જો આ રીતે પકોડી ની સાથે બનાવશો ફુદીનાવાળુ પાણી, તો ખાવા ની પડી જશે બમણી મજા, આજે જ ટ્રાય કરો આ સરળ રીત…

Spread the love

મિત્રો પાણીપુરી નું નામ પડયા ભેગુ જ બધાના મોંઢાં માં પાણી આવી જાય છે. અત્યારે પાણીપુરી ના જુદા-જુદા પ્રકાર ના પાણી મળે છે. તો આજે અમે તમને ફુદીના નું પાણી કેવી રીતે બનાવાય તે શીખડાવીશું તો જાણી લ્યો તેની રેસીપિ.

સામગ્રી

સમારેલી કોથમીર બે વાટકી, સમારેલો ફુદીનો એક વાટકી, સમારેલા તીખા મરચા ચાર થી પાંચ નંગ, બે લીંબુ નો રસ, ચાટ મસાલો એક ચમચી, જલજીરા પાવડર બે ચમચી, શેકેલુ જીરા નો પાવડર એક ચમચી, સંચળ સ્વાદ મુજબ, ગરમ મસાલો ૧/૪ ચમચી, એક ચપટી હિંગ અને જરૂર પૂરતું પાણી.

બનાવવાની રીત:

સૌથી પહેલા આ ઉપરોક્ત જણાવેલી તમામ સામગ્રીઓને એક મીક્ષર મા ઉપર જણાવ્યા પ્રમાણે લઈને ને ભેળવી લો. આ માટે સુધારેલી કોથમીર, ફૂદીના ના પાંદડાઓ તેમજ લીલા મરચા ઉમેરવા. ત્યાર પછી તેની અંદર લીંબુ નો રસ, ચાટ નો મસાલો, જલજીરા, જીરા નો ભુક્કો, સંચળ નો પાઉડર, ગરમ મસાલો, હિંગ ઉમેરી અને ખૂબ જ સારી રીતે ભેળવી લેવું.

તે પછી તેમાં થોડુંક પાણી નાખી અને તેને ગાળી લેવું અને જરૂરીયાત પ્રમાણે પાણી ઉમેરી સારી રીતે હલાવી નાખવું અને લો હવે તૈયાર છે તમારું સ્વાદિષ્ટ અને ચટપટું ફુદીનાનું પાણી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *