જો તમારા શરીરમા પણ જોવા મળે છે આવા લક્ષણો તો હોય શકે છે વિટામીનની ઉણપ, તો તુરંત અજમાવો આ અસરકારક ઉપાય…

Spread the love

આપણા શરીરમાં વિટામિન ખૂબ જરૂરી છે. તેમાં વિટામિન એ, બી, સી જેવા અનેક વિટામિન શરીરમાં પૂરતા પ્રમાણમા હોવા જરૂરી છે. વિટામિન બી-૧૨  આપણા શરીરમાં હોવું જોઈએ. તે નસ અને લોહીની નળીઓને સ્વસ્થ રાખવા માટે ખૂબ જરૂરી છે. તે શરીરમાં નળીઓ દ્વારા ઑક્સીજન પૂરું પાડવાનું કામ કરે છે.

વિટામિન બી -૧૨ ની ખામી શરીરમાં હોય ત્યારે કેટલીક બીમારીઓ થાય છે. તેનાથી શરીરમાં ક્યારેક ખૂબ વધારે ઠંડી લાગે ક્યારેક અચાનક ગરમી થવા લાગે છે. ગરમી થવાને કારણે બળતરા હાથ અને પગમાં બળતરા થાય છે. સાંધાના દુખાવા, શ્વાસ ચડવો જેવી અનેક સમસ્યાઓ થવા લાગે છે. ત્યારે તે વિટામિન શરીરમાં પૂરતા પ્રમાણમા હોતું નથી એવું સમજવું જોઈએ.

હાથ-પગમાં બળતરા થવી એ વિટામિન બી-૧૨ ની ઉણપ કહી શકાય છે. કેટલાક લોકોની યાદશક્તિ ઓછી થતી જાય છે. તે લોકોને આ સમસ્યા હોય છે. શરીરનો કલર પીળો થવો જેવી અનેક સમસ્યાઓ આ વિટામિનની કમી હોય ત્યારે થાય છે. તેનાથી શરીરની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે.

કેટલાક દૂધ ન પિતા હોય તે લોકોને આ વિટામિન શરીરમાં મળતું નથી. તેથી મેટબોલીઝ્મનું પ્રમાણ ઘટી જાય છે. તેથી શરીરના તંતુઑ કામ કરતાં નથી. ઘણી વાર એક જ્ગ્યાએ બેસી રહેવાથી હાથ કે પગમાં ખાલી ચડે છે. તે લોકોના શરીરમાં વિટામિન બી -૧૨ ઘટતું હોય છે.

ક્યારેક જીભમાં ચીરા પડી જાય છે. તેથી બરાબર જમાતુ નથી.તે લોકોને વિટામિન બી-૧૨ શરીરમાં પૂરતી રીતે હોતું નથી. જે લોકો દરરોજ દૂધ પીવે છે તે લોકોને આ સમસ્યા થતી નથી. વધારે પ્રમાણમા આ વિટામિન ઘટી જાય તો તેની યોગ્ય સારવાર કરાવવી પડે છે. તેના ઈંજેકશન આપવા જરૂરી થઈ જાય છે. કેટલીક નોન વેજ વસ્તુમાથી તે ખૂબ મોટા પ્રમાણમા મળી આવે છે.

દહી શરીર માટે ખૂબ જરૂરી છે. તેમાં કેટલાક વિટામિન રહેલા હોય છે. સવારના નાસ્તામાં ઓટમિલનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં પૂરતું પોષણ મળી રહે છે. તેમાં વિટામિન બી-૧૨ ખૂબ પ્રમાણમા જોવા મળે છે. સોયાબીન, સોયા પનીર જેવી અનેક સોયાની વસ્તુઓમાથી તે ખૂબ પ્રમાણમા મળી આવે છે.

ચીઝ, પનીર, જેવી વસ્તુઓમા તે ખૂબ મોટા પ્રમાણમા હોય છે. ચીઝ તો બજારમા અનેક પ્રકારનું મળી આવે છે. લીલા શાકભાજી, ફળ ખાવા જોઈએ. તેમાં તે વિટામિન રહેલું હોય છે. તેનાથી શરીરમાં તેની કમી ઉદભવતી નથી. ખજૂર શરીર માટે ખૂબ જરૂરી છે. તેને દૂધમાં પલાળીને પીવાથી વિટામિન બી-૧૨ શરીરમાં મળી આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *