જીવો ત્યા સુધી નહિ થાય સાંધા અને કમરદર્દની તકલીફ, આજે જ અજમાવો આ દેસી ઈલાજ અને નજરે જુઓ પ્રભાવ…

Spread the love

એક વિશિષ્ટ વનસ્પતિ ની જળ કે જેને નામથી ઓળખવામાં આવે છે. રાસ્ના સ્વાદમાં તમતમતી હોય છે. આ વનસ્પતિના પાન પહોળા અને લાંબા તેમજ ખરસટ હોય છે તેની દાંડી ફણગા વાળી હોય છે. આ વૃક્ષ મોટેભાગે પહાડી અને પથ્થર વાળી જમીન માં ઉગે છે. રાસ્ના ને ઔષધિ માં ઉપયોગમાં લેવાય છે. ઉનાળામાં રાસ્ના ની જળ ને બહાર કાઢવામાં આવે છે.

લોકોનું રાસ્ના વિશે અલગ-અલગ મત છે. ઘણા લોકો તેને જંગલી વનસ્પતિ તો ઘણા બગીચામાં ઉગતી વનસ્પતિ માને છે. તેને સ્કુચિયા લેન્સીઓલેટા, ગ્રેતરગજંગલ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. આ વનસ્પતિની મૂળમાં પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ વગેરે જેવા પોષક તત્વો હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, તો ચાલો તેના ફાયદા જાણીએ.

રાસ્ના ગુણમાં પાચક, કડવી અને ઉત્તેજક હોય છે. તે કફ, ખાંસી, શ્વાસ, તાવ, સોજો, ચામડીના રોગો દૂર કરવા માટે ઉપયોગી છે. આમાશય, મૂત્રપિંડ અને ગર્ભાશય ઉપર તેની ઉત્તેજક અસર થાય છે. રાસ્ના નો ઉપયોગ એકલો નથી કરવામાં આવતો તેને અન્ય દવા સાથે ક્વાથ તરીકે વાપરવામાં આવે છે. યકૃતની વ્યાધિ દૂર કરવા માટે ખાસ ઉપયોગી છે.

ગળો, દેવદાર, સૂંઠ અને એરંડ મૂળ ને રાસ્ના પંચક કહેવામાં આવે છે અને ગોખરુ, દેવદાર, એરંડ મૂળ, પુનનર્વા, ગળો ગરમાળાના રાસ્ના સપ્તક કહેવામાં આવે છે. તેનો ધુમાડો દાંતને આપવાથી દાંત ના કીડા મરી જાય છે. રાસ્ના નો ઉકાળાનો લેપ લગાવવાથી આધાસીસી, અપસ્માર તથા તમામ જાતની વ્યાધિ મટે છે. સાંધાના દર્દ, કમરના તેમજ સ્નાયુ ના દર્દ માટે રાસ્ના ખૂબ જ ઉપયોગી છે. રાસ્ના, સૂંઠ અને પીપર ગરમ પાણીમાં ઉકાળી તેને પીવાથી શ્વાસ, કાસ વગેરે મટે છે. આમવાત અને વધરાવળ માં તે સારી અસર બતાવે છે.

રાસ્ના સપ્તક ના ચૂર્ણ ને સૂંઠ ના ચૂર્ણ સાથે મિક્સ કરી પીવાથી પગ ની પેની, કમર, પાંસળી, વાંસા અને બધા જ સાંધાના તેમજ વાયુ અને શુળ નો નાશ થાય છે. આ ઉપરાંત પેટના વાયુ, શૂળ અને આફરો પણ ઉતારવામાં મદદગાર છે. રાસ્ના અને ગુગળ ને સરખે ભાગે લઈ તેની ગોળી બનાવી લો. જે લોકોને વાત ના રોગ હોય તે લોકોએ આ ગોળીનું સેવન કરવું. જ્ઞાનતંતુઓની વિકૃતિ થી થયેલ અર્ધગવાયુ દૂર કરવામાં સારું કામ કરે છે. લોહીના અમ્લરસ દૂર કરે છે. આ ઉપરાંત તેમાં મુત્રક, શોધક તથા સારક દવા ઉમેરવાથી વાયુના બધા રોગ માટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *