જો સ્ત્રીઓના આ અંગો પર હોય તલ, તો તેનો છે ખુબ જ વધુ મહત્વ, શું તમારે પણ છે આ અંગો પર તલ?

Spread the love

મનુષ્યના શરીર પર રહેલ બધા અવયવ અને તેના પર રહેલા કોઈ ખાસ પ્રકારના નિશાન સમુદ્રશાસ્ત્રમાં વિશેષ મહત્વ દર્શાવે છે. તેમાં પણ કોઈ સ્ત્રીના અંગો પર કોઈ ખાસ નિશાન કે તલ હોય તો તેનું ખાસ મહત્વ રહેલૂ છે. આજે આપણે મહિલાના અંગ પર રહેલા તલ વિષે માહિતી મેળવીએ.

આપના શરીરના કોઈ જગ્યાએ તીલ હોય તો તે કઈક દર્શાવે છે અને સમુદ્રશાસ્ત્રમા તેના વિષે ઘણુ મહત્વ રહેલુ છે. શરીરના અલગ અંગો પર રહેલા તીલનો અર્થ પણ અલગ થાય છે. આજે આપણે જાણીએ કે સ્ત્રીના ક્યા અંગ પર તીલ હોવાથી તેનો શુ મતલબ થાય છે તેના વિષે જાણીએ.

કપાળ પર તલ:

જે સ્ત્રીને કપાળ પર તીલ હોય તેનો આત્મવિશ્વાસ દેખાય આવે છે. જે સ્ત્રીને કપાળ પર તીલ હોય તે તેની સફળતાના રસ્તો જાતે જ બનાવી શકે છે તેમણે તેમના જીવનમા સફળતા માટે કોઇની જરૂર રહેતી નથી. તેમણે જીવનમા પ્રગતિ કરવા માટે કોઈ પરિવારનો સાથ લેવો પડતો નથી. તે જાતે જ તેને મહેનતથી તેનો દરજ્જો મેળવે છે.

ભમર પર તલ:

જો કોઈ મહિલાની આંખની ઉમર બંને ભમર વચ્ચે તલ હોય ત્યારે તેનો મતલબ એવો થાય છે કે તે સ્ત્રી ખૂબ ભાગ્યશાળી છે. તે મહિલાના કોઈ ધનવાન સાથે લગ્ન થશે. તે હમેશા એક રાનીને જેમ તેનું જીવન વ્યતીત કરશે. તેના હાથમાં ઘણું ધન આવશે. તે ખૂબ નસીબ વાળી સ્ત્રી હોય છે.

આંખના પુતલી પર તલ:

જે સ્ત્રીને આંખની જમીને કે ડાબી પૂતલી પર તીલ હોય તે સ્ત્રી સ્વભાવે ખૂબ શાંત હોય છે અને તે ખૂબ બુદ્ધિશાળી હોય છે. આવી સ્ત્રીની અંદર પૂરો વિશ્વાસ રહેલો હોય છે. આવી મહિલા પાસે ક્યારેય પણ પૈસાને લગતી કોઈ કમી રહેતી નથી. તે ધનિક સાથે લગ્ન કરશે. તે જે કામ કરશે તેમા તેને ખૂબ સફળતા મળશે. તે નોકરી કરે કે ધંધો ગમે તેમા તેને સારી સફળતા મળે છે.

જમણી અથવા ડાબી ભમર પર તલ:

જે મહિલાને જમણી અથવા ડાબી ભમર પર તીલ હોય તે સ્ત્રી તેના જીવનમા ખૂબ નામ અને ખૂબ પૈસા કમાય છે. તેની એક તકલીફ એ પણ છે કે તેનો સ્વભાવ ખૂબ ખર્ચાળ હોય છે. તે જેટલા પણ પૈસા કમાય છે તે બધા તે એક સાથે જ ખર્ચ કરી દે છે તે બચત કરવામા માનતી નથી તેથી તે જેટલું કમાય છે તેટલું ખર્ચ પણ કરી નાખે છે.

કાન પર તલ:

સ્ત્રી માટે કાન પર તીલ હોવાથી તેના માટે ખૂબ દુર્લભ ગણાય છે. જેને કાન પર તીલ હોય તે ખૂબ ભાગ્યશાળી ગણાય છે. તેવી સ્ત્રી ખૂબ સમજદાર છે અને તે કોઈ પણ મહત્વનો નિર્ણય તરત જ લઈ શકે છે. જે સ્ત્રીને બંને કાન પર તીલ રહેલા હોય તો તે તેનું પૂરું જીવન ખૂબ આરામથી વિતાવે છે. તેવી સ્ત્રી બીજા પર તેની અસર સરળતાથી છોડી શકે છે. ડાબા કાન પર જે સ્ત્રીને તીલ હોય તે તેના લગ્નજીવનમા ખૂબ સફળ થાય છે.

ગાલ પર તલ:

જે સ્ત્રીને ગાલ પર તીલ હોય ત્યારે તેને સુંદરતા ખૂબ વધારે છે અને તેની સાથે તેના નસીબમા પણ તે ખૂબ ભાગ્યશાળી હોય છે. આવી મહિલાઓને ઘણા લોકો પસંદ કરતાં હોય છે. આ સ્ત્રીઓ તેનુ કામ બીજા પાસે સરળતાથી કરાવી શકે છે. આવી સ્ત્રીઓમા એક ખામી રહેલી હોય છે તે બીજા વ્યક્તિ વિષે ખૂબ ગપસપ કરટી હોય છે.

હોઠ પર તલ:

જે સ્ત્રીને હોઠ પર તીલ હોય ત્યારે તે સુંદરતાનુ કેન્દ્ર બને છે. આવી સ્ત્રીને પુરુષો ખૂબ જ પસંદ કરતા હોય છે. જે સ્ત્રીના નીચેના હોઠ પર તીલ હોય તે મહિલા ખૂબ વધારે મહેનતુ હોય છે. તેમણે કરેલી મહેનતનુ તેમણે ચોક્કસ પરિણામ મળે છે. તે પણ તેમણે સારું પરિણામ જ મળે છે. તે તેમના પ્રયાસોથી સફળ થઈ શકે છે.

ગરદન પર તલ:

જે સ્ત્રીઓને ગાળા પર તીલ હોય તે મહિલા ખૂબ ધીરજ રાખવા વાળી હોય છે. તે તેના જીવનમા ધીમે ધીમે આગળ વધવાનુ પસંદ કરે છે. તે તેના માટે એક ચોક્કસ સ્થાન બનાવે છે. આવી સ્ત્રીઓને ખૂબ હોશિયાર માનવામા આવતી હોય છે. આવી મહિલાઓ તેનો જીવનસાથી પણ ખૂબ હોશિયાર પસંદ કરે છે.

ખભા પર તલ:

જે સ્ત્રીના ખભા પર તીલ હોય તે સ્ત્રીને તેના જીવનમા હેમશા માટે બધી સુખ સુવિધા મળે છે. આવી સ્ત્રીઓ ખૂબ મીઠી અને શાંત સ્વભાવ વાળી હોય છે. તે એવા જીવનસાથીને પસંદ કરે છે તે દેખાવે સારો લાગતો હોય અને તે બુદ્ધિશાળી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *