જો તમારા પેટમા પણ થાય છે વારંવાર ગેસ અને અપચો તો આજે જ શરુ કરી દો આ ઘરગથ્થુ ગોળીનુ સેવન, જાણીલો તેને ઘરે બનાવવાની રીત…

Spread the love

કેટલાક લોકોને ભૂખ ન લાગે જમવાની ઈચ્છા ન થાય તે બધા અરુચિના લક્ષણો કહી શકાય છે. તાવ આવવાને કારણે તેવી સમસ્યાઓ થાય છે. કોઈ ભયથી કે ગુસ્સાથી આવી સમસ્યાઓ થાય છે. તેનાથી શરીરમાં નબળાઈ આવી શકે છે. શરીરમાં લોહીનું પ્રમાણ ઘટતું જાય છે. વાયુ પેટમાં થવાની સંભાવના રહે છે. ઓડકાર આવવા, પિત, કફ, મો ચીકણું થવું જેવી અનેક બીમારીઓ થાય તે તેમના લક્ષણો છે.

ખાટા ઓડકાર આવે ક્યારેક તીખા ઓડકાર આવે તે અરુચિના લક્ષણો કહી શકાય છે. મનમાં ગુસ્સો આવવાથી પિત જેવી સમસ્યાઓ વધે છે. કેટલીક ન ગમતી વસ્તુઓ પર વધારે ક્રોધ આવે છે. પાણીમાં આમલી પલાળીને તેમાં થોડી સાકર નાખવી તેને બીજા દિવસે ગાળીને તેમાં એલચી, લવિંગ, મરીનો પાવડર તેમાં નાખીને તેને પીવું જોઈએ. તેનાથી તે સમસ્યા દૂર થાય છે.

ભોજન સમયે આદુના ટુકડાને મીઠામાં નાખીને ખાવા જોઈએ. હિંગ, જીરું, રાઈ, સૂંઠને શેકીને તેનો પાવડર બનાવીને પાણી સાથે પીવું જોઈએ. તેનાથી શરીરમાં ભૂખ લાગે છે. તેને છાશ સાથે પણ પી શકાય છે. મરી, જીરૂ, સૂંઠ, ફૂદીનો, સંચળ, હિંગ તેને મિક્સ કરીને મિકચરમાં પીસીને તેમાં લીંબુનો રસ નાખીને તેની નાની નાની ગોળી વાળવી જોઈએ. તેને સૂકવી દેવી જોઈએ. તેનો નિયમિત ઉપયોગ પાણી સાથે કરવાથી અરુચિ જેવી સમસ્યાઓ દૂર થાય છે.

લીંબુ અને નારંગીનું શરબત બનાવીને પીવું જોઈએ. તેનાથી અરુચિની બીમારી દૂર થાય છે. તજ, ધાણા, એલચી, લવિંગ, હળદર, અજમો, આમલીને મિક્સ કરીને તેનું ચૂર્ણને પીવું જોઈએ. લીંબુના ફાડા પર સૂંઠ અને મરી નાખીને તેને ચૂસવાથી આ સમસ્યામાથી છુટકારો મળી શકે છે. દાડમના દાણા, મીઠું, સાકર, મરી, જીરું જેવી વસ્તુઑ નાખીને તેને મિકચરમાં પીસીને તે નિયમિત લેવું જોઈએ. તેને જમવા સમયે ખાવી જોઈએ.

દ્રાક્ષ, જીરું, વરિયાળી, કોકમ, સિંધવ નમક, દાડમના દાણા તે બધુ મિક્સ કરીને તેની ચટણી બનાવીને ખાવી જોઈએ. તેનાથી અરુચિ દૂર થાય છે. લસણની કળીને ઘીમાં તળીને તેને ખાવી જોઈએ. નગરમોથનું ચૂર્ણ અને એલચી તે સમસ્યા માટે ખૂબ લાભદાયક છે. કેટલાક લોકોને અમુક ખોરાક ન ભાવતો હોય તે ન ખાવો જોઈએ. બીજોરાની કળીઑને શેકીને તેમાં મીઠું નાખીને ખાવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *