હ્રદય રોગ તેમજ આંખથી લગતી કોઇપણ સમસ્યા માટે ખુબ જ અસરકારક છે આ બિયાં, જાણો તમે પણ…

Spread the love

આબલીનું નામ સાંભળતાની સાથે જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. તેનો સ્વાદ ખાંટો હોય છે. તમને ખબર જ હશે કે આંબલીનો ઉપયોગ ઘણી દવા બનાવવા માટે પણ થાય છે. આંબલીની સાથે તેની અંદર રહેલા કાળા બીનો પણ ઔષધી તરીકે ઉપયોગ થાય છે. આંબલીની અંદર રહેલા બીજ ને આંબલીયા કહે છે. આંબલીયાના ફાયદા સમજાવતા પહેલા એક વાત કહીએ કે આંબલીયામાં તેનું બાહ્ય પડ સખત હોય છે. માટે તેના અંદરના બીજનો ઉપયોગ કરવો. તો ચાલો તેનાથી થતા ફાયદા વિષે જાણીએ.

આબલીયાના બીજ માં કેલ્શિયમ અને ખનિજ ભરપુર પ્રમાણમાં હોય છે. તેથી તે આપણા હાડકાને મજબુત બનાવે છે. જયારે કોઈ સ્ત્રીના શરીરમાં કેલ્શિયમ ઘટવાનું શરુ થાય ત્યારે તેના હાડકા કમજોર થવા લાગે છે. એવા માં જો આંબલીયા ખાવાથી આ સમસ્યા દુર થાય છે. તેનો ઉપયોગ દવા તરીકે થવાથી તે ઝાડાને પણ મટાડે છે. એક રીસર્ચ સમયે એવું જાણવા મળ્યું કે કે આબલીયાની અંદર ઝાયલોગ્લુકન નામના ઘટકનો સમાવેશ થાય છે. જે આપણા અતિસાર જેવા રોગમાં અમુક અંશે ફાયદો આપે છે.

બેકટેરિયાને કારણે ઘણા રોગો થવા લાગે છે. તેનાથી બચવા માટે આંબલી ખુબ ઉપયોગી બને છે. આંબલીયામાં તેનીક નામનું તત્વ રેહલું છે જે આપણા શરીરમાં વધતા બેકટેરિયાને અટકાવે છે. તે આપણા શરીરને મજબુત અને સુંદર બનાવે છે. અનુ સેવન કરવાથી થોડા દિવસમાં જ તમને તેની અસર જોવા મળે છે. ત્વચા પર કોઈ પ્રકારની ઇજા થાય અથવા બળતરા થતા હોય ત્યારે આંબલીના બીજનો ઉપયોગ કરવાથી તે દુર થાય છે. તેમાં બળતરા વિરોધી ગુણો રહેલા છે. જે આપણા બળતરાને ઓછા કરવામાં મદદ કરે છે. ઘણી સ્ત્રીને કમર દુખાવાની સમસ્યા હોય છે.

ત્યારે તેમાં માટે આંબલીના બીજ માંથી બનાવેલો પાવડર તેમના માટે ખુબ ઉપયોગી છે. તે આપણા કમરના દુખાવામાં રાહત આપે છે. તેનો ઉપયોગ વજન ઓછો કરવા માટે પણ થાય છે. અડધો કિલો આંબલીના બીજ લઈ તેના બે ભાગ કરવા. ત્યાર બાદ તેને બે દિવસ સુધી પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ તેની ફોતરી કાઢીને તેને મિક્સરમાં ક્રશ કરી લો. ત્યાર પછી તેની અંદર અડધો કિલો સાકર મિક્સ કરી તેને ભરી લો. ત્યાર પછી તેનું સેવન સાંજે અડધી ચમચી દુધ સાથે પીવાથી શીઘ્રસ્લખનના રોગને દુર કરી યૌન શક્તિમાં વધારો કરે છે. તે બ્લડસુગર લેવલને કન્ટ્રોલમાં રાખે છે.

આમલી ને પાચનશક્તિ ને લગતી બીમારીઓ જેવી કે પેટમા દુખાવો કે કબજિયાત માટે રામબાણ ઈલાજ ગણવામાં આવે છે. તેની અંદર ટાર્ટરીક એસીડ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે પાચન શક્તિને મજબૂત કરી અને પેટને લગતી સમસ્યાઓ દૂર કરે છે. તેના પાંદડા થી ઉધરસની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત છોલાયેલા ગળા માટે આમલીનાં પાંદડાં રામબાણ ઇલાજ સાબિત થાય છે. છોલાયેલા ગળા અને ઉધરસ મા થોડા સમયમાં રાહત મેળવવા પીસેલા તેના પાંદડાં દિવસમાં બે વખત સેવન કરવું જોઈએ.

આંબલીના બીજ હદય માટે પણ ઉપયોગી છે. તેમાં રહેલા પોષક તત્વો અને ગુણધર્મો આપણા હદયના રોગ માટે ફાયદાકારક સાબિત થાય છે. તેમાં રહેલું લીનોલીક એસીડ હદયના રોગને દુર કરવા મદદ કરે છે. તેનો ઉપયોગ આંખ માટે પણ થાય છે. આંબલીના બીજનો રસ કાઢી તેને આંખમાં નાખવાથી. તે આંખને લગતા ચેપને દુર કરે છે. તેની અંદર પોલિસેકેરાઈડ હોય છે જે આપણી આંખની સુરક્ષા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *