જો લોકડાઉન ને નહી ખોલવામા આવે તો મે મહિના ના અંત સુધીમા ચાર કરોડ લોકો થઈ જશે મોબાઇલ થી દુર, જાણો શું છે કારણ

Spread the love

મિત્રો, આવનાર સમયમા જો લોકડાઉન સંબંધિત બંધનો દૂર કરવામા આવશે નહી તો મોબાઈલ પડતર પડી રહેવાના કારણે ખામીયુક્ત થવાથી અંદાજે ૪ કરોડ લોકો હેન્ડસેટ થી દૂર થઈ શકે છે. મોબાઇલ ઉદ્યોગ ની સંસ્થા ઇન્ડિયા સેલ્યુલર અને ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન દ્વારા શુક્રવાર ના રોજ એક અહેવાલમા આ બાબત અંગેનો દાવો કર્યો છે.

આઈ.સી.સી.એ. નો અંદાજ છે કે રિપેર શોપ અને સર્વિસ શોપ બંધ હોવાના કારણે હાલ ૨૫ મિલિયન કરતા પણ વધુ મોબાઈલ હેન્ડસેટ્સ વર્તમાન સમયમા કાર્યરત નથી. તમને જણાવી દઈએ કે સરકારે લોકડાઉન દરમિયાન માત્ર આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓને કાર્યરત રાખવાની મંજૂરી આપી છે. ટેલિકમ્યુનિકેશન્સ, ઇન્ટરનેટ, પ્રસારણ અને આઈ.ટી. સેવાઓ ચલાવવાની મંજૂરી છે પરંતુ, મોબાઇલ ઉપકરણ સંબંધિત સેવાઓ માટે હજુ છૂટછાટ આપી નથી.

છૂટક દુકાન તથા સેવા કેન્દ્રો ખોલવા માટે ની ઉઠી છે માંગ :

આઈ.સી.સી.એ. ના અધ્યક્ષ પંકજ મહિન્દ્રાએ જણાવ્યુ હતુ કે, તેમણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સરકારમા અનેક લોકોનો સંપર્ક સાધ્યો છે, જેથી તે મોબાઇલ ફોનને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓના ક્ષેત્રમા સમાવિષ્ટ કરી શકે. તેમણે જણાવ્યુ કે જો આ લોકડાઉન યથાવત રહેશે તો મે મહિનાના અંત સુધીમા ૪ કરોડ જેટલા મોબાઈલ હેન્ડસેટ ની થઈ શકે છે નુકશાની.

તેમણે જણાવ્યુ કે, દેશમા મોબાઇલ ફોન્સ નુ ઓનલાઇન વેચાણ ખુલવુ ખૂબ જ અગત્ય નુ છે જ્યારે છૂટક દુકાન અને સેવા કેન્દ્રો પણ તબક્કાવાર ખોલવા જોઈએ. કોરોના વાયરસને અટકાવવા માટે ૨૫ માર્ચથી ૩ મે સુધી સમગ્ર દેશ લોકડાઉન કરવામા આવ્યો છે અને માત્ર આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓનો જ પુરવઠો ચાલુ છે.

દર માસ ૦.૨૫ ટકા મોબાઇલ ફોન તૂટી જવા થી થાય છે નુકશાની :

ટેલિકોમ, ઇન્ટરનેટ, પ્રસારણ અને માહિતી તકનીક સેવાઓને મોબાઇલ ફોનના વેચાણ અંગે નહી પરંતુ, તેની સેવાઓ ચાલુ રાખવા અંગે મંજૂરી છે. આઈ.સી.સી. એ જણાવ્યુ હતુ કે દર માસે અંદાજિત ૨૫ મિલિયન જેટલા નવા મોબાઇલ નુ વેચાણ થાય છે. દેશમા હાલ ૮૫ કરોડ જેટલા લોકો પાસે મોબાઈલ ફોન ધરાવે છે.

એપલ, ફોક્સકોન અને શાઓમી જેવી મુખ્ય મોબાઈલ કંપનીઓએ આઈ.સી.સી.એ. ના સભ્યો છે. દર માસે અંદાજિત ૦.૨૫ ટકા મોબાઇલ ફોન તૂટી જાય છે. હાલ, ૮૫ કરોડ મોબાઇલ ફોન માલિકો ની માહિતી પર એવુ તારણ કાઢી શકાય કે, હાલમા અંદાજિત ૨૫ કરોડ લોકો પાસે મોબાઇલ ફોન નથી કારણ કે, બજારમા નવા ફોન ઉપલબ્ધ નથી અને જે તેમની પાસે છે તેનો ઉપયોગ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *