએ. રસોડાની પૂજા તેમની સાથે કરવી જોઈએ. પાણીનો ટાંકો હોય તે જ્ગ્યાયાએ દીવો કરવો જોઈએ. તેમની પૂજા કરવી જોઈએ. તે દિવસે ગોળ અને લીલા શાકભાજી ઘરમાં રાખવા જોઈએ.

રસોડામાં પહેલા ગેસ પર દૂધ મૂકવું જોઈએ. તેને ગરમ કરવું જોઈએ. તેના પર કોઈ મીઠાઇ બનાવીને ભગવાનને તેમનો પ્રસાદ ધરવો જોઈએ. ગાય અને કુતરાનું ભોજન પહેલા કાઢી લેવું જોઈએ. ગરીબ લોકોને ભૂખ્યાને ભોજન અને દાન આપવું જોઈએ. તેનાથી તમારા પરિવારમાં સુખ અને શાંતી રહે છે. દરેક મુશ્કેલીઓ દૂર થાય છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *