જો શરીરમા જોવા મળે આવા સાત બદલાવ તો સમજી લેવું કે તમારી રોગપ્રતિકારક શક્તિ પડી ગઈ છે નબળી, જાણો તેને મજબૂત બનાવવાની આ રીત…

Spread the love

અત્યારે ચાલતા આ મોસમના બદલાવથી વધુ ઠંડી અથવા વધુ ગરમી હોતી હોતી નથી. પરંતુ આ સમય દરમિયાન બન્ને રુતુ ભેગી થાય છે. એટલે બધા બિમારવ વધારે થાય છે. આમ આ સમયમા બધાની તબિયત ખુબ જ વધારે ખરાબ થાય છે. આમ જે લોકોની ઇમ્યુનિટિ ઓછી છે તે લોકોને બીમારીઓનુ વધારે જોખમ રહે છે.

અત્યારે ચાલતા કોરોના કાળમા તો રોગપ્રતિકારક શક્તિ વધારે હોવી જોઇએ. આમ બધા પોતાની ઇમ્યુનિટિ વધારવા માટે ખુબ જ વધારે કોશીશ કરતા રહે છે. અપરંતુ તમને ખબર હોવી જોઇએ કે ક્યા સમયે તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી છે. તેના લક્ષણો વિશેની મહીતી તમને હોવી જોઇએ. તો ચાલો જાણીએ તેના લક્ષણો વિશે.

નબળી રોગપ્રતિકારક શક્તિના લક્ષણો :

આમ આપણા શરીરમા જ્યારે ઇમ્યુનિટી ઓછી થાય છે ત્યારે આપણો તણાવ વધે છે, વરંવાર કોઇ પણ જાતનો ચેપ લાગવો, શરદી ખાસી થવી, થોડા થોડા સમયે થાક લાગવો, વાગ્યુ હોય તે જગ્યાને રુજાવામા વધારે સમય લાગવો, સાંધા અને હાડકાના દુખાવો થવો, કબજીયાત, ગેસ જેવી પેટની સમસ્યાઓ અને એસીડીટી થાય છે. આના માટે ડોક્ટરો કહે છે કે આના માટે ઔષધિઓ અને ફ્રુટ વધારે ખાવા જોઇએ. તો ચાલો આને મજબુત બનાવા માટે કઇ વસ્તુનુ સેવન કરવુ જોઇએ.

તુલસી પાન :

આ ખુબ જ વધારે ગુણકારી છે. આ તમારા આજુબાજુમા અવશ્ય હશે જ તેથી તમને આ સરળતાથી મળી જાય છે. ભારતીય આયુર્વેદમા આનો સમાવેશ કરવામા આવ્યો છે. આમા એંટી માક્રોબાઇલ અને એંટી ઓક્સીડંટ ખુબ વધારે પ્રમાણમા હોય છે. જ્યારે આપણને શરદી ખાસી ત્યારે આનો વધારે ઉપયોગ કરવો જોઇએ. આ આપણા શરીરમા ઇમ્યુનિટીના સેલ્સને મજબુત કરે છે. તેથી આપણને કોઇપણ જાતનો ચેપ લાગતો નથી. આ બેક્ટેરીયા અને વાયરસ સામે લડવાની શક્તિ ધરાવે છે.

આંમળા :

આપણા શરીરમા રહેલ વાત્ત ના કારણે આપણને સુકી ઉધરસ = આવે છે અને માથાના દર્દ જેવી સમસ્યાઓ થાય છે. તે સમયે આનુ વધારે પ્રમાણમા સેવન કરવુ જોઇએ. આમા વિટામિન-સી ખુબ વધારે પ્રમાણમા હોય છે. આ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખુબ જ સારુ છે. આનાથી ટી સેલ્સની કાર્ય ક્ષમતા વધે છે. એટલા માટે આનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

અશ્વગંધા :

એક અભ્યાસ મુજબ જાણવા મળ્યુ કે, આમા ઇન્યુનોલોજી તત્વ હોય છે. જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામા મદદ કરે છે. આનો ઉપયોગ પણ તમે કરી શકો છો. આની સાથે સાથે તમારે ગાજર, બ્રોકલી, પાલક, ઇંડા, દુધ, માછલી અને લીલા શાકભાજી વધારે પ્રમાણમા ખાવી જોઇએ. આ બધી વસ્તુ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

આદુ :

આદુ ભારતના દરેક રસોડામા મળી જ જાય છે. આમા એંટી ઇંફ્લેમેટરી જેવા ગુણો વધારે હોય છે. આનાથી આપણને શરદી અને ખાસીમા આરામ મળે છે. આનાથી આપણા શરીરમા રક્ત પરીભ્રમણ વધે છે. તેનાથી આપણા શરીરની ઇમ્યુનિટિ બુસ્ટ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *