જે કોઈપણ કરે છે આ વસ્તુઓ નુ દાન, તેમના પર કાયમી માટે રહે છે ધનના દેવતા કુબેર મહારાજ ના આશીર્વાદ, ક્યારેય નથી સર્જાતી નાણાભીડ ની તકલીફ…

Spread the love

મિત્રો, દરેક વ્યક્તિને જીવનમા તમામ સુખ અને સુવિધાઓ મેળવવા માટે અને પોતાના મોજ-શોખ પુરા કરવા માટે પૈસાની આવશ્યકતા પડતી હોય છે. પૈસા કમાવવા માટે મોટાભાગના લોકો અથાગ પરિશ્રમ કરતા હોય છે પરંતુ, તેમછતા ઘણી વખત સ્થિતિ એવી સર્જાતી હોય છે કે, ભાગ્ય આપણી સાથે નથી હોતું. આપણા જ્યોતિષ શાસ્ત્રમા અમુક એવી બાબતો જણાવવામા આવી છે, જે આપણે જો જીવનમા અનુસરીએ તો નાણાની ક્યારેય ખોટ નથી રહેતી.

આપણા ધર્મોમા પણ દાનનુ એક વિશેષ મહત્વ જણાવવામા આવ્યુ છે. જો તમે સાચી શ્રદ્ધા અને સાચા મનથી કોઈપણ દાન કરો તો હંમેશા તેનુ સારા ફળ તમને પ્રાપ્ત થાય છે. આજે આ લેખમા અમે તમને ધનના દેવતા પ્રભુ શ્રી કુબેરને પ્રસન્ન કરવા માટેના અમુક વિશેષ દાન વિશે જણાવીશુ. આ ઉપાય અજમાવવાથી તમારા જીવનમા ક્યારેય પણ નાણાની ઉણપ સર્જાય નહિ. કિન્નરો મુખ્યત્વે દાન લેવા માટે મોટાભાગે ઘરે આવતા હોય છે ત્યારે તેમને ચાંદીના સિક્કાનુ દાન આપવામા આવે તો તેને ખુબ જ સારી બાબત માનવામા આવે છે.

જો તમે કોઈ ગરીબ વ્યક્તિને મિષ્ટાન્નનુ દાન કરો અથવા તો કોઈ અનાથ બાળકને ગળ્યુ ભોજન કરાવો છો તો તે તમારા કાર્યક્ષેત્રમા ખુબ જ સારી એવી પ્રગતિ લાવશે. આ સિવાય જો તમે નિયમિત પશુ કે પક્ષીને નિયમિત દાન કરશો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ સિવાય જો તમે કાગડાને દૂધ અને ચોખામાથી બનાવેલી ખીરનુ સેવન કરાવડાવો છો તો તમને આર્થિક લાભ પ્રાપ્તિ થશે. આ ઉપરાંત ગાયને જો તમે લીલુ ઘાસ ખવડાવો તો પણ તમારા જીવનમા ઘણા બધા દુઃખો દૂર થઇ જશે.

આ સિવાય જો તમે કોઈ વિશેષ પર્વ ઉપર નવા કપડા લઈને કોઈ જરૂરીયાતમંદને દાન કરો અથવા તો તલના અથવા બૂંદીના લાડુનુ દાન કરવુ પણ ખુબ જ લાભદાયી માનવામા આવે છે. જો તમે આ વસ્તુઓનુ દાન કરો છો તો પ્રભુ કુબેરની સીધી જ કૃપા તમારા જીવન ઉપર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *