હવે મોઢા પર નહીં રહે એકપણ ખીલ ના ડાઘ, હળદર અને કુવારપાઠા થી કરો આ ઘરગથ્થુ ઉપચાર

Spread the love

મિત્રો, હાલ વર્તમાન સમય મા ખીલ અને ડાઘા જેવી ચામડી સાથે સંકળાયેલી સમસ્યાઓ ગરમીમા જોવા મળે છે. આ ખીલ ના કારણે આપણા મોઢા પર નુ તેજ ઘટી જાય છે. આ સ્કિન સાથે સંકળાયેલી સમસ્યાથી મુક્તિ મેળવવા માટે યુવતીઓ અનેક પ્રકારના સૌન્દર્ય સંસાધનોનો ઉપયોગ કરે છે. પરંતુ, તેનાથી કશો જ ફરક પડતો નથી.  એવામા હાલ અમે તમને એન્ટી-બેક્ટેરિયલ ગુણતત્વો થી ભરપૂર હળદર નિર્મિત ઝેલ બનાવતા શીખવીશું. જેનાથી ના ફક્ત તમારી ખીલની સમસ્યા દૂર થશે પરંતુ, તમારી સ્કિનમા એક અલગ જ પ્રકારની ચમક આવશે.

ખીલ થવા પાછળના મુખ્ય જવાબદાર કારણો :

હોર્મોનલ પરિવર્તન , ધૂળ અને વાતાવરણ નુ પ્રદુષણ, વધારે ઓઇલી ભોજનનુ સેવન કરવુ, વધુ પડતી ઓઇલી સ્કિન

નુસખો તૈયાર કરવા માટે આવશ્યક સાધન-સામગ્રી :

એલોવેરા જેલ : ૩ ચમચી, ઓર્ગેનિક હળદર પાવડર : ૧ ચમચી, ટી ટ્રી ઓઇલ : આવશ્યકતા મુજબ

બનાવવા ની વિધિ :

એક પાત્રમા એલોવેરા અને ઓર્ગેનિક હળદર પાવડર ઉમેરીને યોગ્ય રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેમા ટી ટ્રી ઓઇલ એડ કરો. એ વાતની અવશ્ય કાળજી રાખવી કે, પેસ્ટમા પરપોટા ના બને. ત્યારબાદ કોઇ નાના ડબ્બામા સંગ્રહ કરી લો. આ જેલને તમારા ફેસ, બોડી અને આંખો પર ક્રીમ તરીકે ઉપયોગ કરી શકો છો. આ ક્રીમ જેલ શ્રેષ્ઠ છે, જેને તમે દરેક ઋતુમા ઉપયોગ કરી શકો છો.

હળદરનો ઉપયોગ પ્રાચીન સમયથી સૌંદર્ય વધારવા માટે કરવામા આવી રહ્યો છે. એન્ટી-માઇક્રોબિયલ અને એન્ટી-ઇફ્લેમેટરી ગુણોથી ભરપૂર હળદર દાગ, કાળા ધબ્બા, પિંગમેંટેશન વગેરેને દૂર કરવામા સહાયરૂપ બને છે.

એલોવેરામા પણ એન્ટીસેપ્ટિક ગુણ સમાવિષ્ટ હોય છે, જે ખીલ ઉત્પન્ન કરનારા બેક્ટેરિયાથી લડે છે. આ સિવાય એલોવેરામા હાઇડ્રેટિંગ ગુણતત્વ પણ સમાવિષ્ટ હોય છે. જે સ્કિનને યુવી કિરણો તેમજ ગરમીથી રક્ષણ આપે છે. આ સિવાય તે ત્વચાને મુલાયમ બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *