હોળીના દિવસે અજમાવી જુઓ આ કારગર ઉપાયો, દુર થશે જીવનમા ચાલતી તમામ સમસ્યાઓ, જાણો અને અજમાવો…

Spread the love

મિત્રો, હોળીનો પર્વ એ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે થાય છે અને ઉજવવામા પણ આવે છે. આ પર્વને ધુળેટીના પર્વ તરીકે પણ ઓળખવામા આવે છે. આ વર્ષે હોલિકાદહનનો કાર્યક્રમ ૨૮ માર્ચના રોજ અને ધૂળેટીનો પર્વ ૨૯ માર્ચના રોજ ઉજવવામા આવશે. આ બંને દિવસો પર જો અમુક વિશેષ પ્રકારના ઉપાય અજમાવવામા આવે તો તમારુ ભાગ્ય બદલી શકે છે અને તમારા જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે. તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાયો વિશે.

જે લોકોની આર્થિક સ્થિતિ એકદમ નબળી હોય તેમણે આ વિશેષ ઉપાયો અજમાવવા જોઈએ. આ ઉપાયો અજમાવવાથી તમને કરજમાથી પણ મુક્તિ મળી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે. હોળીના દિવસે અગ્નિમા એક શ્રીફળ ઉમેરી દો અને તેની પૂજા કરો અને બીજા દિવસે નૃસિંહ સ્ત્રોતનો પાઠ કરો. એવુ માનવામાં આવે છે કે, આ ઉપાય અજમાવવાથી નારાયણની અસીમ કૃપા પણ તમારા પર બની રહેશે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે.

જો તમારો વ્યવસાય યોગ્ય રીતે ના ચાલી રહ્યો હોય તો પણ મહાદેવના આ વિશેષ ઉપાય તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. મહાદેવની પૂજા કરતા ૨૧ ગોમતીચક્ર શિવલિંગ પર અર્પણ કરો. ત્યારબાદ રાત્રીના સમયે મહાદેવના દિવ્ય મંત્રનો મંત્રોચ્ચાર કરો. આ મંત્રનુ તમે કમ સે કમ ૨૧ વાર પઠન કરો. જો તમે ॐ नमो धनदाय स्वाहा નો નિયમિત મંત્રોચ્ચાર કરો તો તમને વ્યવસાય ક્ષેત્રે ખુબ જ સારો ઈવો લાભ પણ મળી શકે છે અને તમારા આવકના સ્ત્રોતમા પણ વૃદ્ધિ થઇ શકે છે.

આ ઉપરાંત જો તમે લગ્નજીવન સાથે સંકળાયેલ કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો તેના નિવારણ માટે પણ આજે એક વિશેષ ઉપાય વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તમે હોલિકાદહનની રાત્રીએ ઉત્તર દિશામાં એક સફેદ કપડા પર મગ, ચણાની દાળ, ચોખા, ઘઉં, કાળા અડદ અને તલ મૂકી ત્યારબાદ તેના પર નવગ્રહ યંત્ર સ્થાપિત કરો. હવે તેની સામે એક ઘી નો દીવડો પ્રજ્વલિત કરીને ત્યારબાદ નવગ્રહ તથા કામદેવ રતિનુ પૂજન કરો. જો તમે આ ઉપાય અજમાવો છો તો તમારી લગ્નજીવન સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે.

આ સિવાય નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે પણ એક વિશેષ ઉપાય અજમાવવામા આવ્યો છે. જો તમે હોલિકાદહનની રાખને એક સફેદ રૂમાલમા બાંધીને ત્યારપછી તે રાખને તમારા ઘરના મુખ્યદ્વાર પર લગાવો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપાય અજમાવવાથી તમારા ઘરમા નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને તમારા ઘરની ઉર્જા એકદમ સકારાત્મક બનશે.

આ ઉપરાંત જો તમે લાંબા સમયથી સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ કોઈ સમસ્યાથી પીડાવ છો તો તેના માટે પણ એક ઉપાય ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે હોલિકાદહનના દિવસે કાળા ધતુરા પર લાલ રંગનો દોરો બાંધીને તેને અગ્નિમા પેટાવી દ્યો તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે તમારા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા ઈચ્છતા હોવ તો એકવાર આ ઉપાયોને અવશ્યપણે અજમાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *