હૃદયરોગ અને બ્લડપ્રેશરની સમસ્યાથી મેળવવી છે જડમુળથી મુક્તિ, તો આજે જ શરુ કરો આ અમૃત સમાન ઔષધીય ચૂર્ણનુ સેવન…

Spread the love

આજના લોકોની ખાણીપીણીને લીધે ઘણા લોકોને હદયરોગની બીમારીથી પીડાવું પડે છે. બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવા અનેક રોગો થાય છે. તેથી શરીરનું બ્લડપ્રેશરમાં વધારો થતો જાય છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણમાં વધતું જાય છે. વાયુ અને પીત જેવી અનેક સમસ્યાઓમાથી હદયરોગ થાય છે. વધારે કામ કરવાથી મનને થાક લાગે છે. તેથી મન ચિંતિત રહે છે. તેથી કેટલાક લોકોને હદયની બીમારીઓ ઉદભવે છે.

શરીરમાં પરસેવો વળવો, મૂંઝવણ અનુભવવી જેવી અનેક સમસ્યાઑનું કારણ હદયરોગની કેટલીક બીમારીઓ હોય છે. શરીરમાં ધ્રુજારી આવવી, લોચા વળવા, નાડીના ધબકારા ઓછા થવા લાગવા જેવી સમસ્યાઑ થાય છે. ત્યારે અરડૂસીનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેના છોડનું ચૂર્ણ બનાવીને પીવાથી આ સમસ્યાઑ દૂર થઈ શકે છે.

હદયરોગ દૂર કરવા માટે અરડૂસીનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે. ગુલાબજળમાં તે નાખીને પીવાથી પીત જેવા રોગો દૂર થાય છે. ઘી. તેલ અને ગોળને મિક્સ કરીને તેમાં અર્જુનની છાલનો પાવડર નાખીને તેનો નિયમિત ઉપયોગ કરવાથી ખૂબ ફાયદો થાય છે. તેનો ઉપયોગ ગરમ પાણી સાથે કરવો જોઈએ. લવિંગ અને સાકર મિક્સ કરીને પાણી સાથે પીવાથી હદયના અનેક રોગો દૂર થાય છે.

લસણની કળીનો ઉપયોગ નિયમિત કરવાથી હદયરોગની અનેક બીમારીઓ દૂર થાય છે. તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડી શકાય છે. તેની કળીને તલના તેલમાં તળીને ખાવાથી ફાયદો થાય છે. લોહીના શુદ્ધિકરણ માટે તેની કળીને છાશમાં પલાળીને ખાવી જોઈએ. દશમૂળમાં સિંધવ નમક અને સરસવનું તેલ નાખીને પીવાથી હદયરોગ દૂર કરી શકાય છે.

કેટલાક લોકોને શરીરમાં કૃમિ થાય છે. તેના લીધે હદયરોગ જેવી સમસ્યાઓ થાય છે. વાવડીનું ચૂર્ણ પીવાથી ખૂબ રાહત થાય છે. તેનો ઉકાળો નિયમિત પીવાથી તે બીમારીમાથી છુટકારો મેળવી શકાય છે. અજમા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તેને પાણીમાં પલાળીને તે પાણીને નિયમિત પીવાથી હદયરોગની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

લીંબુનો રસ, દાડમનો રસ, નાળિયેર નું પાણી જેવી વસ્તુઓ લઈને તેને સરખા ભાગમાં લઈને તેને એક વાસણમાં ઉકાળીને રાખવું જોઈએ. તેમાં થોડું જ પાણી રહે ત્યાં સુધી ઉકાળીને તેમાં સાકર નાખીને તેને પીવાથી હદયરોગની બીમારીઓ દૂર થાય છે. તેને દૂધ સાથે પીવાથી ખૂબ ફાયદો થાય છે. તેમાં ગોળ નાખીને ખાવાથી શક્તિ મળે છે. પાણીમાં ગળો અને મરીનું ચૂર્ણ નાખીને પીવાથી તે સમસ્યાઓ દૂર થઈ શકે છે. મેથીનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *