જો આ પાંચ વસ્તુઓને ફરી થી ગરમ કરીને ખાવામાં આવે તો પેટમાં જઈને બની જાય છે ઝેર સમાન, ૯૦ ટકા લોકો કરતા હશે આ ભૂલ…
આપના શરીરમાં જેવી રીતે પાણીની જરૂર છે તેવી જ રીતે ખોરાકની પણ જરૂર છે એ આપણે સૌ જાણીએ જ છીએ. પરંતુ ઘણી વાર ખોરાક જ આપના શરીરમાં ઝેરનું કામ કરે છે. તેના લીધે શરીરને ઘણું નુકશાન થાય છે. આપણે જોવા જઈએ તો વાસી ખોરાક ખાવાથી આપના શરીરને ઘણી હાનિ પહોંચી શકે છે. તેથી ઘણા લોકો તેને ફરીથી ગરમ કરીને ખાતા હોય છે. આજે આપણે એવા ખોરાક વિષે જાણીએ કે તેને ફરીથે ગરમ કરીને ખાવાથી આપના શરીરમાં તે ઝરેનું કામ કરે છે. તેથી તે ક્યો ખોરાક છે તેના વિષે જાણીએ.
આપણે બધા વાધેલા ખોરાકને ફ્રીજમાં રાખી છીએ કારણ કે તેને ફરીથી ગરમ કરીને ખાઈ શકાય છે. પરંતુ આવું કરવાથી આપના શરીરને ઘણું નુકશાન થઈ શકે છે. આયુર્વેદ પ્રમાણે આમૂક એવી વસ્તુ છે જેને ગરમ કરીને ખવાતી નથી. તેનાથી શરીરમાં ઝેર ઉત્પન્ન થઈ શકે છે. આજે આપણે એ કઈ વસ્તુ છે તેના વિષે જાણીએ કે તેને ફરીથી ગરમ કરીને ખાવાથી તબિયત પર ગંભીર અસર થઈ શકે છે.
બીટ બધી ઋતુમાં જોવા મળે છે. તેની અંદર લોહી વધારતા તત્વોની માત્રા વધારે હોય છે. તેને આપણે સલાદના રૂપે કાચું જ ખાઈએ છીએ. પરંતુ ઘણા લોકો તેને રાંધીને તેનું શાક પણ બનાવી શકે છે. તેમાં નાઇટ્રાઇડ નું પ્રમાણ વધારે હોય છે. તેથી આનું શાક આનું શાક ફરીથી ગરમ કરીને ખાવા કરતાં તમારે તેને ઠંડુ જ ખાવું જોઈએ. તેને ફરીથી ગરમ કરવાથી તેમાં રહેલા ગુણધર્મો નાશ પામે છે. તેથી આને ફરીથી ગરમ કરીને ન ખાવું જોઈએ.
બટેટાનું શાક બનાવીને તેને વધારે સમય માટે રાખવાથી તેમાં રહેલા પોષક તત્વો રહેતા નથી. તેનું શાક ઠંડુ થવાથી બોટ્યુલિઝમ નામના બેકટિરિયા ઉત્પન્ન થઈ શકે છે. તેનાથી આપના સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે. આનું શાક ફરીથી ગરમ કરવામાં આવે ત્યારે આમાં રહેલા બેક્ટેરિયાની નાશ થતો નથી. તે શરીરમાં જવાને લીધે તેનાથી સ્વાસ્થ્ય ઉપર નુકશાન થઈ શકે છે.
તેલને પણ ફરીથી ગરમ કરીને ન ખાવું જોઈએ. ઘણા લોકો તેલમાં અમુક વસ્તુને તળીને તે તેલને ફરીથી ગરમ કરીને તેનો ઉપયોગ કરે છે. એક વાર ગરમ થયેલા તેલને ફરીથી ગરમ કરવામાં આવે ત્યારે તેમાં ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન થઈ શકે છે. તેનાથી સમય જતાં કેન્સર અને અલ્જાઇમ જેવી બીમારીઓ થવાની શક્યતા રહે છે.
ઘણા લોકો ચિકનનુ સેવન કરતા હોય છે આના સેવનથી શરીરમા પ્રોટીન મળી રહે છે. પરંતુ તેને ફરીથી ગરમ કરીને તેનું સેવન કરવાથી તેમા પ્રોટીન કમ્પોઝર બદલાઈ જવાથી તે આપણને નુકશાન કરે છે. તેનાથી પાચન સરખી રીતે થતુ નથી. તેના લીધે કબજિયાતની તકલીફ થયા છે. તેના લીધે આંતરિક બીમારીઓ થવાની શક્યતા રહે છે.
ઇંડામાં વધારે માત્રામાં પ્રોટીન મળી રહે છે. અમુક લોકો બાફેલા ઇંડાને ફરીથી ગરમ કરીને તેને આહારમાં લે છે આવું કરવાથી તેમાં રહેલ પ્રોટીન ઘટી જાય છે. તેનાથી પાચનને વધારે નુકશાન થઈ શકે છે. તેના લીશે જઠર ને લગતી બીમારી થઇ શકે છે. આવી વસ્તુઓને ફરીથી ગરમ કરીને ખાવાથી આપના સ્વાથયને ઘણું નુકશાન પહોંચી શકે છે. તેથી આને ખાવાનું ટાળવું જોઈએ અને અનેક રોગોથી બચવું જોઈએ.