જો તમારા શરીરમા પણ જામી ગયુ છે વધારે પડતુ એસિડ, તો અચુક અજમાવો આ ઉપાય, તુરંત મળશે રાહત, એકવાર જરૂરથી જાણો તેના ઉપયોગની રીત…

Spread the love

શરીરના સ્નાયુમાં કેટલાક લોકોને ખૂબ બળતરા થાય છે. તેનું મુખ્ય કારણ યુરિક એસિડ શરીરમાં વધતું જતું હોય છે. તેથી શરીરના તમામ ભાગોમાં દુખાવો થાય છે. સાંધાના દુખાવા જેવી અનેક સમસ્યાઓ થાય છે. તેનાથી પાચનક્રિયા પર તેમની અસર પડે છે. તે એસિડ લોહીમાં ઓગળવા લાગે છે. તે કિડનીમાં પહોચીને પેશાબ સ્વરૂપે બહાર નીકળે છે. તે શરીરમાં પ્રવેશવાનું શરૂ કરે ત્યારે તેમનું યોગ્ય ફિલ્ટર થતું નથી. તેનાથી અનેક બીમારીઑ થાય છે.

ખાટા સૂપ પીવા જોઈએ:

ખાટા સૂપ પીવાથી શરીરનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે. તેમાં કાર્બોહાઈડ્રેડ, આયર્ન અને વિટામિન બી ખૂબ પ્રમાણમા રહેલા હોય છે. તેનાથી પેટનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે. કિડનીની કોઈ સમસ્યા દૂર કરવા માતે તે ખૂબ ઉપયોગી છે. યુરીક એસિડનું સ્તર શરીરમાં વધી જાય ત્યારે તેનો ઉપયોગ કરવામા આવે તો ખૂબ ફાયદો થાય છે.

ગોખરુ :

શરીરમાં રહેલા યુરિક એસિડનું પ્રમાણ વધતું હોય તેને દૂર કરવા માટે ગોખરુનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેને પાણીમાં પલાળીને તેને બીજા દિવસે ઉકાળો કરીને પીવાથી શરીરમાં ખૂબ ફાયદો થાય છે. તે શરીરમાં એસિડના પ્રમાણને નિયંત્રિત રાખે છે.

મેથી:

હળદર, આદુ અને મેથીને નિયમીત ખાવાથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ ઘટી શકે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરમાં કોઈ સમસ્યા ઉદભવતી નથી. તેને પલાળીને બીજા દિવસે તેને ખાવું જોઈએ. તેથી શરીરમાં વધારે ગુણકારી સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *