હોળાષ્ટક ના દિવસે આ કામ કરવાથી ઘરમા ક્યારેય નથી સર્જાતી નાણાભીડ, થશે પૈસાની રેલમછેલ, જાણો તમે પણ…

Spread the love

હોળી નો તહેવાર આવવાનો છે તેના પહેલા હોલાષ્ટક શરૂ થશે. બધી હોળી પહેલા આઠ દિવસ પહેલા હોલાષ્ટક હોય છે. હિન્દુ પરંપરા પ્રમાણે હોળા હોળી ફાગણ મહિનાની શુક્લ પક્ષ આઠમના દિવસથી હોળાષ્ટક શરૂ થાય છે. આ દિવસોમાં કોઈ મંગળ કામ કરવામાં આવતું નથી. જે પણ મંગળ કામ કરવામાં આવે અથવા કોઈ કામ શરૂ કરવું હોય ત્યારે આપણે તેને હોળાષ્ટક પછી જ શરૂ કરીએ છીએ.

આ સમયમાં લગ્ન, વાહન ખરીદવું અથવા વાસ્તુ મુહૂર્ત જેવા અનેક માંગલિક કામ ન કરવા જોઈએ. આ સમયમાં ભગવાનના પુજા પાઠ અને તેમનું સ્મરણ અને ભજન કરી શકાય છે. તેનાથી ઘણું સારું ફળ મળી શકે છે. તેનાથી તમને ઘણા ફાયદા થાય છે. તેનાથી આપણને કેવા લાભ થાય છે તેના વિષે આપણે જાણીએ.

સંતાન માટે :

કોઈ પણ દંપત્તિને સંતાન પ્રાપ્તિ ન થઈ રહી હોય ત્યારે તમારે આ સમયમાં લડુ ગોપાલની વિધિ વિધાન સાથે તેમની પુજા કરવી જોઈએ. આ સમયે તમારે હવન પણ કરવો જોઈએ. તેમાં ગાયનું શુદ્ધ ઘી અને સાકર નો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તમને સંતાન પ્રાપ્તિ થશે.

કારકિર્દીમાં સફળતા મેળવવા માટે :

તમારે તમારી કારકિર્દીમાં સફળતા મેળવવી હોય તો તમારે આ સમયે આ ઉપાય કરવો જોઈએ. તેના માટે તમે જ્યારે ઓફિસે જાવ ત્યારે જવ, તલ અને સાફરથી હવન કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારી કારકિર્દીમાં આવનારી બધી સમસ્યા દૂર થશે અને તમે જે કામમાં રહેલા હશો તેમાં પણ તમને સારી સફળતા મળી શકે છે.

ધન પ્રાપ્તિ માટે :

તમારી પૈસાની સ્થિતિ સારી ન હોય ત્યારે આર્થિક સમસ્યા હોય ત્યારે તમારે ધન કમાવવા માટે આ સમયમાં આ ઉપાય કરવો જોઈએ. કરણના ફૂલ, ગાંઠ વાળી હળદર, પીળા સરસવ અને ગોળ દ્વારા તમારા ઘરમાં હવન કરવો જોઈએ. આનાથી પૈસાને સાથે સંકળાયેલી બધી સમસ્યા દૂર થશે. આનાથી તમારી પાસે ખૂબ ધન આવશે.

સારા સ્વાસ્થ્ય માટે :

તમે તમારૂ સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હોવ ત્યારે તમારે આ સમયે મહામૃત્યુંજય મંત્રનો જપ કરવો જોઈએ. આ કર્યા પછી તમારે ગૂગળથી હવન કરવો જોઈએ. આનાથી તમને ઘણી બીમારીથી છૂટકારો થઈ શકે છે.

સુખમય જીવન માટે :

તમારા જીવનમાં વધારે દુખ રહેલું હોય અથવા તમારા જીવનમાં રહેલી સમસ્યા દૂર ન થતી હોય ત્યારે હનુમાન ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરવો જોઈએ. તેનાથી તમારા જીવનમાં રહેલા બધા દુખ દૂર થઈ શકે છે. તેનાથી જીવનમાં ખુશી આવશે. તમારા જીવનમાં સુખ અને શાંતિ બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *