જો તમારા વાળ પણ સફેદ થવા લાગ્યા હોય તો એકવાર અજમાવી જુઓ આ કારગર ઉપાય, વાળ થઇ જશે કાળા તેમજ સિલ્કી, જાણો આ ઉપાય…

Spread the love

ઉમર સાથે આપના વાળ સફેદ થાય તે કુદરતી પ્રક્રિયા છે. વાળ સફેદ થવાનું કારણ ઘણા બધા હોય શકે છે. જેમાં આપની ઉમર વધે તેમાં મેલાનીનનું ઉત્પાદન ઘરે છે. જે વાળને કલર કરે છે. તેથી જેમ આપની ઉમરમાં વધારો થાય છે તેમ આપના વાળ સફેદ થાય છે. ઉમર સાથે વાળ સફેદ થવા તે એક સમસ્યા છે. હોર્મોનલ અને પર્યાવરણીય સમસ્યાઓને લીધે નાની ઉમરે જ વાળ સફેદ થવાની સમસ્યા વધી જાય છે.

વાળ સફેદ થવા માટે કોઈ એક ખાસ કારણ નથી હોતું પરંતુ એવી બાબતો છે જે ઘણી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. આમાં હાયપોથાઈરોઈસિઝમ, પ્રોટીનની ઉણપ, ખનીજની કમી, વિટામિનની કમી, પાંડુરોગ, તણાવ અને કોઈ પણ દવાનું વધારે પડતું સેવન કરવાથી આ સમસ્યા થઈ શકે છે. જ્યારે વાળ નાની ઉમરે વાળ સફેદ થાય ત્યારે તમારે કલર કરવાની જરૂર પડે છે.

આયુર્વેદમાં વાળ ખરતા હોય તેને એલોપેસિયા અને વાળ કલર કરવા માટે પેલેસ્ટિયા તરીકે ઓળખવામાં આવે છે. જેનો મતલબ પિત્ત દોષ અસંતુલન થાય છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે પિત્ત શરીરના તાપમાનને જાળવવામાં મદદ કરે છે. તેનાથી ભૂખને નિયંત્રણમાં રાખે છે. તેમાં અસંતુલન હોવાથી સફેદ વાળની સમસ્યા અને આંખને લગતી તકલીફ જેવી સમસ્યા થાય છે.

કોપર યુક્ત આહાર :

તમારા ખોરાકમાં તાંબાના અભાવને લીધે ક્યારેય વાળ સફેદ થાય છે. આયુર્વેદ પ્રમાણે કોપર વ્ધરાએ હોય તેવો આહાર લેવાથી આ સમસ્યા થતી નથી. શરીરમાં મેળાનીનની રચનામાં તાંબું મહત્વનો ભાગ ભજવે છે. ત્વચાના કલર સિવાત વાળના કલર માટે પણ આ જરૂરી છે. કોપર વધારે હોય તેવા ખોરાક જેમ કે, મશરૂમ, કાજુ, તલ, બદામ, દાળ, ચિયાના, એવાકાડો, કિસમિસ, આખા અનાજ, કઠોળ, સોયાબીન, લીલા પાન વાળા શાકભાજી, માંસ વગેરે જેવો ખોરાક લેવો જોઈએ.

ભૃંગરાજ ફાયદાકારક છે :

આ વાળના વિકાસ માટે ખૂબ મદદ કરે છે. તેનાથી વાળ કાળા, સિલકી અને મુલાયમ બને છે. તે વાળને સફેદ થવાથી અટકાવે છે. તે મગજને પણ શાંત રાખે છે. આનાથી માથામાં મસાજ કરવાથી ઊંઘ પણ સારી આવે છે.

આમળા પાઉડર અને નાળિયેલ તેલ :

એક વાસણમાં બે ચમચી આમળાનો પાઉડર અને ત્રણ ચમચી નાળિયેલ તેલ લેવું અને તેને ઓગાળવા માટે તેને ગરમ કરો. તે ઠંડુ થાય ત્યારે આના મૂળમાં લગાવીને તેની મસાજ કરો. તેને તમારે વાળમાં રાતે લગાવવું અને સવારે વાળને ધોઈ લેવા જોઈએ. આને સપ્તાહમાં બે કે ત્રણ વાર કરવાથી લાભ થાય છે.

સરસવનું તેલ અને એરંડિયાનું તેલ :

એક ચમચી એરંડિયાનું તેલ અને બે ચમચી સરસવનું તેલ ભેળવીને થોડી વાર ગરમ કરીને તેને માથામાં મસાજ કરવાથી તમને લાભ થાય છે. એરંડાના તેલમાં પ્રોટીન વધારે હોવાથી તે વાળને તૂટવા દેતા નથી. સરસવનું તેલમાં ઝીંક, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને સેલેનિયમ મુલાયમ બનાવે છે. તેમાં રહેલ પોષણ વાળને મળવાથી તે કાળા બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *