જીવનમા સૌથી મોટુ બલિદાન તો એક સ્ત્રી એટલે કે દીકરી જ આપી શકે છે, જાણો લગ્ન બાદ એક દીકરી નું જીવન કેવું હોય છે?

Spread the love

કોઈ એક પરિવારના છોકરાનું માંગુ તમારી દીકરી માટે આવ્યું હોય ત્યારે તમે તે છોકરામા તેનું ભણતર, ધંધો, તે સારા ઘરમાં રહે છે, તે તેમના માતા પિતાને એકનો એક દીકરો છે. તે ઘરમાં તમારી દીકરી સુખી થશે, તેવું વિચારીને દીકરીના માતા-પિતા તેમની દીકરીને એક પરિવારમાં પરણાવે છે. સગા સબંધીઓ એવું કહેતા હોય છે કે વાહ સારું ઘર છે તમારી દીકરી ત્યાં જઈને સુખી થશે. આપણને આ બધુ જોઈએ તો સારું જ લાગે પરંતુ તે એક દીકરી તરીકે કેટલું બધુ ગુમાવે છે.

એ દીકરી સાસરે જાય ત્યારે તેમના માતા પિતાના ઘરે કોઈ પણ વસ્તુ આવે ત્યારે આ મારી છે એવું કહેતી હોય છે અને જ્યારે સાસરે જાય ત્યારે તેમના સાસુ પોતાના દીકરાને નવું ચાદર આપે છે અને તેમની વહુ ને જૂનું ચાદર ઓઢવા આપે ત્યારે એ દીકરીને કેટલું દુખ લાગે છે. ક્યારેક કોઈ જ્ગ્યાએ બહાર જવાનું હોય તો પોતાની મમ્મીને બેગ ભરવાનું કહે છે અને સાસરે જાય ત્યારે પોતાના પતિનું બેગ તેમણે ભરવું પડે છે ત્યારે દીકરી નિર્ભરતા ખોઈ બેસે છે.

મમ્મીના ઘરે હોય ત્યારે હું આજે સિનેમા જોવા જાવ છું આજે હું મોડી આવિશ, એવું કહીને ફટાફટ બહાર જતી રહે છે અને જયારે તે દીકરી પોતાના પતિ અને સાસુ પાસે પીયર રોકવાની રજા માંગવી પડે ત્યારે એક દીકરી પોતાની સ્વતંત્રતા ખોઈ બેસે છે, મમ્મી હારે કેટલો ઝગડો કરીને પણ તેની હાથે બનાવેલું ભોજન તે જમે છે અને જ્યારે દીકરી સાસરે જઈને કોઈ પણ વ્રત રહી હોય ત્યારે કોઈ ખાવા પીવાનું પણ ન કહે ત્યારે તે દીકરી મમતા ખોઈ બેસે છે.

એક દીકરી ઘરમાં હોય એટલે તેમના પપ્પા તેમને ઘરની બધી મિલકત તારી છે એવું કહે છે અને જ્યારે તે દીકરી સાસરે જાય ત્યારે પોતાના સાસુ સસરા બહાર જાય ત્યારે કબાટની ચાવી તે સાથે લેતા જાય છે ત્યારે તે દીકરી વિશ્વાસ ખોઈ બેસે છે. પપ્પાએ દીકરીને લોન ઉપાડીને પૈસા ભરીને ભણાવેલ હોય તે દીકરી સાસરે જાય ત્યારે તે લોકો તેમની મજાક ઉડાવે છે ત્યારે દીકરી પોતાનું સ્વાભિમાન ખોઈ બેસે છે.

પપ્પાના ઘરે દીકરી હંમેશા ખુશ અને રમતી હોય છે અને જ્યારે તે સસરાને ઘરે જઈને તેમનો પતિ આજે મહેમાન આવે છે આજે તારો મૂડ સારો રાખજે એવું ખે છે ત્યારે તે દીકરી પોતાનો હક્ક ખોઈ બેસે છે. ક્યારેક પુરુષો તમે પણ તમારા સાસરે રોકાઈ જજો તમને ખબર પડશે કે આપણાં હોય તેને પારકા કેમ કરવા અને પારકા હોય તેને આપણાં કેમ કરવા. તે કઈ સહેલું નથી. એ તો ફક્ત દીકરીઓ જ આપી શકે આવા બલિદાન.

પા પા પગલી કરતી દીકરી ઘરમાં બધાને ખુશ રાખતી દીકરીને બીજાના ઘરે મોકલવી એ દુખ તો દીકરીના પપ્પાને જ ખબર હોય. કેટલા વર્ષો સુધી પોતાની સાથે રહેતી દીકરી ક્યારેક નિશાળેથી મોડી આવે તો પણ માતા પિતા તેમને વ્હાલથી સમજાવે છે. તે દીકરીને માતા પિતાના હાથે જ એક અજાણ્યા પરિવારને તે દીકરી આપે છે અને તેની સાથે તેનું દાન કરે છે, કન્યાદાન આપે છે, કરિયાવર આપે છે, ઘરની બધી વસ્તુઓ આપે છે.

દીકરીને સાસરે મોકલતા માતા-પિતાનો આભાર માનવો જોઈએ. કે પોતાના કાળજાના કટકાને તમને આપે છે. ઘણા લોકો કહે છે કે અમે દહેજમાં એક વાસણ પણ નથી લેતા પરંતુ દીકરીના માતા-પિતાએ આખી દીકરી તમને આપી છે આનાથી વધારે શું હોય. લગ્ન કરવા માટે ઘણા પૈસાનો ખર્ચ થાય છે. આપણાં બધાના ઘરમાં બધી વસ્તુઓ હોય જ છે. તો દીકરીના પિતા પાસે બધુ ન લેવડાવવું જોઈએ. તેમને આવા ખર્ચા ન કરાવવા જોઈએ.

કેટલાક લોકો એવું કહે છે કે અમારે કઈ નથી ઘટતું બધુ છે અમારા ઘરે તો પછી ફર્નિચરની શું જરૂર છે.બધુ છે અમારે તો ભગવાનની દયા છે એવું કહે છે. એ બધી વાત સાચી તો દીકરીના પપ્પા પાસેથી રોકડ રકમ આપવાનું કહે છે કે તે તમારી દીકરીના નામે બઁકમાં મૂકી દેજો. અત્યારના લોકો આવા છે તે સાચું છે. દહેજનો રિવાજ હજુ પણ છે તે પૈસાવાળા લોકો તેને વધારે સારો બનાવે છે. પૈસા હોય એ લોકો આવું કરે છે બાકી ગરીબ લોકોનું શું એ કોઈ વિચારતું નથી.

દીકરી ગમે તેટલી ભણેલી હોય, તો પણ તેમની ડિગ્રી કામમાં આવતી નથી. પોતાના પિતાની આર્થિક પરિસ્થિતી જોઈને જ માણસો સબંધો કરે છે. હવે આવી વસ્તુઓમાથી બહાર નીકળવાની આપણાં દેશને જરૂર છે. સમાજના લોકો દહેજ ને એક દાન સમાન માને છે. કેટલાક લોકો તો દીકરીને જન્મતા પહેલા જ મારી નાખે છે. નાના માણસો એટલે જ દીકરીના જન્મ થવાથી ગભરાય છે. તેનું પાપ માતા –પિતાને નહિ પણ અત્યારના સમાજને આપવું જોઈએ. દહેજના કારણે સમાજ દીકરીનો જન્મ થવા દેતો નથી.

દીકરીનો જન્મ થાય એ ભગવાનનું અને માતા લક્ષ્મીનું સ્વરૂપ કહેવામા આવે છે. દીકરી હોય એ લોકોના ઘરમાં તે પૈસા સમાન હોય છે. છતાં પણ તેનો અનાદર શા માટે થાય છે. દીકરો જન્મે તો બધા પેંડા વહેચે છે. જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે જલેબી આપે છે. દીકરીને તો જન્મતાની સાથે જ અન્યાય કરવામાં આવે છે. તે દીકરી મુર્ત્યુ પામે ત્યાં સુધી તેને અન્યાય જ ભોગવવાનો છે. આ એક દુખ ભરેલું કડવું સત્ય કહેવાય.

લોકો એ નથી વિચારતા કે આપણને જેણે જ્ન્મ આપ્યો છે એ એક સ્ત્રી જ છે, એ પણ કોઇની દીકરી જ હશે, કોઈની બહેન હશે, એક પત્ની હશે જે તમારો હંમેશા સાથ આપતી હશે, તેને ગમે તેટલું દુખ હોય તો પણ તે ઘર સંભાળે છે, તે આ બધુ બન્યા પહેલા તે કોઇની દીકરી હતી. તેમની માતાએ તેમને જન્મ ન આપ્યો હોત તો તમે અત્યારે આ જ્ગ્યાએ ન હોય. એટલે જ આ દુનિયાના લોકોને કહું છું કે દીકરીને જ્ન્મ લેવા દેજો તો આ દુનિયા આગળ વધી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *