તમારા જન્મ તારીખ ના આંકડા દર્શાવશે કે ક્યારે ખુલવાના છે તમારા બંધ કિસ્મતના તાળા, જાણો તમે પણ…

Spread the love

દરેક મનુષ્યની ઈચ્છા હોય છે કે તે તેના જીવનમા સફળતા મેળવી શકે. તેથી તે તેના જીવનમાં ખૂબ પૈસા અને સંપતિ કમાઈ શકે. તેના માટે લોકો કઠિન મહેનત કરતાં હોય છે. પરંતુ ઘણા લોકોને સાવ ઓછી મહેનત કરવા છતાં પણ તેમણે સારી સફળતા અને પૈસા મળી જતાં હોય છે.

પરંતુ ઘણા લોકો એવા હોય છે કે તેને ખૂબ વધારે મહેનત કરીને લાંબા ગાળે સફળતા મળે. આ વસ્તુને જ આપણે નસીબ કહીએ છીએ. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપની જન્મ તારીખ પરથી જાની શકાય છે કે તમને ક્યારે સફળતા મળે અને તમારું નસીબ ક્યારે તમારો સાથ આપશે અને તે ભાગ્ય ચમકશે.

જન્મ તારીખના અંકો :

પ્રથમ ૧ અંક હોય :

જે લોકોનો જન્મ તારીખનો પહેલો અંક એક હોય અથવા ૨૮,૧૦ અને ૧૯ હોય તેવા લોકોને તેના જીવનમાં સરળતા ખૂબ જલદી મળી જાય છે. તેમનું નસીબ તેમણે ૨૨ વર્ષની ઉમરથી જ સાથ આપવા લાગે છે. તેની સાથે તેમણે કરેલી મહેનત તમને જલ્દી સફળતા અપાવે છે. તેની સાથે આ ઉમરથી તેના જીવનમાં ધન લાભ થશે.

પ્રથમ અંક ૨ હોય :

જે લોકોના જન્મ તારીખનો પહેલો અંક ૨ હોય અથવા ૨૦ અને ૧૧ હોય તેવા લોકોને વધારે મહેનત કરવી પડશે. તેથી આજથી જ તેમણે મહેનત કરવાનું શરૂ કરવું જોઈએ. તેનાથી તેમણે ૨૪ વર્ષની ઉમરમાં ખૂબ સારી સફળતા મળી શકે છે.

પ્રથમ અંક ૩ હોય :

જે લોકોનો જન્મ પહેલો અંક ૩ અથવા ૧૨ કે ૩૦ હોય તેવા લોકોને ટૂંકા ગાળામાં જ સફળતા મળતી નથી. તેમણે ત્યારે હીમત ન હારવી જોઈએ. તમારું ભાગ્ય ૧૨ વર્ષની ઉમરે ચમકવા લાગશે. તેનાથી તમને જોઈતી સફળતા મળી જશે. ત્યારે તમને ખૂબ સારી સફળતા મળે છે.

પ્રથમ અંક ૪ હોય :

જે લોકોનો જન્મ પહેલો અંક ૪, ૨૨, ૧૩ અને ૩૧ હોય તેવા લોકોને મહેનતનુ ફળ ૩૬ કે ૪૨ વર્ષની ઉમરે મળશે. તમારે મહેનત કરતાં રહેવી જોઈએ.

પ્રથમ અંક ૫ હોય :

જે લોકોનો જન્મ પહેલો અંક ૫, ૧૪, ૨૩ હોય તેવા લોકોને લોકોએ મહેનત કરતાં રહેવું તેનાથી તમને ઘણી સફળતા મળશે. તમારી ઉમર જ્યારે ૩૨ વર્ષની થશે ત્યારે તમને ખૂબ સફળતા મળશે.

પ્રથમ અંક ૬ હોય :

જે લોકોનો જન્મ પહેલો અંક ૬, ૧૫ અને ૨૪ હોય તેવા લોકોએ મહેનત કરતાં રહેવું. તમારી કિસ્મતના દરવાજા ૩૩ વર્ષની ઉમરે ખૂલસે તેથી તમને ૩૩ વર્ષની ઉમરે સફળતા મળશે. ત્યારે તમને તમારે જોઈતી સફળતા મળી શકે છે.

પ્રથમ અંક ૭ હોય :

જે લોકોનો જન્મ પહેલો અંક ૭,૧૬ અને ૨૫ હોય તેવા લોકોએ ખૂબ મહેનત કરતાં રહેવું. તેમણે મહેનત કરતાં ક્યારેય અટકવું ન જોઈએ. તમારી મહેનતથી તમારું ભાગ્ય ૩૫ થી ૪૦ વર્ષની ઉમરે ચમકશે. ત્યારે તમને ખૂબ મોટી સફળતા મળશે.

પ્રથમ અંક ૮ હોય :

જે લોકોનો જન્મ પહેલો અંક ૮, ૧૭ અને ૨૬ હોય તેવા લોકોને ખૂબ સફળતા મળી શકે છે. તેમણે મહેનત કરવાથી ૩૫ થી ૪૨ વર્ષની ઉમરે સફળતા મળશે.

પ્રથમ અંક ૯ હોય :

જે લોકોનો જન્મ પહેલો અંક ૯, ૧૮ અને ૨૭ હોય તેવા લોકોને મહેનત કરવાથી ૨૮ વર્ષની ઉમરે ખૂબ સફળતા મળશે. ત્યારે તે ખૂબ નામ અને ખૂબ પૈસા કમાય શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *