જો ચમકાવવો છે તમારે પણ તમારો ચહેરો તો આ ઉપાય છે સર્વશ્રેષ્ઠ, એકવાર અજમાવો અને મેળવો આકર્ષક નિખાર…

Spread the love

આપણે ત્યાં આજે પણ કોઈ છોકરી કે છોકરાના લગ્ન હોય તેમા હલ્દી લગાડવાનો એક રિવાજ ચાલ્યો આવે છે. તેમાં દુલ્હા કે દુલ્હનને ચણાનો લોટ, હળદર અને કાચા દૂધ માંથી બનાવેલી પેસ્ટ લગાડવામાં આવે છે. તે ચહેરાનો રંગ નિખારે છે. આજના જમાનામાં લોકો બજારમાં મળતા કેમિકલ વાળા પ્રોડક્ટને કારણે ઘરેલુ ઉપચાર ભૂલતા જાય છે.

આજે બધી લાઇફ ફાસ્ટ છે. તેમાં ઇન્સ્ટન્ટ ગ્લો આવે તેવા ક્રીમ લોકો ને વાપરવા ગમે છે પરંતુ, આ પ્રસાધનો દ્વારા મળતી ખૂબસૂરતી થોડા સમય માટે જ ટકી રહે છે અને કયારેક તેની આડઅસર પણ થાય છે. તેથી આપણા રસોડામાથી મળતી વસ્તુનો ઉપયોગ કરીને ઘરેલુ ઉપચાર દ્વારા કુદરતી નિખાર મેળવવા માટેના ઉપાયો અપનાવવા જોઈએ. આજે આપણે ચણાનો લોટ, હળદર અને કાચા દૂધમાંથી બનાવવામાં આવતી રેસીપીના ઉપયોગથી ત્વચાને ક્યાં ફાયદા થાય છે તેના વિશે જાણીશું.

પેસ્ટ બનાવવાની રીત :

સૌપ્રથમ એક ચમચી ચણાનો લોટ લો. તેમાં અડધી ચમચી હળદર ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ કાચું દૂધ ઉમેરી હલાવતા જવું. ધ્યાન રાખવું પેસ્ટ સાવ ઢીલી ન બની જાય. તેના માટે થોડું થોડું દૂધ ઉમેરવું અને પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટ ચહેરા પર લગાવવા માટે તૈયાર છે. આ પેસ્ટ ને હળવે હાથે ચહેરા પર લગાવી દો. તેને ૨૦-૨૫ મિનિટ સુકાવા દો. ત્યારબાદ ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ લો અને કોઈ સારું મોઈશ્ચરાઈઝર લગાવી દો. આ પેસ્ટ લગાવવાથી ઘણા ફાયદા થશે અને તેની કોઈ આડઅસર નહીં થાય.

ફાયદા :

ખીલ દૂર કરવા માટે :

આ પેસ્ટમાં હળદર હોય છે. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેથી આ પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે અને ચહેરો સાફ બને છે. આ પેસ્ટ અઠવાડિયામાં ૨ વખત ચહેરા પર લગાડવાથી ફાયદો થશે.

શુષ્ક ત્વચા દૂર કરે :

શિયાળામાં ત્વચા શુષ્ક થવાની સમસ્યા ઘણા લોકોને થાય છે. આ પેસ્ટ લગાવવાથી ચહેરા ને જરૂરી મોઈશ્ચરાઈઝર મળશે. તેથી ચહેરાની ત્વચા મુલાયમ બનશે. આ પેસ્ટ નો ઉપયોગ તમે કોઈ પણ ઋતુમાં કરી શકો છો.

ચહેરાનું મોઇશ્ચરાઇઝિંગ જાળવી રાખે :

ચહેરા પર કાચું દૂધ લગાવવાથી ત્વચા ને જરૂરી મોઇશ્ચરાઇઝર મળે છે. આ પેસ્ટમાં કાચા દૂધનો પણ ઉપયોગ થાય છે. જે ચહેરાની શુષ્કતા દૂર કરે છે અને ચહેરાનો રંગ પણ નિખારે છે.

ક્લીન્સરનું કામ કરે :

ચહેરા પર કાચા દૂધની મસાજ કરવાથી ગંદકી દૂર થાય છે. તે બ્લેક હેડ્સ ને પણ દૂર કરે છે. તેથી આ પેસ્ટ લગાવવાથી ચહેરો બેદાગ બનશે.

કરચલીઓ ઘટાડે :

ચણાનો લોટ ચહેરા પરની કરચલીઓ દૂર કરે છે. તેથી તે એક એન્ટી એજિંગ તરીકે કામ કરે છે. આ પેસ્ટ લગાવવાથી તમે લાંબા સમય સુધી યંગ દેખાશો.

ત્વચામાંથી તેલ દૂર કરે :

ચણાનો લોટ વળી આ પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા માંથી તેલ દૂર થાય છે. તેથી ચહેરો સાફ અને તેલ મુક્ત બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *