હરસ, મસા, ભગંદર તેમજ કોઢ નો નાશ કરે છે આ આયુર્વેદિક ઔષધી, જાણો તમે પણ…

Spread the love

મિત્રો,  આપણુ આયુર્લોવેદ શાસ્ત્ર એ ઔષધિઓ બાબતે સમૃદ્ધ શાસ્ત્ર છે, તેમા એવી અનેકવિધ ઔષધીઓનો ઉલ્લેખ કરવામા આવ્યો છે કે, જે આપણા સ્વાસ્થ્યને નીરોગી અને તંદુરસ્ત બનાવી શકે પરંતુ, આપણે આ ઔષધી નું નામ પણ ભાગ્યે જ સાંભળ્યા હશે તો ચાલો આજે આવી જ એક ચમત્કારિક ઔષધી વિષે આપણે જાણીશું કે, જેનુ નામ છે ચિત્રક. તો ચાલો જાણીએ કે, આ ઔષધી આપણા શરીરને કઈ-કઈ રીતે લાભદાયી સાબિત થાઉં શકે છે.

આયુર્વેદ મુજબ આ ઔષધી સ્વાદે તીખી અને કડવી, ગરમ, પચવામા હળવી, રુચિકર, પાચક તેમજ ભૂખ લગાડનાર છે. આ ઔષધિનુ નિયમિત સેવન કરવાથી તમને હરસ-મસા, ઉધરસ, કફ અને વાયુના રોગો, ત્વચા અને લીવરના રોગો, મંદાગ્નિ, આમદોષ, સંધિવા, કૃમિ, અનિદ્રા વગેરે જેવી સમસ્યાઓ સામે તમને રાહત મળી શકે છે.

આ ઔષધી કાળી અને લાલ એમ બે પ્રકારની હોય છે. તેમા લાલ પ્રકારની ચિત્રક તમને ખુબ જ સરળતાથી મળતી નથી. ઔષધ તરીકે આ વનસ્પતિના મૂળ વિશેષ ઉપયોગી સાબિત થાય છે. રાસાયણિક દૃષ્ટિએ જોઈએ તો ચિત્રકના મૂળમાંથી એક તીખું, સ્ફટિકમય, પીળા રંગનું તત્ત્વ પ્રાપ્ત થાય છે. જેને આપણે ‘પ્લમ્બેજિન’ તરીકે ઓળખીએ છીએ.

આ ઔષધિનુ સંસ્કૃત નામ અગ્નિ છે. જો આપણને ભૂખ ના લાગતી હોય કે આપણે પાચન સાથે સંકળાયેલ કોઈપણ પ્રકારની સમસ્યાથી પીડાતા હોવ તો તેના નિદાન માટે પણ આ ઔષધી ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે ચિત્રકમૂળ લાવી તેનુ ચૂર્ણ તૈયાર કરી અડધો ગ્રામ નિયમિત વહેલી સવારે મધ સાથે સેવન કરો તો ચાર-પાંચ દિવસમા તમને ભૂખ લાગી શકે છે.

આ ઉપરાંત જો તમે શીળસની સમસ્યાથી પીડાતા હોવ તો આ ઔષધિનુ ચૂર્ણ તૈયાર કરીને તેનુ દૂધ સાથે સેવન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે પેટ સાથે સંકળાયેલ કોઈ સમસ્યાથી પીડાતા હોવ જેમકે, પેટનું ફૂલવું, અપચો, ઝાડા તો આ બધી જ સમસ્યાઓના નિદાન માટે ચિત્રકના મૂળનુ ચૂર્ણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ ઉપરાંત હરસની સમસ્યાનુ નિદાન કરવા માટે પણ આ ઔષધી ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. નિયમિત જો તમે ૧ ચમચી જેટલુ ચૂર્ણ ખાતી છાશમા ઉમેરીને સવારે અને સાંજે સેવન કરો તો તમને આ સમસ્યામાંથી ખુબ જ સરળતાથી રાહત મળી જશે. આ સિવાય આ ઔષધિનુ સેવન તમને પિત અને શીળસની સમસ્યામા પણ રાહત અપાવી શકે છે.

આ સિવાય જો તમે નિયમિત ચિત્રક, નાગરમોથ અને વાવડિંગનું ચૂર્ણ એક ગ્રામ વહેલી સવાર અને સાંજ મધ સાથે લેવામા આવે તો એકાદ માસની અંદર તમને પ્લીહાની સમસ્યામાંથી રાહત મળી શકે છે. આ ઉપરાંત જો તમે તમારુ વજન નિયંત્રણમા રાખવા ઈચ્છતા હોવ તો તેના માટે પણ આ ઔષધી ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઔષધિનુ નિયમિત દૂધ સાથે સેવન તમારા શરીરની વધારાની ચરબી દૂર કરશે અને તમને સલીમ બોડી બનાવવામા સહાયતા કરશે.

આ સિવાય કોઢની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે પણ આ ઔષધી ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે આ ઔષધીને દૂધમા મિક્સ કરીને એક લેપ તૈયાર કરીને આ લેપને તમે તમારા આખા શરીર પર લગાવો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તો એકવાર તમે પણ આ ઔષધીનો ઉપયોગ કરો અને મેળવો તેના ચમત્કારિક લાભ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *