જો તમારા ઘરના મંદિરમા હશે આ એક વિશેષ વસ્તુ, તો ક્યારેય પણ નહી થાય ઘરમા નાણાની અછત, હંમેશા બની રહેશે માતા લક્ષ્મીજી ની કૃપા

Spread the love

આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે હિન્દુ ધર્મમાં મંદિરનું મહત્વ વધારે જોવા મળે છે.જ્યારે આપણે પૂજા કરીએ ત્યારે તેમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિશે આ અહેવાલમાં જણાવામાં આવ્યું છે. દરરોજ પૂજા કરવામાં આવતી ચીજોને આપણે ત્યાં મૂકી રાખીએ છીએ.

એવું કહેવામાં આવે છે કે દરરોજ ઘરમાં પૂજા કરવાથી ઘરમાં ભગવાનના આશિર્વાદ મળે છે અને ધનના દેવી લક્ષ્મીજીની કૃપા થાય છે.મકાનથી માંડીને દરેક વસ્તુમાં ભગવાનની પૂજા પહેલા કરવામાં આવે છે.જેથી ઘરમાં સુખ શાંતિ અને સમૃધી આવે છે. જો તમે નાણાની સમસ્યાથી પરેશાન છો અને ઘણા સમયથી મહેનત કર્યા પછી પણ લક્ષ્મીના આશિર્વાદ પ્રાપ્ત થતા નથી.

તો આ બાબતને ધ્યાનમા રાખવાથી માતાના આશિર્વાદ પ્રાપ્ત થશે.પુરાણો અને શાસ્ત્રમાં તેના ઘણા ઉપાય દર્શાવ્યા છે.ધરમાં કઈ વસ્તુ રાખવી અને કઈ વસ્તુ ન રાખવી તેના વિશે અમે તમને સમજાવશુ.આજે અમે તમને ઘરના મંદિરમા કઈ વસ્તુ રાખવાથી તેને શુભ માનવામાં આવે છે અને આ વસ્તુ રાખવાથી તમે ખુબ પૈસાદાર બની શકો છો.તો ચાલો તે વસ્તુ વિશે જાણીએ.

કોઈ પણ ઘરમાં મંદિરનું એક અલગ સ્થાન રાખવામાં આવેલુ હોય છે.ભગવાનમાં માનતા વ્યક્તિને મંદિરમા પ્રવેશતા જ શાંતિનો અનુભવ થાય છે.ઘરમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરીએ ત્યારે તેની વાસ્તુ અને પરંપરાને માનવી જોઈએ.મોરપિચ્છ ભગવાન કૃષ્ણનું એક અંગ છે તેને ઘરમાં રાખવું એ શુભ મનવામાં આવે છે.

મોરને ઘરના મંદિરમાં રાખવાથી સકારાત્મક શક્તિનો પ્રવેશ થાય છે. આપણા ધર્મમાં ગંગા જળને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.આપણે ગંગા જળને મંદિરમા રાખવું જોઈએ.પૂર્ણિમા અને અગિયારસના દિવસે આખા ઘરમાં ગંગા જળ નો છટકાવ કરવો જોઈએ તે આખા ઘરને પવિત્ર કરે છે,અને નકારાત્મક શક્તિને દુર કરે છે

ભગવાન લક્ષ્મી અને કુબેરને ઘરની તિજોરીમાં મુકવામાં આવે છે અને તેને તેના રક્ષક તરીકે પૂજવામાં આવે છે.ઘરના મેન દરવાજા પર તેની પ્રતિમાને રાખવી શુભ માનવામાં આવે છે.મેન દરવાજા પર સ્વસ્તિક ચિન્હ પણ રાખવામાં આવે છે. આ વસ્તુ કરશો એટલે મા લક્ષ્મી ની કૃપા સદા તમારા પર રહેશે.મંદિરમાં કુબેર દેવની પ્રતિમા સ્થાપવી.

ઘરમાં પંચમુખી હનુમાનજીનો ફોટો રાખવાનું શુભ માનવામાં આવે છે.પુરાણો મુજબ આ મૂર્તિને ઘરની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં રાખી શકાય.હનુમાનજી જીવનમાં આવેલી મુશ્કેલીને દુર કરે છે તે આપણા પરિવારને તમામ સંકટથી બચાવે છે.તેથી હનુમાનજીને શુભ માનવામાં આવે છે.

ખાસ ધ્યાનમાં રાખો આ બાબતો :

સીડીની નીચે ક્યારેય મંદિર ન બનાવવું, અને બીમ નીચે પણ ક્યારેય પૂજા ન કરવી. વાસ્તુ શાસ્ત્ર મુજબ બીમ નીચે પૂજા કરવાથી એકાગ્રતા ઘટે છે.મંદિરના કે ઘરના કોઈ ખૂણે વાપરેલા વાસી ફૂલો ન રાખવા જોઈએ. આ ફૂલને સારી જગ્યાએ મૂકીને દબાવી આવો, નદીમાં અર્પિત કરીને પાણીમા પ્રદુષણ ન કરવું જોઈએ.

ઘરમાં મંદિર એ એક પવિત્ર જગ્યા છે.તે જગ્યાએ આપણે ભગવાનની પૂજા, અર્ચના કરીએ છીએ. તેનું સ્થાન શાંતિપૂર્ણ હોવું જોઈએ,જો મંદિરને વાસ્તુશાસ્ત્ર મુજબ રાખવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અથવા તો એક જુદા પૂજા સ્થળને પણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

મંદિરની જગ્યા સ્વસ્થ અને સારી હોવી જોઈએ.અને મંદિરને હમેશા સાફ રાખવું જોઈએ.તેની આજુબાજુ કચરો કે ધૂળ ન હોવી જોઈએ.એવું કહેવામાં આવે છે કે મંદિર લાકડાનું અથવા આરસનું બનાવેલું હોવું જોઈએ.જ્યાં મંદિર હોય ત્યાં લોકોએ પૂજા પાઠ કરવા જોઈએ.જો કોઈ ખાસ દિવસ હોય ત્યારે ઘરના બધા સભ્યોએ મળીને પૂજા કરવી જોઈએ.

મંદિરમાં બેસવાની અને પૂજા કરવાની જગ્યા રાખવી જોઈએ. મંદિરમાં શંખને રાખવું શુભ માનવામાં આવે છે.અને શંખના અવાજને કારણે ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દુર થાય છે અને આસપાસના વાતાવરણને ભક્તિમય બનાવે છે.ગરુવારે વિષ્ણુની પૂજા કરવાથી સારું ફળ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *