જો તમે પણ કરી રહ્યા છો આ વસ્તુનુ સેવન તો થઇ જજો સાવધાન, તેના નિયમિત સેવનથી થઇ શકે છે ગેસ, અપચો અને પેટને લગતી અન્ય સમસ્યાઓ

Spread the love

આજના મોંઘવારીના યુગમાં બધા લોકોએ કામ કરવું જોઈએ. તેથી ઘરની સુખ સગવડ મેળવી શકાય છે. સ્ત્રી- પુરુષ બધાને નોકરી કરવા માટે બહાર જવાનું હોય છે. તેથી ઘણી વાર સ્ત્રીઓને સવારમાં નાસ્તો બનાવવાનો સમય હોતો નથી. તેથી સાંજના સમયે તે કણક ભેળવીને ફ્રીઝમાં મૂકી રાખે છે. તેની બીજા દિવસે રોટલી બનાવીને ખાવી એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

ફ્રીઝ આવ્યા નહોતા ત્યારે પહેલાના લોકો શાકભાજી દરરોજ લઈને તાજું શાકભાજી ખાતા. પરંતુ અત્યારના લોકો પાસે એવો સમય નથી. તે દરરોજ શાકભાજી લેવા જઇ શકે. તેથી તે લોકો થોડા દિવસનું શાકભાજી એકસાથે લઈને ફ્રીઝમાં રાખી દે છે. વધેલા ખોરાકને પણ તે લોકો ફ્રીઝમાં મૂકે છે. તે લોકો એવું વિચારે છે કે તેમાં મૂકેલું શાકભાજી અને ખોરાક ખરાબ થતાં નથી. બીજા કેટલીક ખાવાની વસ્તુઑ ફ્રીઝમાં રાખે છે.

કેટલીક સ્ત્રીઓ લોટ બાંધીને ફ્રીઝમાં રાખે છે અને તેની પર ભીનું કપડું મૂકે છે. તેનાથી લોટમાં આથો આવી જાય છે. તેથી તેમાં રહેલા બેક્ટેરિયા બહાર આવે છે. તેમાં કેટલાક નુકસાનકારક રસાયણો ઉત્પન્ન થાય છે. તે શરીરના સ્વાસ્થ્યને હાનિ પહોચાડે છે. ફ્રીઝમાં મુકેલ લોટની રોટલી ખાવાથી શરીરને નુકસાન થાય છે. તેનાથી પેટની તકલીફ થાય છે. ઘઉં પચવામાં થોડો સમય લાગે છે. કબજિયાત થતાં દર્દીને રોટલી ન ખાવી જોઈએ.

વાસી લોટની રોટલી ખાવાથી પેટમાં દુખાવો થાય છે. તાજો લોટ બાંધીને તેની રોટલી બનાવીને ખાવી જોઈએ. લોટને બાંધીને થોડા સમયમાં જ રોટલી કરવી જોઈએ. તેમાં થોડા સમયમાં જ કેટલાક રસાયણિક તત્વો બહાર આવવા લાગે છે. આપણાં શાસ્ત્રોમાં કહેવામા આવ્યું છે કે વાસી લોટ એ પિંડ સમાન છે. તેનાથી ઘરમાં ખરાબ વાતાવરણ રહે છે.

વાસી લોટ એ ભૂતનો ખોરાક કહી શકાય છે. વાસી ખોરાક ખાવાથી તમારા ઘરમાં ભૂતનું આગમન થાય છે. તેવા પરિવારના લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. તબિયત હંમેશા બગડતી જાય છે. તેથી આ વાસી લોટનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. તેની રોટલી ન બનાવવી જોઈએ. તેને બાંધી લીધા પછી થોડા સમયમાં જ રોટલી બનાવી લેવી જોઈએ. થોડી કલાક પછી તેમાં રસાયણિક તત્વ ઉત્પન્ન થાય છે. તે શરીરને નુકસાન કરે છે.

તેની રોટલી ખાવાથી શરીરમાં અનેક રોગ ઉત્પન્ન થાય છે. પેટની અનેક બીમારીઑ, ગેસ, એસીડીટિ, કબજિયાત જેવી અનેક સમસ્યાઑ થાય છે. તેથી ફ્રીઝમાં રાખેલા લોટની રોટલી ક્યારેય ખાવી ન જોઈએ. જ્યારે રોટલી બનાવવી હોય ત્યારે જ લોટ બાંધવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *