જો કોઈ કારણોસર શરીર નો કોઈ ભાગ દાજ્યો હોય તો તુરંત અજમાવો આ ઘરગથ્થુ ઉપાય, ટૂંક સમય મા જ કાળા ડાઘ પડયા વગર મળશે રાહત…

Spread the love

જ્યારે આપણે દાઝીએ છીએ ત્યારે આપની ત્વચાને ઘણું નુકશાન થાય છે. તેના પર આપની ઘણી સારવાર કરવી પડે છે. જો તમારી ઉપરની ત્વચા પર જ દાઝેલું છે તો તમને થોડા દિવસ બળતરા થઈને સારું થઈ જશે તેનાથી થોડું વધારે દાઝેલા હોઈએ ત્યારે આપણને ત્વચા પર ફરફોલો ઉપડે છે. તેનાથી ઘણો દુખાવો થાય છે. તેમાં સારું થવામાં એક કે બે અઠવાડીયા પણ લાગે છે. ત્યારે દાઝેલાનું નિશાન પણ ત્વચા પર રહી જાય છે.

તેથી તમારે ઘરેલૂ ઉપાય કરવા જોઈએ તેનાથી તમને બળતરા, દુખાવો, ફરફોલો બનવા અને નિશાન બનાવથી પણ બચી શકાય છે. તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે દાઝી જાય ત્યારે તમારે સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખવું કે તેને ફરફોલો ન થવા દેવો. આ થવા લાગશે તો વધારે સમસ્યા થઈ શકે છે.

તમે બળી ગયા હોવ ત્યારે તે જગ્યા પર તમારે સૌથી પહેલા ઠંડુ પાણી રેડવું જોઈએ. બળતરા ઓછી થાય ત્યા સુધી એટલે કે અંદાજે ૨૦ થી ૨૫ મિનિટ માથે તમારે ઠંડા પાનમાં દાઝેલો ભાગ રાખવો જોઈએ. તે પછી કોઈ પણ એન્ટી એપ્ટિક ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. એક સ્વચ્છ કપડાને ઠંડા પાણીમાં બોડીને તેને દાઝેલા ભાગ પર રાખો તેને ૧૦ થી ૧૫ મિનિટ માટે રાખવાથી ઘણી રાહત મળે છે. તે કપડાને થોડી થોડી વારે ઠંડા પાણીમાં પલાળતા રહેવું જોઈએ. તેનાથી તમને ઘણી રાહત મળશે. તમારે ક્યારેય પણ બરફ ન લગાવો જોઈએ.

આ ઘા પર તમારે તુલસીનો રસ નારિયેળ તેલમાં ઉકલાઈને લગાવવાથી પણ બળતરામાં રાહત થાય છે. ફોલ્લા અને ઘાવ જલ્દીથી ભરાઈ જાય છે. ગરમ પાણી કે વરાળથી દાઝી જાવ ત્યારે તમારે ચોખાનો લોટ તે જગ્યા પર છાંટવો જોઈએ. તેનાથી આરામ મળશે. દાઝેલા ઘા પર તરત જ નારિયેળ તેલ અથવા બટેકું ઘસાવાથી પણ રાહત મળે છે. વડના પાનને ગાયના ઘીમાં વાટીને બળેલા ભાગ પર તેનો લેપ બનાવીને લગાવવાથી રાહત થાય છે.

આ જગ્યા પર ફોલ્લો થાય તે પહેલા કાચું બટેકું લેવું અને તેને પથ્થર પર લસોટીને લેપ બનાવીને લગાવવો. આનાથી બળતરા ઓછી થાય છે. ફોલ્લો પણ નથી થતાં. આને તમારે દિવસ દરમિયાન ત્રણથી ચાર વાર લગાવો. દાઝેલી જગ્યા પર તાંદળજાનો રસ લગાવવાથી પણ આરામ મળે છે.

બળી ગયેલા હોવ ત્યાં તમારે એલોવેરા જેલ પણ લગાવવું જોઈએ તેનાથી પણ તમને ઘણી ઠંડક મળશે. આમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ રહેલો હોય છે. તે તમને ઠંડક આપે છે. તેની સાથે ઘામાં લોહીનું સંચાર વધે છે. આના પાન માથી જેલ કાઢીને તેને લગાવવાથી આરામ મળે છે. છાણના લોટનું પાતળો લેપ બનાવીને તેને લગાવવું પણ સારું કહેવાય છે. દાઝેલા પર કેરોસીન લગાવવાથી પણ ઘણી શાંતિ મળે છે. તેનાથી રૂઝ જલ્દી આવે છે.

તમે સાવ સમસ્યા બળી ગયા હોવ ત્યારે મધ સૌથી ઉત્તમ ઉપચાર માનવમાં આવે છે. એલોવેરાની જેમ મધમાં પણ એન્ટિ ઇન્ફેલેમેટરી ગુણ હોય છે. તેમાં કુદરતી રીતે જ એન્ટી બેક્ટેરિયાળ અને એન્ટી ફંગલ ગુણ રહેલું હોય છે. દાઝ્યા ઉપર મધ લગાવથી બળતરા ઓછી થવા લાગે છે. તેના પર છાસ રેડવાથી અથવા ઠંડુ પાણી રેડવાથી પણ જલ્દી રાહત મળે છે.

આ ઘા પર ખૂબ પાકા કેળાને લગાવથી પણ આરામ મળે છે. આના પર તમે મેંદીના પાન વાટીને લગાવવાથી આરામ મળે છે. પિત્તળની થાળીમાં સરસોનું તેલ અને પાણીને લીમડાના પાન સાથે ભેળવીને લગાવવાથી રાહત મળે છે. જખમ, ઘા, ગુમડા, ચાંદા અને શીતળા જેમાં બૌ બળતરા થાય છે તેમાં ચોખાના બારીક લોટને લગાવતી રાહત મળે છે.

એક ચમચી દહીમાં ચપટી ભર હળદર સાથે ભેળવીને તેને લગાવથી અને તેને ૩૦ મિનિટ માટે ઠંડા પાણીથી ધોઈને તેને રોજે બે વાર લગાવથી દાઝેલાના ડાઘ નહીં રહે. આને તમારે દિવસમાં થોડી થોડી વારે નારિયેળ તેલ લગાવો તેનાથી પણ ડાઘ દૂર થઈ જાય છે. આનાથી એક સપ્તાહમાં જ જૂની ત્વચા પછી આવી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *