આઈ.એ.એસ. અધિકારી ની પત્નીએ કર્યું સખત પરિશ્રમ અને પોતાના ખર્ચે કર્યો ગામનો જોરદાર વિકાસ, જુઓ તસ્વીરો

Spread the love

મિત્રો, સમગ્ર વિશ્વમા પોતાના માટે કાર્ય કરતા અનેક લોકો તમને મળી જશે પરંતુ, સમાજ માટે કાર્ય કરતા લોકો ની સંખ્યા ખૂબ જ જૂજ હોય છે. આજે અમે તમને એક આવી જ સ્ત્રી ની વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ. જેણે પોતાના પરિશ્રમ અને દ્રઢ સંકલ્પ ના કારણે આખા ગ્રામ્ય વિસ્તાર ની કાયાપલટ કરી નાખી. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ઋતુ જયસ્વાલ વિશે.

આઈ.એ.એસ. અરુણ કુમાર ની પત્ની ઋતુ લગ્ન કરીને સાસરે આવી ત્યારે ત્યાં ની સ્થિતિ જોઈને તે પરેશાન થઈ ગઈ. આ ગ્રામ્ય વિસ્તારમા નહોતો માર્ગ કે નહોતી વીજળી. ઋતુ આ ગ્રામ્ય વિસ્તાર ની સ્થિતિ જોઈ શકી નહિ અને તેણે ગ્રામ્ય વિસ્તાર ની આ દયનીય હાલત બદલવા નો દ્રઢ નિશ્ચય કર્યો. તેમણે આ ગ્રામ્ય વિસ્તારમા શાળા અને માર્ગ બનાવ્યા તથા પૂરપીડિતો ની સહાયતા માટે પણ અનેક કાર્ય કર્યા.

હાલ, તે ગ્રામ્ય વિસ્તાર ની મુખિયા છે અને ગામડા ના વિકાસ માટે અનેક કાર્યો કરે છે. ગામડા ના બધા જ લોકો તેને પુત્રી ની જેમ પ્રેમ કરે છે. આ દબંગ મુખિયાના કાર્ય ની પ્રશંસા હાલ સમગ્ર દેશ કરી ચુક્યો છે. આજે જાણીએ તેમની વાર્તા. ઋતુ દિલ્લીના આઈ.એ.એસ. અરુણ કુમાર જયસ્વાલ ના પત્ની છે. તમે વિચારો જેના પતિ આઈ.એ.એસ. હોય તેણીને સુવિધા વિનાના ગ્રામ્ય વિસ્તાર સાથે શુ સંબંધ હશે?

બિહાર નુ સિંહવાહિની ગામ ઋતુ નુ સાસરુ છે. ઋતુએ જ્યારે પોતાના ગામ ની દુર્દશા જોઈ ત્યારે સુવિધાયુક્ત જીવન ને અલવિદા કહીને ગામ ની કાયાકલ્પ કરવાનુ નક્કી કર્યુ. સીતામઢી જિલ્લા ના સોનબરસના પ્રખંડ ની સિંહવાહિની પંચાયતની મુખિયા છે. પોતાના કુટુંબમા બે નાના બાળકો ને છોડી ગામ તરફ જવુ ઋતુ માટે જરાપણ સરળ નહોતુ.

પરંતુ, ગ્રામ્ય વિસ્તારમા રહેતા અનેક લોકો ના વિકાસ માટે ઋતુએ આ દ્રઢ નિર્ણય લીધો. એકવાર જ્યારે તે ગામ જઈ રહી હતી તે સમયે થોડે જ દૂર તેની ગાડી કાદવમા ફસાઈ ગઈ. પરંતુ, ગાડીને બહાર કાઢવાના તમામ પ્રયાસ વ્યર્થ થઈ ગયા, તેણે આગળ બળદગાડા મા સવાર થઈને આગળ જવુ પડ્યુ. જે પણ થોડા સુધી આગળ જઈને કાદવમા ફસાઈ ગયુ. જે જોઈને ઋતુ નુ મન વિચલિત થઈ ગયુ હતુ.

તેણે નિર્ણય લીધો કે, તે આ ગામડા ની કાયાપલટ કરીને રહેશે. ઋતુ જણાવે છે કે, મારા પતિ અને પુત્રીએ મારા નિર્ણય ને સહકાર આપ્યો. પુત્રીએ જણાવ્યુ કે, હુ હોસ્ટેલ મા રહી લઈશ, તમે તમારુ કાર્ય પૂર્ણ કરવા ગામડે જાઓ. તેમની વાતોએ મને હિંમત આપી અને મે તેનુ એડમિનશ રેસિડેન્શિયલ શાળામા કરાવી દીધુ અને નીકળી પડી ગ્રામ પંચાયત ના વિકાસ માટે.

વર્ષ ૨૦૧૬ મા ઋતુએ સિંહવાહિની પંચાયત ના મુખિયા બનવા માટે ચૂંટણી લડી પરંતુ, આ કાર્ય તેના માટે સરળ નહોતુ. તેની સામે ૩૨ ઉમેદવારો હતા. ઋતુએ લોકોમા જાતિના આધાર પર અને પૈસા ની લાલચ મા પોતાનો અમૂલ્ય મત વેડફવો નહિ તે અંગે જાગૃતિ ફેલાવી. ગામના લોકો ઋતુની વાતો સમજી ગયા અને તેને વિજયી બનાવી.

હવે ગામના વિકાસ ની જવાબદારી તેના ખંભે હતી. એક એવુ ગ્રામ્ય વિસ્તાર કે જ્યા ના તો આઝાદી બાદ વીજળી આવી હતી કે ના તો મોબાઈલ ટાવર હતો કે ના તો શિક્ષણ અંગે ની વ્યવસ્થા. ઋતુએ શપથ ગ્રહણ કરતા જ સરકારી ફંડ ની રાહ જોયા વિના પોતાના ખર્ચે કાર્ય કરવાનુ શરૂ કરી દીધુ. પહેલુ કાર્ય હતુ માર્ગ બનાવવો.

જ્યારે આ કાર્ય નો પ્રારંભ કરવામા આવ્યો ત્યારે લોકો ૧ ઈંચ પણ જમીન આપવા માટે તૈયાર નહોતા. ઋતુએ જણાવ્યુ કે, આ ગ્રામ્ય વિસ્તાર નો મુખ્ય માર્ગ બનાવવા માટે અનેક વાર ટેન્ડર મૂકવામા આવ્યુ. અનેક વાર આ ટેન્ડર કેન્સલ થયુ હતુ પરંતુ, અંતે આ કાર્ય શરૂ થયુ છે. લોકો ને સમજાવવા માટે અત્યંત પરિશ્રમ કરવો પડ્યો હતો.

તેણે જણાવ્યુ કે, જો રસ્તો નહી બને તો ગ્રામ્ય વિસ્તાર નો વિકાસ કેવી રીતે થશે? તમારા બાળકો આ ગ્રામ્ય વિસ્તારની બહાર કેવી રીતે જશે? તમે ખેતી કરો છો, તેને બજારમા વેચશો તો વધુ પૈસા મળશે. બીમાર લોકો ગ્રામ્ય વિસ્તારની બહાર નહીં જાય તો નિદાન કેમ થશે? આ બધી વાતો સમજ્યા બાદ લોકો જમીન આપવા માટે તૈયાર થયા. અનેક મુશ્કેલીઓ પછી આ ગામમા પાક્કો રસ્તો બન્યો.

સ્વતંત્રતા પછી પહેલીવાર આ ગ્રામ્ય વિસ્તારમા વીજળી આવી. આ સુવિધાઓ બાદ ઋતુ નુ લક્ષ્ય ગામના લોકો સુધી શિક્ષા પહોંચે તે હતુ. આ માટે તેણે ગ્રામ્ય વિસ્તાર પર એક ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ બનાવી અને એન.જી.ઓ.ને બતાવી. ત્યારબાદ તેણે એન.જી.ઓ.ની સહાયતા થી બાળકો માટે ટ્યુશન ક્લાસિસ શરૂ કરાવ્યા. જેથી અત્યંત પછાત એવા આ ગ્રામ્ય વિસ્તાર ની ૧૨ પુત્રીઓએ એકસાથે મેટ્રિક પાસ કર્યું.

ફક્ત ૩ જ માસમા ઋતુએ ગામ ને ખુલ્લા મા શૌચ કરવાથી મુક્ત બનાવ્યુ. આ ઉપરાંત તેણે સ્ત્રીઓ માટે સિલાઈ મશીન કેન્દ્રો પણ ખોલાવ્યા. ઋતુ વિકાસના કાર્યો પર સ્વયં જ નજર રાખે છે. ક્યારેક તે મોટરસાયકલ ડ્રાઈવ કરતી જોવા મળે છે તો ક્યારેક ટ્રેક્ટર તો ક્યારેક જેસીબી. પોતાની તમામ સુખ-સુવિધા ત્યજીને તે ગામના વિકાસ કાર્યોમા ઝુંટી ગઈ છે.

ઋતુ ને તેના આ કાર્ય બદલ અવોર્ડ પણ મળી ચુક્યા છે સાથે તેમની પંચાયત ને પણ આ કાર્ય માટે અનેક અવૉર્ડ મળી ચૂક્યા છે. ઋતુ ને તેના આ વિશેષ કાર્ય માટે આ વર્ષ ની ઉચ્ચ શિક્ષિત આદર્શ યુવા સરપંચ નો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. આ પુરસ્કાર પ્રાપ્ત કરનારી તે બિહાર ની એકમાત્ર મુખિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *