જો લાગે છે મોઢુ કડવુ અને દેખાય છે શરીરમા તાવની અસર તો જરાપણ ના લો ટેન્શન, આજે જ અજમાવો આ સામાન્ય ઉપચાર અને જુઓ ફરક…

Spread the love

બદલાતી ઋતુમાં દરેક લોકોમાં તાવ, શરદી, ઉધરસ ના લક્ષણો જોવા મળે છે. બે ઋતુનું મિલન થવા વાતાવરણ માં મોટો ફેરફાર થાય છે તેથી વાયરસ નું પ્રમાણ વધે છે અને લોકો વધુ માત્રામાં સંક્રમિત થાય છે. તાવ આવે ત્યારે સામાન્ય રીતે લોકોને ખોરાક ખાવાનું મન થતું નથી તેથી અશક્તિ આવી જાય છે. તેથી આવામાં શું ખાવું શું ન ખાવું તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ફ્રિજ નું પાણી ક્યારેય પીવું નહીં. ગરમ પાણી પીવાનું રાખવું. પાણી ઉકાળીને પીવાથી તેમ રહેલા બેક્ટેરિયા નાશ પામે છે. તેથી ઇન્ફેકશન વધવાની શક્યતા ઓછી થાય છે. તાવ આવ્યો હોય ત્યારે ખોરાક ઓછો કરવો. આ ઉપરાંત છાસ ન પીવી કે આથાવાળી કોઈ પણ વસ્તુ ખોરાકમાં ન લેવી.

ખોરાક સાવ બંધ ન કરવો પરંતુ હળવો ખોરાક લેવો. સવારમાં ખાખરા અને આદુવાળી ચા પી શકો છો. બપોરના સમયે દાળ-ભાત , મગ વગેરેનું સેવન કરી શકો છો. તેમજ સાંજના ભોજનમાં ખીચડી લેવી તેમજ સવાર-બપોર ની ચા માં આદુ, અરડુસી, અને તુલસીનો રસ તેમજ મધ ઉમેરી પી શકો છો. તાવ ખૂબ વધી ગયો હોય તો માથા પર મીઠાના પાણીના પોતા મૂકવા થી તાવ શરીર માંથી ખેંચાઇ જશે. તાવ દરમ્યાન ખોરાકમાં અરુચિ ઉત્પન થાય છે.

આ બધી વસ્તુઓ ૫-૬ દિવસ સુધી ચાલતી હોય છે. જો તેનાથી વધુ સમય આ સમસ્યા રહે તો તરતજ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. હાલના સમયમાં કોરોના મહામારી વધી રહી છે. તેથી ત્યારે આવા ઇન્ફેકશન ને નજર અંદાજ ન કરવું જોઈએ. તે કોરોના નું સંક્રમણ વધારી શકે છે.

આ બીમારી દરમિયાન તમે રેસાવાળા ફળ નું સેવન કરી શકો છો. મોસંબી, સફરજન, પપૈયું વગેરે ફાળો તાવમાં ખાવાથી શરીરમાં ઉર્જા મળે છે અને અશક્તિ આવતી નથી તેથી તમે રોગ સામે લડી શકો છો. તાવ આવ્યો હોય તો આરામ કરવો ખૂબ આવશ્યક છે. આ દરમિયાન કોઈ પણ ભારે કામ કરવું નહીં. અને આહાર લેવામાં ખાસ ધ્યાન રાખવું. દૂધ નો આહારમાં ઉપયોગ ન કરવો, તેમજ આથા વાળી વસ્તુ પણ ન ખાવી. માત્ર હળવો ખોરાક ખાવો જોઈએ. આ ઉપરાંત માનસિક તણાવમાં વધારો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *