જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના નાના દીકરા નુ કેમ વધ્યુ હતુ વજન? નીતા અંબાણી દ્વારા કરવામા આવ્યો આ મોટો ખુલાસો

Spread the love

મિત્રો, ઉધોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીનો ૧૦ એપ્રિલ ના રોજ ૨૫મો જન્મદિવસ હતો. અનંતનો જન્મ ૧૦ એપ્રિલ, ૧૯૯૫ ના રોજ મુંબઇમા થયો હતો. આજ થી ૬ વર્ષ પહેલા અનંત નો વજન ૧૭૫ કિલોગ્રામ હતો. આ કારણે લોકો તેને અવારનવાર સોશીયલ મીડીયા પર ટ્રોલ પણ કરતા હતા પરંતુ, હવે ફક્ત ૧૮ માસ ના પરિશ્રમ થી અનંતે પોતાનુ વજન ઘટાડી લીધુ હતુ.

જો કે હાલ અનંત નુ વજન ફરી થી વધી ગયુ છે. મુકેશ અંબાણી ના ત્રણ સંતાનો છે, ઇશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી. અનંત તેમનો સૌથી નાનો પુત્ર છે. વર્ષ ૨૦૧૬ મા અનંતે પોતાનુ વજન ઘટાડવા માટે સૌથી મુશ્કેલ ડેઇલી રૂટીન અપનાવ્યુ હતુ. અનંત ની માતા નીતા અંબાણીએ એક ઇવેન્ટમા જણાવ્યુ હતું કે, ક્રોનિક અસ્થમા ની સમસ્યા ના કારણે અનંત ને હાઇ ડોઝની દવા નુ સેવન કરવુ પડતુ હતુ.

જેનાથી તે મોટાપા ની સમસ્યાનો શિકાર બન્યો હતો. વર્ષ ૨૦૧૩ મા આઇપીએલનો મેચ હતો. ત્યારે તેમના ૧૮ વર્ષના પુત્ર અનંતને કહ્યુ કે, જો મુંબઇ ઇન્ડિયન્સ જીતી તો તારે ટ્રોફી લેવા જવાની રહેશે. મુંબઈ ઇન્ડિયન્સ વર્ષ ૨૦૧૩ મા વિજેતા પણ બની અને અનંત ટ્રોફી લેવા માટે પણ પહોંચ્યો હતો. ટ્રોફી લેતા સમયે અનંત નો ફોટો સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થયો હતો અને લોકોએ મજાક બનાવી તેને ટ્રોલ કર્યો હતો.

ત્યારબાદ અનંતે પોતાનુ વજન ઘટાડવા માટે નો દ્રઢ સંકલ્પ લીધો હતો. અનંત ને વજન ઘટાડવા માટે ફિટનેસ ટ્રેનર વિનોદ ચન્નાએ ખુબજ મદદ કરી હતી. અનંતે કાર્ડિયો પર નિયમિત ૨૧ કી.મી. વર્કઆઉટ કર્યું. અનંતે ફિટનેસ માટે યોગ નો પણ સહારો લીધો હતો. યોગ ગુરુઓના મતે રેગ્યુલર યોગ થી વજન ઘટાડી શકાય છે. કેલરી ઘટાડવા માટે વેટ ટ્રેનિંગ પણ એક અસરકારક રસ્તો છે.

તેનાથી બોડી ના મસલ્સ ફિટ થવા લાગે છે. મસલ્સ ને ફિટ રાખવા માટે અનંતે ફંક્શનલ ટ્રેનિંગ પણ લીધી. બોડીની સ્ટેબિલિટી વધારવા માટે તેમણે સ્ટ્રેચિંગ પણ કરી. ફેટ ને દૂર કરવા માટે અનંત ને હાઈ ઈન્ટેન્સિટી કાર્ડિયો એક્સરસાઈઝ ખુબ જ સહાયરૂપ સાબિત થઈ. તેના થી તેની હાર્ટ રેટ વધી અને ખૂબ જ ઓછા સમયમા વધુ ફેટ ઘટ્યું. મેટાબોલિઝમ પણ મજબૂત બન્યુ. આ ઉપરાંત વજન ઘટાડવા માટે એક વિશેષ પ્રકારનુ ડાયટ પ્લાન હોવુ આવશ્યક છે.

અનંતે શુગરલેસ અને લો કાર્બોહાઇડ્રેડ ડાયટ ને અનુસર્યુ. બ્રેડ, સ્વીટ, પાસ્તા અને સોફ્ટ ડ્રિંક પીવાનુ તેણે સદંતર બંધ જ કરી દીધુ. અત્રે , ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર મા બે બાળકો ના લગ્ન થઇ ચૂક્યા છે અને અનંત ના લગ્ન રાધિકા મર્ચન્ડ સાથે નક્કી છે પરંતુ, હજુ સુધી તારીખ સામે આવી નથી કે ક્યારે રાધિકા અંબાણી પરિવાર ની સૌથી નાની પુત્રવધુ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *