જો તમારા માતા-પિતા કે વડીલો સાંધાના દુખાવાથી પરેશાન હોય તો જરૂર અજમાવો આ કુદરતી ઉપાય

Spread the love

યોગ દ્વારા દુર કરો તમામ રોગ

મનુષ્ય ને ચિકનગુનિયા નામ ના રોગે થોડા સમય ખુબ જ પજવ્યા હતા. જેના કારણે લોકો ના સાંધા જકડાઈ જતા. પરંતુ ધીમે-ધીમે આ રોગ થી છુટકારો મળ્યો. અત્યારે પણ થોડા ખટાશયુક્ત પદાર્થ ના સેવન માત્ર થી સાંધા ના દુખાવા જોવા મળે છે. આવા પદાર્થ ને કારણે લોકો ના હાથ પગ સોજી જાય છે.

ધીમે-ધીમે મનુષ્ય ની રહેણી કરણી પર તેની અસર વર્તાઈ. મનુષ્ય ના શરીર મા રક્ત ની સાથે બનતા એક એસિડ ને કારણે શરીર ના ભાગ પર સોજા આવી જાય છે.

શુ છે કુદરતી ઉપાય:

પેટ ની કબજીયાત ને ત્રીફળા ચૂર્ણ ની મદદ થી દુર કરો. તેનો ઉપયોગ નવશેકા ગરમ પાણી સાથે રાત્રે કરવો. બાથટબ મા ત્રીસ મિનિટ સુધી દર્દી ને મેગ્નેશિયા મીઠુ તેમજ સાદા મીઠા ના પાણી થી સ્નાન કરાવવુ તેમજ મસાજ આપવી. દર્દી ના માથે ઠંડા પાણી નુ કપડુ મુકવુ.

આમ દર્દી ને સ્નાન કરાવ્યા બાદ બહાર લાવી તેને યોગ તેમજ હલકી કસરત કરાવવી અને ત્યારબાદ જ સુવા દેવો. જો બાથટબ ન હોય તો દર્દી ને નવશેકા પાણી એ સ્નાન કરાવવું તેમજ તેને અડધી કલાક સુધી તડકે બેસાડવો અને અગાઉ થી તૈયાર કરેલ નારિયલ તેલ થી માલીશ કરવી. આ નારિયલ તેલ ને અગાઉ ૨૨ થી ૨૫ દિવસ સુધી તડકે રાખી મુકવુ.

યોગ નો કરવો પ્રયોગ:

રોજ ના અડધી કલાક ના યોગાભ્યાસ થી શરીર એકદમ ચુસ્ત રહે છે. અલગ-અલગ પ્રકાર ના યોગાસન જેવા કે સૂર્ય નમસ્કાર,કટિ ચક્રાસન,વજ્રાસન,મકરાસન અને પવનમુક્તાસન ના અભ્યાસ થી સોજી ગયેલ હાથ પગ મા રાહત અનુભવાય છે. તેમજ સાંધા ના દુખાવા દુર થાય છે. કાંડા તેમજ ખભા જેવા અવયવો ને થોડિ-થોડિ વાર માલિશ તથા શેક કરવા થી તે દર્દ દુર થાય છે.

પ્રયોગ કરો આહાર ચિકિત્સા નો:

બધા જ રોગ નુ કારણ મનુષ્ય નો ખોરાક છે. જો સમતોલ આહાર લેવા મા ન આવે તો કોઈ દવા પણ કામ મા આવતી નથી. વિટામીન યુક્ત ભોજન લેવાથી તમામ બિમારી દુર રહે છે. ફળો તેમજ શાકભાજી ના રસ નુ સેવન થી આ રોગ મા રાહત રહે છે. આ રોગ મા આદુ અને લસણ નો પ્રયોગ વધુ હિતાવહ છે. તેની સાથે મધ નો ઉપયોગ વધુ ગુણકારી સાબિત થાય છે.

યોગાસન કરવાથી રોગ મા વધરો થાય છે અને રોગ શરીર ની બહાર કાઢવા મા મદદ કરે છે. પરંતુ ઘબરાયા વગર થોડા વિરામ લઇ લેવો અને પાછો અભ્યાસ ચાલુ કરી દેવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *