જો જમવાનું પાચન ન થતું હોય તો એકવાર જરૂરથી વાંચી લેજો આ લેખ, જરૂર થશે ફાયદો…

Spread the love

આપણે તાજો અને શુદ્ધ ખોરાક ખાવો જોઈએ. જમતા પહેલા કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. કેટલાક મસાલાવાળા અને ભારે ખોરાક ખાવાથી શરીરનું પાચનતંત્ર ખરાબ થાય છે. તેથી આપણને શરીરમાં કેટલીક બીમારીઓ ઉદભવે છે. પેટમાં દુખાવો, સોજો, પેટમાં બળતરા થવી, કોઈ ચેપી રોગ, કબજિયાત, એસિડિટી વગેરે જેવા રોગોની સમસ્યાઓ થાય છે. પાચન ક્રિયાને મજબૂત બનાવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય કરવા જોઈએ.

કચુંબર અથવા ફળો જમતા પહેલા ખાવા:

જમતા પહેલા થોડા સમય પહેલા કોઈ પણ ફળ અથવા લીલા શાકભાજીનું સલાડ ખાવું જોઈએ. તેથી આપણા શરીરની પાચનક્રિયા મજબૂત રહે છે. તેમાં વધારે પ્રમાણમા પ્રોટીન હોવાથી પાચન શક્તિમાં તે ખૂબ ઉપયોગી બને છે. પેટની કેટલીક સમસ્યાઑ જેવી કે કબજિયાત, એસિડિટી, પેટમાં દુખાવો દૂર કરે છે.

નવશેકું પાણી અથવા છાશ જમતા પહેલા અને પછી પીવું :

શરીરમાં બરાબર રીતે પાચન થાય તે માટે જમવા સમયે થોડું ગરમ પાણી પીવું જોઈએ. કેટલાક લોકોને જમતા જમતા પાણી પીવાની ટેવ હોય છે તે લોકોએ ઠંડુ પાણી પીવાને બદલે થોડું ગરમ પાણી પીવું જોઈએ. જમતી વખતે છાશ પીવી જોઈએ. તે શરીરમાં રહેલું ઝેર દૂર કરે છે અને પાચનશક્તિમાં સુધારો આવે છે.

એક સાથે વધુ ખોરાક ન લેવો જોઈએ:

આયુર્વેદમાં જણાવ્યુ છે કે થોડા થોડા સમયે જમવું જોઈએ. એકસાથે ખૂબ જમવું ન જોઈએ. તેનાથી શરીરની પાચનક્રિયા મંદ પડી જાય છે. તેથી શરીરમાં પેટની અનેક તકલીફો થાય છે. ખાધેલું બરાબર પચી જાય તે માટે સમયે સમયે થોડું જમવું જોઈએ.

સુવાના ૩ કલાક પહેલા જમવું જોઈએ:

કેટલાક લોકો જમીને તરત સૂઈ જતાં હોય છે. તેના કારણે શરીરમાં કેટલીક મુશ્કેલીઓ આવે છે. પાચનક્રિયા ધીમી પડી જાય છે. તેથી જમીને તરત સુવું ન જોઈએ. જમ્યા બાદ થોડી વાર બેસવું, ચાલવું જોઈએ. તેથી શરીરમાં ખાધેલું ભોજન પચી જાય અને ઊંઘ સારી આવે છે.

ભોજન કર્યા પછી આસન કરવા:

જમીને થોડી વાર વ્રજાસન કરવું જોઈએ. તેનાથી જમેલું ભોજન ઝડપથી પચી જાય છે. જમીને તરત ક્યારેય ઝડપથી ચાલવું ન જોઈએ. તેનાથી પાચન શક્તિ નબળી બને છે. તેના કારણે અનેક પ્રકારના પેટના રોગો થાય છે.

જમ્યા પછી ૧૫ મિનિટ ચાલવું જોઈએ:

જમીને થોડું ચાલવું જોઈએ. તેથી જમેલું ભોજન બરાબર પચી જાય છે. જમ્યા પછી ચાલવાથી પાચનક્રિયા મજબૂત બને છે. તેનાથી શરીરનું વજન બરાબર રહે છે. પેટનો દુખાવો, કબજિયાત, ગેસ, એસિડિટી, વગેરે જેવી અનેક બીમારીઓ દૂર કરવા માટે જમીને થોડું ચાલવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *